android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhotaudaypur:ઘોઘાદેવ ગામે ખેડૂત ખાતેદારોની જમીનોનું પુનઃ રિ-સર્વે કરવા માગ
calendar_today January 5, 2026

Chhotaudaypur:ઘોઘાદેવ ગામે ખેડૂત ખાતેદારોની જમીનોનું પુનઃ રિ-સર્વે કરવા માગ

છોટાઉદેપુર તાલુકાના ઘોઘાદેવ ગામે ખેડૂત ખાતેદારોની જમીનોનું પુનઃ રિ-સર્વે કરવા ખેડૂતો આજરોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું.છોટાઉદેપુર તાલુકાના ઘોઘાદેવ ગામે ખેડૂત ખાતેદારોના જમીન સર્વે નંબરોનું રિ-સર્વે કરેલ છે. જેમાં જુના સર્વે નંબરોની જગ્યાએ નવા સર્વે નંબર આપેલા છે. અને જૂના નકશાની જગ્યાએ નવા નકશાઓ તૈયાર કરેલ છે. જેમાં ઘોઘાદેવ ગામના ખેડૂત ખાતેદારોના સર્વે નંબરો પૂર્વ બાજુના પશ્ચિમ બાજુ અને પશ્વિમ બાજુના પૂર્વ બાજુ તેમજ ઉત્તર બાજુના દક્ષિણ બાજુ, દક્ષિણ બાજુના ઉત્તર બાજુ નવા નકશામાં બતાવે છે. તેમાં તમામ સર્વે નંબરો અલગ-અલગ અને ઉલટ-સૂલટ બતાવે છે. જેથી ખેડૂતોને જયારે પણ નકશાની જરૂર પડે છે.ત્યારે સ્થળ ઉપર અલગ અને નકશામાં અલગ બતાવે છે. જેના કારણે ખૂબ જ મોટી વિસંગતતા ઉભી થાય છે. ખેડૂતોને કોઈ પણ કામ કરવા માટે આ વિસંગતતાને લીધે વીજળી કનેકશન કે અન્ય સરકારી કામ માટે અનેક કામો અટવાઇ ગયા છે.જેથી ઘોઘાદેવ ગામના ખેડૂત ખાતેદારોએ ઘોઘાદેવ ગામે આખા ગામની જમીનમાં તાત્કાલીક ધોરણે રિ-સર્વે કરવામાં આવે અને જેમાં ગામના તમામ ખેડૂત ખાતેદરોને સાથે રાખી પુનઃ રિ-સર્વે કરવામાં આવે તેવી માંગ કરી હતી. ખેડૂતોના અગત્યના કામ અટવાયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Padra:નગરમાં આર્થિકભીસથી કંટાળી યુવાને કરેલો આપઘાત
calendar_today January 5, 2026

Padra:નગરમાં આર્થિકભીસથી કંટાળી યુવાને કરેલો આપઘાત

પાદરા શહેરમાં એક યુવાનનું અપ્રાકૃતિક મોત થતાં પંથકમાં ચકચાર મચી હતી. પાદરા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ મુજબ નોંધાયેલ બનાવ અનુસાર, ગત તા.3-1-2026ના સવારે 10:30થી રાત્રિના 11 વાગ્યા દરમિયાન પાદરામાં મધર સ્કૂલ સામે કૃષ્ણા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં કેપ્ચર ડ્રીમ નામના ફોટો-વિડિયોગ્રાફી સ્ટુડિયોમાં આ ઘટના બની હતી.મૃતકની ઓળખ સોહમકુમાર જયંતિભાઈ ભાવસાર (ઉં.30, ઘર નં.બી/7, શ્રીમાતર સોસાયટી, મધર સ્કૂલ સામે, પાદરા, મૂળ રહેવાસી સોની ફળિયું, ભાવસાર વાડ પાસે, પાદરા) તરીકે કરવામાં આવી છે. બનાવ અંગે મૃતકના ભાઈ રવી જયંતિભાઈ ભાવસાર દ્વારા પાદરા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક દ્વારા લખાયેલી નોંધ (નોટ) મળી આવી હતી. તેમાં મૃતકે વિવિધ લોન અને ક્રેડિટ કાર્ડના ઉપયોગથી કુલ રૂ.40,24,689.90 જેટલી રકમની જવાબદારીઓ ઉભી થઈ હોવાનું અને દર મહિને રૂ.1,30,192.25 જેટલો હપ્તો ભરવો પડતો હોવાનું ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું છે. આર્થિક બોજ અને માનસિક તણાવના કારણે આ બનાવ બન્યો હોવાની પ્રાથમિક શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.પાદરા પોલીસે ઘટનાને અપ્રાકૃતિક મોત તરીકે નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ પર જરૂરી તપાસ કરી પંચનામું કરવામાં આવ્યું હતું અને પી.એમ સહીત આગળની તપાસ ચાલુ છે.આ બનાવને લઈને પાદરા શહેરમાં શોકનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોમાં પણ આર્થિક તણાવ અને માનસિક દબાણને લઈને ચિંતા વ્યક્ત કરાઇ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:તરસાણા ચોકડીથી જકાતનાકા સુધી HT લાઇન પર જંગલી વેલા
calendar_today January 5, 2026

Vadodara:તરસાણા ચોકડીથી જકાતનાકા સુધી HT લાઇન પર જંગલી વેલા

ડભોઇના તરસાણા ચોકડીથી જકાતનાકા સુધીના મુખ્ય માર્ગ પરથી પસાર થતી MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની હાઈટેન્શન લાઈન અને વીજ વાયરો હાલ જોખમી સ્થિતિમાં જોવા મળે છે. વિસ્તારમાં વીજ વાયરોને ગાંડા બાવળોએ એવો ભરડો લીધો છે કે, મેઇન લાઈન અને બાવળની ડાળીઓ એકબીજામાં ફ્સાઈ છે.વીજ વાયરોમાં બાવળની ડાળીઓ ફ્સાવાને કારણે વારંવાર સ્પાર્ક થાય છે. અને બે વાયરો ભેગા થઈ જવાથી વારંવાર લાઈટ ગુલ થઈ જવાના બનાવો બની રહ્યા છે. બાવળના વજન અને બેદરકારીને કારણે વીજ વાયરો એકદમ નીચે સુધી ઝૂકી ગયા છે. જે રાહદારીઓ અને વાહનચાલકો માટે મોતના ફંદા સમાન સાબિત થઈ શકે તેમ છે. અત્યારે શિયાળાની ઋતુ અને આગામી ચોમાસા પહેલા જો આ સફાઇ નહી કરાય તો, કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ડભોઇના જાગૃત નાગરિકો અને સ્થાનિક રહીશોમાં MGVCLના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ભારે રોષ છે. લોકોની માંગ છે કે, તાત્કાલિક ધોરણે તરસાણા ચોકડી પાસેના આ ગાંડા બાવળોનું સામ્રાજ્ય હટાવીને લટકી ગયેલા વીજ વાયરોને ખેંચીને સુરક્ષિત ઊંચાઈ પર લેવા લોકમાંગ ઉઠી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward