દિલ્હીના ભારત મંડપમમાં ગુંજશે ગુજરાતી યુવા શક્તિનો નાદ, 76 યુવા પ્રતિભાઓ કરશે પ્રતિનિધિત્વ
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ એટલે કે 'રાષ્ટ્રીય યુવા દિવસ' નિમિત્તે દર વર્ષે યોજાતા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં આ વર્ષે ગુજરાતનો દબદબો જોવા મળશે. વર્ષ 2026માં આયોજિત 29મા રાષ્ટ્રીય યુવા મહોત્સવ અંતર્ગત ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ (VBYLD-2026) માં ગુજરાતના 76 તેજસ્વી યુવાનો રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે નવી દિલ્હી જશે. પસંદગી પ્રક્રિયા અને કેટલા લોકો લેશે ભાગ?આ મહોત્સવ માટે ગુજરાતના યુવાનોની પસંદગી અત્યંત કડક સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. રાજ્યના ‘યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી’ દ્વારા આયોજિત વિવિધ તબક્કાઓમાં pscex ડિજિટલ નિબંધ લેખન: 1761 સ્પર્ધકોએ ભાગ લીધો. PPT પ્રેઝન્ટેશન: IITE, ગાંધીનગર ખાતે યોજાયેલ આ તબક્કામાં 551 સ્પર્ધકો શોર્ટલિસ્ટ થયા. અંતિમ પસંદગી: આખરે 76 પ્રતિભાશાળી યુવાનોની નવી દિલ્હી માટે પસંદગી થઈ. ચાર મુખ્ય ક્ષેત્રોમાં પ્રદર્શન આ 76 યુવા પ્રતિભાઓ આગામી 11અને 12 જાન્યુઆરી, 2026 દરમિયાન દિલ્હીના આઇકોનિક ‘ભારત મંડપમ’ ખાતે નીચે મુજબના ચાર મુખ્ય ટ્રેકમાં પોતાની કલા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે. સાંસ્કૃતિક અને નવીનતા ટ્રેક: 27 સ્પર્ધકો વિકસિત ભારત ચેલેન્જ ટ્રેક: 45 સ્પર્ધકો ભારત માટે ડિઝાઇન: 1 સ્પર્ધક સામાજિક હેતુ માટે હેક (Hackathon): 3 સ્પર્ધકો રાજ્યપાલ દ્વારા પ્રોત્સાહન દિલ્હી રવાના થતા પૂર્વે, આ યુવાનોનું મનોબળ વધારવા માટે 7 જાન્યુઆરી, 2026 ના રોજ રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે એક ખાસ બેઠક યોજાશે. રાજ્યપાલ આ યુવાઓને મળીને રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું ગૌરવ વધારવા માટે શુભેચ્છાઓ પાઠવશે. 15 થી 29 વર્ષની વયના આ યુવાનો માત્ર ગુજરાતની સંસ્કૃતિ જ નહીં, પરંતુ ટેકનોલોજી અને સામાજિક પરિવર્તન માટેના વિઝનને પણ રજૂ કરશે. આ મહોત્સવ દેશના યુવાનોમાં એકતા, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને ‘વિકસિત ભારત @2047’ ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડશે. આ પણ વાંચોઃ Jam Khambhaliyaમાં ચાઇનીઝ દોરીનો કહેર, હાજી ચોકમાં ચાઇનીઝ દોરીથી બાળકનું ગળું કપાયું
Read Full Story arrow_forward