android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dwarka News: શિવરાજપુર બિચ પર 11 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
calendar_today January 5, 2026

Dwarka News: શિવરાજપુર બિચ પર 11 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ, તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે.આ પ્રસંગે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવશે, જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે વિશાળ આકાશમાં ઉડતા વિશિષ્ટ પતંગો મહોત્સવને એક અલગ જ રંગ અને રોમાંચ આપશે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગ પ્રદર્શન, વિવિધ આકારના વિશાળ અને કલાત્મક પતંગોની પ્રદર્શની, લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યટનને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાતની “ઉત્સવભરી પરંપરા”ને ઉજાગર કરતો મહોત્સવ છે, જે રાજ્યની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.શિવરાજપુર બીચ જેવી વિશ્વપ્રસિદ્ધ પર્યટન જગ્યાએ યોજાતો આ મહોત્સવ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ સાબિત થશે.આ ભવ્ય મહોત્સવમાં સહભાગી થવા માટે સ્થાનિક નાગરિકો, પ્રવાસીઓ, પતંગપ્રેમીઓ તથા મીડિયા પ્રતિનિધિઓને જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકા દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. આ પણ વાંચો: Bhavnagar: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મારામારીના 8 આરોપીઓનું કુંભારવાડામાં સરઘસ કાઢતી પોલીસ

Read Full Story arrow_forward
Junagadh News: ભવનાથના રસ્તે સિંહનો આબાદ બચાવ, ચાલુ ટ્રાફિકમાં રસ્તો ઓળંગતા ગાડી સાથે અથડાતા સહેજમાં રહી ગયો
calendar_today January 5, 2026

Junagadh News: ભવનાથના રસ્તે સિંહનો આબાદ બચાવ, ચાલુ ટ્રાફિકમાં રસ્તો ઓળંગતા ગાડી સાથે અથડાતા સહેજમાં રહી ગયો

જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ વિસ્તારમાં અવારનવાર વનરાજ લટાર મારતા જોવા મળે છે. ત્યારે ગત રાત્રે ભવનાથ જતા મુખ્ય માર્ગ પર સિંહનો એક આબાદ બચાવ થયો હોવાની ઘટના સામે આવી છે. ચાલુ ટ્રાફિક વચ્ચે બે સિંહો રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક સિંહ ગાડી સાથે અથડાતા સ્હેજમાં રહી ગયો હતો. ગઈકાલે મોડી રાત્રે ભવનાથ તરફ જતા રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ હતી.ગાડી સાથે અકસ્માત થતા સ્હેજમાં રહી ગયો સિંહઆ દરમિયાન અચાનક બે સિંહો ટ્રાફિકની વચ્ચે દોડતા નજરે પડ્યા હતા. સિંહોને રસ્તા પર જોઈને વાહનચાલકો થંભી ગયા હતા, પરંતુ એક પૂરપાટ ઝડપે આવતી ગાડીની સામે જ એક સિંહે છલાંગ લગાવી હતી. સિંહ અને ગાડી વચ્ચેનું અંતર એટલું ઓછું હતું કે અકસ્માત લગભગ નક્કી જ હતો, પરંતુ સિંહે ચપળતા બતાવી ત્વરિત ગતિ કરતા તેનો આબાદ બચાવ થયો હતો. આ દ્રશ્યો ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા.રસ્તો ક્રોસ કરતી વખતે ગાડી સાથે અથડાતા રહી ગયો સિંહ બે સિંહોને રસ્તા પર બિન્દાસ્ત રીતે દોડતા જોઈ પ્રવાસીઓ અને સ્થાનિકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે કે ગિરનાર તળેટી અને ભવનાથ વિસ્તારમાં વાહનચાલકોએ ગતિ મર્યાદા જાળવવી જોઈએ, કારણ કે આ સિંહોની અવરજવર વાળો કોરિડોર છે. આ ઘટના ફરી એકવાર વન્યજીવોની સુરક્ષા અને વાહનચાલકોની બેદરકારી સામે સવાલ ઉભા કરે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: મહુવા તાલુકામાં 34 ગામોના 3500 થી વધુ ખેડુતોને દિવસે વીજળી મળશે
calendar_today January 5, 2026

Surat: મહુવા તાલુકામાં 34 ગામોના 3500 થી વધુ ખેડુતોને દિવસે વીજળી મળશે

રાજય સરકારની મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી “કિસાન સૂર્યોદય યોજના” અંતર્ગત સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ખેતીવાડી વીજ પુરવઠાને લઈને મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. તાલુકામાં અગાઉ બાકી રહેલા ગામોમાં હવે દિવસ દરમ્યાન ખેતીવાડી વીજ પુરવઠો વિધિવત રીતે શરૂ કરવામાં આવતા કિસાન સૂર્યોદય યોજનાનો વ્યાપ પૂર્ણ થયો છે. નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ થશે સુરતના મહુવા તાલુકામાં આવેલ ૬૬ કેવી બામણિયા અને ૬૬ કેવી ભીમપોર સબસ્ટેશનમાંથી નીકળતા ખેતીવાડી ફીડરોમાં અગાઉ બે શિફ્ટ મુજબ પુરવઠો આપવામાં આવતો હતો. જેટેકો દ્વારા લાઈનના મજબૂતીકરણ માટે અંદાજે રૂપિયા ૨૫ લાખના ખર્ચે જરૂરી કામગીરી પૂર્ણ થતા, મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે કુલ ૧૧ એ.જી.(ખેતીવાડી) ફીડરોને દિવસ દરમ્યાન વીજ પુરવઠા માટે વિધિવત રીતે કાર્યરત કરવામાં આવ્યા છે. ૬૬ કેવી બામણિયા સબ સ્ટેશનમાંથી કુલ ૦૭ એ.જી. ફીડરો નામે ઝેરવાવરા, કાંકરીયા, ભગવાનપુરા, કઢૈયા, બારતાડ, પુના અને નેવાણિયા, આ ફીડરો દ્વારા લાભાર્થી ૧૮ ગામોના કુલ ૨૫૯૫ ખેતીવાડી ગ્રાહકોને હવે દિવસ દરમ્યાન નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ થશે. ખેતીવાડી ગ્રાહકોને સીધો લાભ થશે ૬૬ કેવી ભીમપોર સબસ્ટેશનમાંથી કુલ ૦૪ એ.જી. ફીડરો નામે હટુકા, કુંભીયા, બહેજ અને ખાખર.આ ફીડરો દ્વારા લાભાર્થી ૧૬ ગામોના કુલ ૬૦૦ ખેતીવાડી ગ્રાહકોને હવે દિવસ દરમ્યાન વીજ પુરવઠો મળશે. આ રીતે મહુવા તાલુકાના બાકી રહેલા કુલ ૩૪ ગામડાંઓને હવે આગળથી દિવસ દરમ્યાન ખેતીવાડી વીજ પુરવઠો મળશે અને કુલ મળીને ૩૫૦૦થી વધુ ખેતીવાડી ગ્રાહકોને સીધો લાભ થશે. દિવસ દરમ્યાન પુરવઠો મળવાથી ખેડૂત ખાતેદારોને રાત્રી દરમ્યાન ખેતરમાં જવું પડતું હોવાથી થતો જંગલી જાનવરનો ભય, અકસ્માતનો જોખમ તથા અસુરક્ષા ઘટશે અને ખેતીકામ વધુ સલામત તથા આયોજનબદ્ધ રીતે કરી શકાશે.આ કામગીરી માટે જેટકો દ્વારા રૂા.૮૦ લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે આ પણ વાંચોઃ Gir Somnath: તાલાલાના લોટસ રિસોર્ટમાં દારૂની મહેફિલ પર LCBનો દરોડો, 21.76 લાખના મુદ્દામાલ સાથે રાજકોટના 5 શખ્સો ઝડપાયા

Read Full Story arrow_forward