android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: વરાછામાં પ્રતિબંધિત 'કાતિલ' ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો
calendar_today January 5, 2026

Surat News: વરાછામાં પ્રતિબંધિત 'કાતિલ' ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

ઉત્તરાયણના તહેવાર નજીક આવતા જ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતના વરાછા વિસ્તારમાં લોકોના જીવ જોખમમાં મૂકતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. વરાછા પોલીસની ટીમે બાતમીના આધારે રેડ પાડીને ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. વરાછા પોલીસને બાતમી મળી હતી કે પરિમલ સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે આ સ્થળ પર દરોડા પાડીને એક આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.વરાછા પોલીસ દ્વારા કરવામાં આવી હતી રેડઆ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે રૂ.29,000થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા દોરીના રીલ પર સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે, "આ દોરા માત્ર ઇન્ડસ્ટ્રીઝ (ઉદ્યોગો) ના ઉપયોગ માટે છે." તેમ છતાં, કેટલાક લેભાગુ તત્વો નફાની લાલચમાં આ જીવલેણ દોરા પતંગ ચગાવવા માટે વેચી રહ્યા છે. ચાઇનીઝ દોરી એટલી કાતિલ હોય છે કે તેનાથી ભૂતકાળમાં અનેક લોકોના ગળા કપાયા છે અને નિર્દોષ પશુ-પક્ષીઓ સહિત માણસોના મૃત્યુ પણ નીપજ્યા છે. કાતિલ દોરાથી અનેક લોકોના ગળા કપાયા છેવરાછા પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ જાહેરનામાના ભંગ અને માનવ જિંદગી જોખમાય તેવા કૃત્ય બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ જોખમી દોરીનો ઉપયોગ ન કરે અને આવા વેચાણકારોની જાણ પોલીસને કરે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: બુલેટ ટ્રેનની કામગીરી હાલ પૂરતી બંધ રખાતા શાહિબાગ અંડરપાસ રાબેતા મુજબ ચાલુ રહેશે
calendar_today January 5, 2026

Ahmedabad: બુલેટ ટ્રેનની કામગીરી હાલ પૂરતી બંધ રખાતા શાહિબાગ અંડરપાસ રાબેતા મુજબ ચાલુ રહેશે

અમદાવાદમાં કેટલાક બ્રિજ પર ખામી સર્જાતા બંધ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે બુલેટ ટ્રેનની કામગીરીને લઈને શહેરમાં શાહિબાગ અંડરપાસ એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બુલેટ ટ્રેનના પિલ્લરો પર સેગમેન્ટની કામગીરી કરવાની હોવાથી શાહિબાગ અંડરપાસ 12મી જાન્યુઆરી સુધી બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ હવે આ અંડરપાસને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. શાહીબાગ અંડરપાસ બંધનું જાહેરનામું પરત ખેંચાયું છે. શાહીબાગ અંડરપાસ બંધનું જાહેરનામું પરત ખેંચાયું અમદાવાદમા બુલેટ ટ્રેનના પિલ્લરો પર સેગમેન્ટની કામગીરી કરવાની હોવાથી શાહિબાગ અંડરપાસ આજથી 12મી જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ કામગીરી બંધ રાખવામાં આવી હોવાથી હવે શાહિબાગ અંડરપાસ રાબેતા મુજબ ચાલુ રાખવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સતત સાત દિવસ સુધી જો આ અંડરપાસ બંધ રાખવામાં આવત તો એરપોર્ટ અને ગાંધીનગર તરફથી આવતા વાહનોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડત. પરંતુ હવે આ અંડરપાસ રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Rajkot: વિન્ડફાર્મ કંપનીઓની દાદાગીરી આવી સામે, ખેતરોમાંથી મંજૂરી વગર બારોબાર કાઢ્યો રસ્તો

Read Full Story arrow_forward
Tamilnadu : ગૃહપ્રધાન અમિત શાહ 'મોદી પોંગલ' સમારોહમાં રહ્યા હાજર, જુઓ Photos
calendar_today January 5, 2026

Tamilnadu : ગૃહપ્રધાન અમિત શાહ 'મોદી પોંગલ' સમારોહમાં રહ્યા હાજર, જુઓ Photos

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે તિરુચિરાપલ્લીમાં તમિલનાડુ ભાજપ દ્વારા આયોજિત 'મોદી પોંગલ' ઉજવણીમાં હાજરી આપી, પરંપરાગત પાક ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા એક મજબૂત રાજકીય સંદેશ આપ્યો.

Read Full Story arrow_forward