Ahmedabad: પિતરાઇ ભાઇએ એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું, મામાએ તાંત્રિક વિધિના બહાને અડપલાં કર્યા
અમદાવાદના ચાંદખેડામાં સગીરા પર મામા અને પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પિતરાઈ ભાઈએ એકલતાનો લાભ લઈ દુષ્કર્મ કર્યું અને મામાએ તાંત્રિક વિધિ કરવાના બહાને અડપલાં કર્યા હોવાની ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાએ મામા અને ભાઈના વર્તનથી કંટાળીને તેની માતાને જાણ કરી હતી. માતાએ પિતા અને પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. પિતરાઇ ભાઇએ એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કર્યું અમદાવાદના ચાંદખેડામાં એક સગીરા તેની બહેન પાસે આવીને પોતાની સાથે ઘટેલી ઘટનાની હકિકત કહી હતી. જેથી તેની બહેને તેની માતાને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી. માતાએ પૂછતાં જ સગીરાએ કહ્યું હતું કે, ગત જુલાઈ મહિનામાં તેના મામી દીકરા સાથે ઘરે આવ્યા હતાં. તેઓ સગીરાને પોતાની સાથે રહેવા માટે લઈ ગયા હતાં. સગીરાના મામા તાંત્રિક વિધિ કરતા હતાં. સગીરાને તેના મામાનો દીકરો રાત્રે પોતાના રૂમમા બોલાવી ભણાવતો હતો. ચાંદખેડા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી આ દરમિયાન સગીરા સાથે તેના ભાઈએ અડપલાં કર્યા હતાં. તેના મામાએ સગીરાને કહ્યું હતું કે, તારા શરીરમાં કંઈક ઘૂસી ગયું છે તેને બહાર કાઢવું પડશે કહીને અડપલાં કર્યા હતાં. થોડા દિવસ બાદ તેના ભાઈએ અડપલાં કરીને દુષ્કર્મ આચર્યું હતું. મામા અને ભાઈએ સગીરાનો દેહ પીંખી નાંખ્યો હતો. જેથી સગીરાની માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પિતા અને પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Rajkot મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયરને કોન્ટ્રાક્ટરે લાફો મારતા વિવાદ
Read Full Story arrow_forward