android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: અસલાલીમાં લૂંટેરી દુલ્હન સહિત ત્રણ મહિલા યુવકના 2.25 લાખ પડાવી ફરાર
calendar_today January 5, 2026

Ahmedabad: અસલાલીમાં લૂંટેરી દુલ્હન સહિત ત્રણ મહિલા યુવકના 2.25 લાખ પડાવી ફરાર

અસલાલીના કાસીન્દ્રામાં રહેતા યુવક સાથે લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યા છે. જેમાં લગ્ન કરાવી આપવા ત્રણ ઠગ મહિલાઓએ રૂ. 2.25 લાખ યુવક પાસે પડાવી લીધા હતા અને યુવક સાથે 9 દિવસ રહ્યા બાદ યુવતી ભાગી ગઇ હતી. આ અંગે યુવકે ત્રણેય ઠગ મહિલા સામે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.કાસીન્દ્રાગામમાં રહેતો 41 વર્ષીય યુવક શાકભાજીનો ધંધો કરે છે. ગત 1 જાન્યુઆરીએ તેના મિત્ર રમેશે કહ્યું કે, તારે લગ્ન કરવા હોય તો ધોળકામાં સુમિત્રાબેન પરીખ છોકરીઓ બતાવી લગ્ન કરાવી આપે છે. જેથી યુવકે સુમિત્રાબેન સાથે સંપર્ક કરીને વાત કરતા તેમણે વડોદરાનાં નયનાબેન ભટ્ટની ઓળખ આપી હતી, જેથી યુવક ધોળકા મળવા જતા તે સમયે નયનાબેનનો ફોન આવ્યો અને કહ્યુ કે, તમારા માટે છોકરી જોઇ છે તેનું નામ શારદાબેન ગામીત છે, તેના પિતાને લકવો થતા પથારીવશ છે. તમારે પહેલા તેને આર્થિક મદદ કરવી પડશે. બાદમાં સુમિત્રાબેન, યુવક અને તેના સંબંધી શારદાબેનના ઘરે જતા બંને લગ્ન કરવા તૈયાર થયા હતા. ત્યારે સુમિત્રાબેને રૂ. 2.25 લાખ આપો તો લગ્ન કરાવી આપુ તેમ કહેતા યુવકે રૂ. 1.50 લાખ રોકડા આપતા નયનાબેન અને સુમિત્રાબેન શારદાને યુવકના ઘરે મૂકીને જતા રહ્યા હતા. જ્યારે યુવક પત્ની સાથે શરીરસંબંધ બાંધવા જતા તેને માતાજીની બાધા છે તે પૂર્ણ થયા બાદ અડવા દેશે તેવી વાત કરી હતી. બાદમાં યુવકે લગ્ન રજિસ્ટર કરવા અંગે કહેતા ત્રણેય ભેગા મળીને રૂ. 75 હજાર લઇને મેરેજ બ્યુરોમાં લગ્નની વિધિ કરીને ફોટો પડાવ્યા હતા. પરંતુ રજિસ્ટ્રેશન થયુ ન હતુ. જે બાદ ત્રણેયે કાગળોમાં સુધારો કરવાના બહાને શારદાને લઇ ગયા હતા અને બિમારી હોવાનું બહાનુ કાઢીને સાસરીમાં મોકલતા ન હતા. જેથી યુવક વડોદરા જતા ઠગ ટોળકીએ યુવકને ખોટા કેસમાં ફ્સાવી દેવાની ધમકી આપી હતી. જેથી આ અંગે યુવકે નયના, સુમિત્રા અને શારદા સામે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ગોમતીપુરમાં બે વર્ષથી દૂષિત પાણી આવતા તંત્રની ઘોર નિદ્રા સામે જનતાનો રોષ ફાટયો
calendar_today January 5, 2026

Ahmedabad: ગોમતીપુરમાં બે વર્ષથી દૂષિત પાણી આવતા તંત્રની ઘોર નિદ્રા સામે જનતાનો રોષ ફાટયો

ગોમતીપુર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી નાગરિકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. પીવાના પાણીમાં પોલ્યુશન અને લો-પ્રેશરની ગંભીર સમસ્યાને લઈને આજે સ્થાનિક રહીશોનો પ્રચંડ રોષ જોવા મળ્યો હતો.ગોમતીપુરના વિરોધપક્ષના કોર્પોરેટરોની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં બહેનો અને ભાઈઓએ પૂર્વ ઝોન ઓફ્સિ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.એમ. ઠક્કરનો ઘેરાવ કરી કડક રજૂઆત કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા બે વર્ષથી તેમને ઝેરી, દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી પૂરું પડાઈ રહ્યું છે. વારંવાર રજૂઆતો અને સોશિયલ મીડિયા પર ફરિયાદો કરવા છતાં, તંત્રના પેટનું પાણી હલતું નથી. અત્યાર સુધી એક પણ અધિકારીએ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાની તસ્દી લીધી નથી. ગંદા પાણીને કારણે દરરોજ અંદાજે 12થી 15 નાગરિકો બીમાર પડી રહ્યા છે, અને સારવાર લેવી પડી રહી છે. જ્યારે કામગીરીની વાત કરવામાં આવે ત્યારે તેના પર ગોકળ ગતિએ કામ ચાલે છે અને લોકોને હેરાન થવું પડી રહ્યું છે. કુલ 132 ચાલીઓની હાલત કફેડી : ચાલીમાં રહેતાં મ્લોકોની પીવાના પાણી વગર હાલત કફોડી બની રહી છે. જેમાં પૂજારીની ચાલી, આઈસા મસ્જિદનો મોરલો, લડ્ડુની ચાલી સહિત અંદાજે 132 જેટલી ચાલીઓના હજારો રહીશો ભોગ બની રહ્યા છે. ખોરંભે ચડેલા પ્રોજેક્ટ્સ અને 'સિંગલ ટેન્ડર'નું બહાનું સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે તંત્રની અણઆવડતને કારણે વિકાસકામો અટવાયેલા છે. શીતલ સિનેમા સામે અંડરગ્રાઉન્ડ ટાંકીના કામમાં ભારે બેદરકારી છે. 400 મીટર લાંબી રાઈઝર લાઈનની પાઈપો છેલ્લા 6 મહિનાથી રસ્તા પર ધૂળ ખાઈ રહી છે, પરંતુ 'સિંગલ ટેન્ડર' નું બહાનું ધરીને કામ રોકી દેવાયું છે. આ સાથે જ ડબ્બા બજારથી પતરાવાળી મસ્જિદ સુધીની 120 ડાયાની ઇન્ટરકનેક્શન લાઈન એક વર્ષથી અધૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bhavnagar News: 200ના દરની 343 નકલી નોટો સાથે એક શખ્સ ઝડપાયો
calendar_today January 5, 2026

Bhavnagar News: 200ના દરની 343 નકલી નોટો સાથે એક શખ્સ ઝડપાયો

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ નકલી ચલણી નોટો વટાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે બાતમીના આધારે રાજપરાના એક શખ્સને 200 રૂપિયાના દરની મોટી સંખ્યામાં બનાવટી નોટો સાથે દબોચી લીધો છે. ભાવનગર LCB ને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને રાજપરાના રહેવાસી અજય ઉર્ફે ઘુઘો બુધેલીયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તલાશી લેતા તેની પાસેથી 200ના દરની 343 નંગ બનાવટી ચલણી નોટો મળી આવી હતી.યુવક પાસેથી 200ના દરની 343 બનાવટી ચલણી નોટ જપ્તપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી આ નકલી નોટો અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી મેળવીને લાવ્યો હતો. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તે અસલી ચલણી નોટોની વચ્ચે આ નકલી નોટો ભેળવીને બજારમાં વટાવવાનો પ્લાન કરી રહ્યો હતો. ખાસ કરીને ભીડભાડ વાળી જગ્યાઓ અને નાના વેપારીઓ પાસે આ નોટો પધરાવી દેવાનો તેનો ઇરાદો હતો. અસલી સાથે બનાવટી નોટ ભેળવી વટાવવાનો હતો પ્લાનLCB ની ટીમે નકલી નોટો અને અન્ય સામાન મળીને કુલ રૂ.55,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ નેટવર્કના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાથી પોલીસ હવે નારોલના મુખ્ય સપ્લાયર સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભાવનગરમાં નકલી નોટનું આ દૂષણ કેટલે અંશે ફેલાયેલું છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward