android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: વસ્ત્રાલમાં હથિયારો સાથે બે શખ્સો ઝડપાયા, બોલાચાલીનો બદલો લેવા તમંચો લાવ્યો હતો
calendar_today January 4, 2026

Ahmedabad: વસ્ત્રાલમાં હથિયારો સાથે બે શખ્સો ઝડપાયા, બોલાચાલીનો બદલો લેવા તમંચો લાવ્યો હતો

શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વસ્ત્રાલમાંથી ઝોન-5 એલસીબી (LCB) એ બે શખ્સોને જીવતા હથિયારો સાથે ઝડપી પાડી મોટી ગેંગવોર કે હુમલાની શક્યતાને નિષ્ફળ બનાવી છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી તમંચો, જીવતા કારતૂસ અને ધારદાર છરી કબજે કરી છે.બે શખ્સોને હથિયારો સાથે ઝડપી લીધાઅમદાવાદમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગ દરમિયાન ઝોન-5 એલસીબીની ટીમને વસ્ત્રાલ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે છાપો મારીને બે શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ, છોટુસિંહ કુશવાહ,આયુષ યાદવ છે. તલાશી દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો, 01 દેશી તમંચો, 04 જીવતા કારતૂસ ધારદાર છરી.બદલો લેવા માટે હથિયાર વસાવ્યુંપોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી છોટુસિંહ કુશવાહની બે મહિના પહેલા કોઈ વ્યક્તિ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનો બદલો લેવા માટે અને સામેવાળા પક્ષ પર હુમલો કરવાના ઈરાદે તે હથિયાર લાવ્યો હોવાનું સામે આવ્યું છે. આયુષ યાદવ આ ગુનાહિત કાવતરામાં તેની સાથે હોવાનું જણાયું છે.આ પણ વાંચો: બીલીમોરામાં ધોળે દિવસે તસ્કરોનો આતંક, સાગરદર્શન એપાર્ટમેન્ટના 4 મકાનોના તાળા તૂટ્યા

Read Full Story arrow_forward
Ahmedabadના રખિયાલમાં નેચરોપેથીની ડિગ્રી પર એલોપેથીની પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
calendar_today January 4, 2026

Ahmedabadના રખિયાલમાં નેચરોપેથીની ડિગ્રી પર એલોપેથીની પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. રખિયાલ પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે, જે છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો હતો. રખિયાલ પોલીસે શાહિદ શેખ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પાસે માત્ર નેચરોપેથીની ડિગ્રી હતી, પરંતુ તેની આડમાં તે નિર્દોષ દર્દીઓને એલોપેથીની સારવાર અને દવાઓ આપતો હતો.બોગસ ડોક્ટર 3 વર્ષથી દવાખાનું ચલાવતોકાયદા મુજબ નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ એલોપેથી પ્રેક્ટિસ કરી શકે નહીં. તેમ છતાં, આરોપી છેલ્લા ત્રણ વર્ષથી પોતાનું ક્લિનિક ખોલીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ક્લિનિકમાંથી એલોપેથીની દવાઓ, ઈન્જેક્શન અને તબીબી સાધનો મળી આવ્યા હતા. 29 હજારની દવાનો જથ્થો પોલીસે કબ્જે કર્યોપોલીસે અંદાજે રૂ.29,000ની કિંમતની દવાઓનો જથ્થો કબજે કર્યો છે. શાહિદ શેખ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધી રહેલા આવા બોગસ ડોક્ટરોના દૂષણને ડામવા માટે પોલીસ હવે અન્ય શંકાસ્પદ ક્લિનિક્સ પર પણ નજર રાખી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana News: લગ્ન નોંધણી અને મૈત્રી કરાર મુદ્દે લડી લેવાના મૂડમાં SPG
calendar_today January 4, 2026

Mahesana News: લગ્ન નોંધણી અને મૈત્રી કરાર મુદ્દે લડી લેવાના મૂડમાં SPG

પાટીદાર અનામત આંદોલન સમયે સક્રિય રહેલું સરદાર પટેલ ગ્રુપ (SPG) હવે સામાજિક મુદ્દાઓ પર મેદાને આવ્યું છે. મહેસાણામાં પાટીદાર સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા અને મૈત્રી કરાર રદ કરવાની પ્રબળ માંગણી કરવામાં આવી છે.સરકારના વાયદા 'લોલીપોપ' સમાન: લાલજી પટેલ લાંબા સમયથી SPG દ્વારા પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના કાયદામાં સુધારા માટે લડત ચલાવવામાં આવી રહી છે. સંમેલન દરમિયાન SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, સરકારે અનેકવાર જાહેર મંચ પરથી આશ્વાસન આપ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર અમલ થયો નથી. સરકારના આ વાયદા હવે માત્ર લોલીપોપ સમાન લાગે છે. સંમેલનના મુખ્ય મુદ્દાઓ આ સંમેલનમાં પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ સહિત સમાજના શ્રેષ્ઠીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન નોંધણી: ભાગેડુ લગ્નો અટકાવવા માટે લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવામાં આવે. મૈત્રી કરાર: સામાજિક મૂલ્યોને નુકસાન પહોંચાડતા 'મૈત્રી કરાર'ના કાયદાને જડબાતોડ રીતે રદ કરવામાં આવે. સ્થાનિક નોંધણી: લગ્ન જે-તે વ્યક્તિના વતનના તાલુકામાં જ નોંધાવવા જોઈએ. ગાંધીનગર કૂચ અને વિધાનસભા ઘેરાવની ચીમકી SPG એ સરકારને સ્પષ્ટ ભાષામાં ધમકી આપી છે કે, જો આગામી સમયમાં કાયદામાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે, તો માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ તમામ સમાજોને સાથે રાખીને ગાંધીનગર કૂચ કરવામાં આવશે. આ સાથે જ વિધાનસભાના ઘેરાવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ સંમેલને ફરી એકવાર સામાજિક સંગઠનો અને સરકાર વચ્ચે ઘર્ષણના એંધાણ આપ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે શું વલણ અપનાવે છે. આ પણ વાંચો - Mahesana News: તરભમાં કેનાલમાંથી મળ્યો યુવતીનો મૃતદેહ

Read Full Story arrow_forward