android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod:દાહોદ-કતવારા નવી રેલ લાઇનનું કમિશનિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું
calendar_today January 5, 2026

Dahod:દાહોદ-કતવારા નવી રેલ લાઇનનું કમિશનિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું

પશ્ચિમ રેલવેના રતલામ મંડળ દ્વારા વર્ષ 2025 દરમિયાન આંતરમાળખાકીય વિકાસના અનેક કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં દાહોદ જિલ્લા માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે, મહત્વાકાંક્ષી દાહોદ-ઈન્દોર નવી બ્રોડગેજ રેલ લાઈન પ્રોજેક્ટ હેઠળ દાહોદથી કતવારા વચ્ચેના 11.30 કિમીના રૂટનું કમિશનિંગ સફ્ળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે.આ નવી રેલ ટ્રેનોના સંચાલનને ઝડપી અને લાઈન આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોના આર્થિક વિકાસ માટે પાયાનો પથ્થર સાબિત થશે. રેલવેની સુરક્ષામાં વધારો કરવા માટે અત્યાધુનિક ક્કકવચક્ર (ટ્રેન ટક્કર નિરોધક પ્રણાલી) હેઠળ નાગદા-ગોધરા ખંડમાં 232.9 કિ.મી સુધીનું લોકો ટ્રાયલ સફ્ળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રણાલી અમલમાં આવવાથી ટ્રેનો વચ્ચે થતી સંભવિત અથડામણ અટકાવી શકાશે અને સલામત બનાવવા માટે દાહોદ નજીકના મંગલમહુડી સેક્શનમાં ઓટમેટિક બ્લોક સિગ્નલિંગ પ્રણાલી કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત, લીમખેડા સ્ટેશન પર જૂની પેનલ ઇન્ટરલોકિંગને હટાવીને અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. જે ટેકનિકલ ખામીઓને ઘટાડી ટ્રેનનું ભારણ ઓછું કરવામાં મદદરૂપ થશે. રેલવેમાં જ્યારે કોઈ નવો ત્યારે તેને સીધો જ વપરાશમાં લેવાને બદલે કમિશન કરવામાં આવે છે. આ એક એવી સત્તાવાર પ્રક્રિયા છે. જેમાં રેલવે સેફ્ટી કમિશનર (CRS) દ્વારા પાટાની મજબૂતી, સિગ્નલિંગ અને સુરક્ષાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ અને સ્પીડ ટ્રાયલ કરવામાં આવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra:સીસીટીવીના અભાવે શાક માર્કેટમાં સ્થાનિક અસામાજિકોનો અડિંગો
calendar_today January 5, 2026

Godhra:સીસીટીવીના અભાવે શાક માર્કેટમાં સ્થાનિક અસામાજિકોનો અડિંગો

ગોધરા શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય જહુરપુરા શાકમાર્કેટમાં હાલ સુરક્ષા અને સ્વચ્છતાના મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. લાખોના ખર્ચે બનેલા આ માર્કેટમાં અગાઉ સુરક્ષા માટે પાંચ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવ્યા હતા. પરંતુ અસામાજિક તત્વો દ્વારા વાયરો કાપી નાખવામાં આવતા છેલ્લા લાંબા સમયથી આ સુવિધા બંધ હાલતમાં છે.સીસીટીવી બંધ હોવાનો ફાયદો ઉઠાવી અસામાજિક તત્વોએ અહીં અડિંગો જમાવ્યો છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ, મહિલાઓ અને નજીકના મંદિરે જતા શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશ હરેશ મંજાણી દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરાઈ છે. તેમની રજૂઆત છે કે તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી બતાવીને સંતોષ માની રહ્યું છે આ માર્ગ હેડ પોસ્ટ ઓફ્સિ અને સ્વામી નારાયણ મંદિર જેવા મહત્વના સ્થળોને જોડતો હોવાથી અહીં સતત ટ્રાફ્કિ અને ગંદકીની સમસ્યા પણ રહે છે.બીજી તરફ, જિલ્લા વહીવટી તંત્ર અને અરજદારને નગર પાલિકાના મુખ્ય અધિકારી દ્વારા આપવામાં આવેલા જવાબ મુજબ, આ વિસ્તારને નિર્મળ ગુજરાત 2.0 યોજના હેઠળ સુશોભિત કરવાની ખાતરી આપી છે. જિલ્લા સ્વાગત હેઠળના આ પ્રશ્ને થયેલ ગંભીર ચર્ચા વિચારણા અહેવાલ મુજબ, નવા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન માટે ટેન્ડરની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાત્રિ સમયે સફાઈ કરવા દુકાનદારોની માગ રાત્રિ સફાઇ નિયમિત થાય અને સફાઇ કર્મચારીઓને ટ્રેક્ટર ફાળવેલ ના હોઈ કચરો રસ્તા વચ્ચે પડી રહે છે. જે બીજા દિવસે સવારે 10 કલાકે ઉપાડવામાં આવે છે તો રાત્રે કચરો ભરાઈ જાય તે માટે ટ્રેક્ટર સફાઇ કર્મચારીઓને ફાળવવામાં આવે અને સુપરવાઇઝર ઝોન ઇન્સ્પેક્ટર દ્વારા નિયમિત સ્થળ મુલાકાત કરી વાસ્તવિક અહેવાલ કચેરીને સુપ્રત કરવામાં આવે તેવી દુકાનદારો દ્વારા માગ કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra:સિદ્ધિ વિનાયક સોસા.માં 15 વર્ષથી પાકા રસ્તાની રાહ જોતા રહીશો
calendar_today January 5, 2026

Godhra:સિદ્ધિ વિનાયક સોસા.માં 15 વર્ષથી પાકા રસ્તાની રાહ જોતા રહીશો

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશો છેલ્લા 15 વર્ષથી પાકા રસ્તા જેવી પાયાની સુવિધાથી વંચિત છે. સ્થાનિકો નિયમિતપણે નગરપાલિકાને તમામ વેરા ચૂકવે છે. તેમ છતાં તેમની રસ્તાની રજૂઆતો પર કોઈ કાર્યવાહી થઈ નથી. સોસાયટીના મુખ્ય રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે, જેમાં ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે. ચોમાસામાં અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બને છે, જ્યારે સામાન્ય દિવસોમાં પણ વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.આ રસ્તા પરના દબાણો અને ખાડાઓને કારણે નાના-મોટા અકસ્માતોનો ભય પણ સતત રહે છે.રહીશોના મતે, આ વિસ્તારમાં સિદ્ધિવિનાયક સોસાયટી પછી બનેલી નવી સોસાયટીઓમાં રસ્તાની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે, પરંતુ 15 વર્ષ જૂની આ સોસાયટીના રહેવાસીઓ હજુ પણ કાચા અને તૂટેલા રસ્તા પર ચાલવા મજબૂર છે.આ સમસ્યા અંગે વર્ષ 2010 થી સંબંધિત તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે. રસ્તા પરના દબાણો દૂર કરવા અને નવો રોડ બનાવવા માટે વારંવાર ધ્યાન દોરવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી.લાંબા સમયથી પ્રાથમિક સુવિધાથી વંચિત રહેલા સોસાયટીના રહીશોની માંગ છે કે સત્વરે રસ્તાનું કામ હાથ ધરવામાં આવે. જો આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો રહીશોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward