android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra:સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં ઠંડીનો ચમકારો, રવી પાકને ફાયદો
calendar_today January 5, 2026

Godhra:સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં ઠંડીનો ચમકારો, રવી પાકને ફાયદો

ગોધરા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં શીતલહેર ફરી વળી છે. સમગ્ર જિલ્લાવાસીઓ છેલ્લા બે દિવસથી કાતીલ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. હાડ થીજાવતી ઠંડીના કારણે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સુધી ગગડી ગયું હતું. દિવસે પણ લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળતાં હતાં, તો સાંજ પડે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા તાપણા કરતાં પણ જોવા મળતાં હતાં.પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં લોકો હાલ ભારે હાડ થીજવી દેતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.ત્યારે ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે કાતીલ ઠંડી પડી રહી છે. જેના કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ગરમ વસ્ત્રો અને તાપણા ના સહારે આવી ગયા છે.ગોધરામાં આજે તાપમાન નો પારો ગગડતા વહેલી સવારે 11 ડિગ્રી તાપમાન નોંધાવવા પામ્યું હતું. ઠંડીના કારણે ગોધરામાં દિવસ અને રાત્રિ દરમિયાન પણ લોકો ગરમ વસ્ત્રોમાં જકડાયેલા જોવા મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં રવિ પાક તરીકે ઘઉં, ચણા, તુવેર, મકાઈ અને શાકભાજીના પાકની વાવણી કરવામાં આવી છે. ઠંડી આ મહામુલા પાકો માટે ફાયદાકારક સાબીત થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod:પુરવઠા મામલતદારે ઓચિંતી મુલાકાત લઈ તપાસ હાથ ધરી
calendar_today January 5, 2026

Dahod:પુરવઠા મામલતદારે ઓચિંતી મુલાકાત લઈ તપાસ હાથ ધરી

સંજેલી ખાતે આવેલા ઇન્ડિયન ગેસ એજન્સીના ગોડાઉન પર પુરવઠા મામલતદારે ઓચિંતી મુલાકાત લઈ સંચાલક સાથે સિલિન્ડરના સ્ટોકથી લઈને તેના સમયસર અને યોગ્ય વિતરણ વિશે પુછપરછ કરી માહિતી મેળવી હતી.સંજેલી નગરમાં આવેલી ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ તેમજ ઇન્ડિયન ગેસ દ્વારા તાલુકામાં વિવિધ વિસ્તારોમાં ગેસના સિલિન્ડર ઘરે-ઘરે તેમજ હોટલોમાં કોમર્શિયલ સિલિન્ડર પણ પૂરી પાડવામાં આવે છે. હાલ શિયાળાના કારણે ગેસ સિલિન્ડરની માગમાં વધારો થયો છે. જેના કારણે આ એજન્સી પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો રાખવામાં આવે છે કે કેમ? તેમજ ગેસ ધારકોને ગેસ સિલિન્ડર યોગ્ય પ્રમાણમાં અને સમયસર આપવામાં આવે છે કે કેમ? તેમજ ગામે ગામે જઈ અને વિસ્તાર પ્રમાણે સમય મુજબ સિલિન્ડરનો જથ્થો પહોંચાડવામાં આવે છે કે કેમ? તે બાબતે પુરવઠા મામલતદાર તુષાર તડવી દ્વારા સંજેલી સ્થિત ઈન્ડિયન ગેસના ગોડાઉનની ઓચિંતિ મુલાકાત લઈ સંચાલક સાથે આ તમામ મુદ્દે ચર્ચા કરી હતી. તપાસ દરમિયાન ગેસ સિલિન્ડરનો સ્ટોક યોગ્ય પ્રમાણમાં મળી આવ્યો હતો. જો કે પુરવઠા મામલતદારની મુલાકાતને લઈ ફફડાટ ફેલાયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra:વણાંકબોરી પાણી પુરવઠા યોજનાના સમ્પમાં લીકેજ
calendar_today January 5, 2026

Godhra:વણાંકબોરી પાણી પુરવઠા યોજનાના સમ્પમાં લીકેજ

શહેરા તાલુકાના લીંબોદ્રા ગામમાં વણાંકબોરી પાણી પુરવઠા યોજનાના પાણીના સમ્પમાંથી પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. જ્યારે એક તરફ પાણી પુરવઠાના સમ્પમાંથી પાણીનો બગાડ તો બીજી તરફ ગામના અનેક વિસ્તારમાં નિયમિત પાણી નહીં મળી રહ્યુ હોવાની બૂમો ઉઠી રહી છે.શહેરા તાલુકાના લીંબોદ્રા ગામમાં વણાંકબોરી પાણી પુરવઠા યોજના ના પાણીના સમ્પમાંથી પાણીનો બગાડ થતો જોવા મળી રહ્યો હતો. ગામના અમુક વિસ્તારમાં નિયમિત પાણી નહીં મળતા પાણીના પોકાર ઊઠી રહ્યા હોય ત્યારે આ સમ્પમાંથી પાણીનો વેડફાટ થવા સાથે સમ્પમાંથી પાણી ખુલ્લી જગ્યામાં વહી રહયુ છે, ગામમાં પાણી પુરવઠાની અનેક યોજના હોવા છતાં અમુક વિસ્તારોમાં હજુ પણ નળમાં પાણી મળી રહ્યું ન હોવાથી મહિલાઓ હેડપંપ અને કુવાના સહારે પાણી મેળવતા હોય ત્યારે આ સમ્પમાંથી પાણીનો બગાડ થતો જોવા મળતા ગ્રામજનોનો પાણી પુરવઠા સહિતના સબંધિત તંત્ર સામે છુપો આક્રોશ જોવા મળે છે, જોકે જવાબદાર પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક પાણીના સમ્પમાંથી પાણીનો બગાડ થતો અટકાવવા માગ કરાઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward