android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Salangpur News: મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દાદાના દ્વારે ટેકવ્યું શીશ
calendar_today January 4, 2026

Salangpur News: મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દાદાના દ્વારે ટેકવ્યું શીશ

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ મુલાકાત લીધી હતી. પિતા-પુત્રની આ જોડીએ હનુમાનજી દાદાના દર્શન કરી પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગૌ પૂજન કર્યું હતું. ત્યારબાદ તેઓએ અત્યંત શ્રદ્ધાપૂર્વક મંદિરના શિખર પર ધ્વજા ચઢાવી હતી.કષ્ટભંજન હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરીમંદિરના કોઠારી સ્વામી દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને દાદાનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન એક મહત્વની જાહેરાત પણ સામે આવી છે. કોઠારી સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરની દૈનિક આરતી જીયો (Jio) પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારિત કરવા માટે મુકેશ અંબાણીને વિનંતી કરી હતી. આ વિનંતીનો તુરંત સ્વીકાર કરતા મુકેશ અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણીને આ અંગે જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી હોવાનું સ્વામીએ જણાવ્યું હતું. મુકેશ અંબાણી અને અંનત અંબાણીએ કર્યા દર્શનહવે વિશ્વભરના ભક્તો જીયો પર દાદાની આરતીના લાઈવ દર્શન કરી શકશે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને જોવા માટે સાળંગપુર મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જ્યારે તેઓ દર્શન કરીને પરત રવાના થઈ રહ્યા હતા ત્યારે સમગ્ર વાતાવરણ 'જય શ્રી રામ' ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. અંબાણી પરિવારની આ મુલાકાતને પગલે સુરક્ષાની પણ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: દારૂનું કટિંગ ચાલતુ હતું અને પોલીસ આવી, મોંઘી ગાડીએ સહિત 55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
calendar_today January 4, 2026

Chhota Udepur: દારૂનું કટિંગ ચાલતુ હતું અને પોલીસ આવી, મોંઘી ગાડીએ સહિત 55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગુજરાતમાં 31મી ડિસેમ્બર પહેલા દારૂની હેરાફેરી અને દારુ પીધેલા લોકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. અન્ય રાજ્યોને જોડતી ગુજરાતની બોર્ડર પર કડક ચેકિંગ હાથ ધરાયું હતું. તે છતાંય રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. છોટા ઉદેપુરમાં બિલિયા ગામની સીમમાં દારૂનું કટિંગ ચાલતું હતું અને પોલીસ ત્રાટકી હતી. પોલીસને જોઈને ઘટના સ્થળેથી 11 લોકો ભાગી ગયા હતાં. પોલીસે રૂ.14.93 લાખના દારૂ સાથે 2ને ઝડપ્યા છોટા ઉદેપુરમાં બિલિયા ગામની સીમમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. જે અંગે એલસીબી પોલીસને બાતમી મળી હતી. આ બાતમીને આધારે એલસીબીએ દારૂના કટિંગ સમયે જ રેડ પાડી હતી. પોલીસને જોઈને ઘટના સ્થળેથી 11 લોકો ભાગી ગયા હતાં. પોલીસે બે ખેપિયાઓને પકડી પાડ્યા હતાં. પોલીસે સ્થળ પરથી 14.93 લાખના દારુ સાથે બે લોકોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે કાર સહિત 5 વાહનોને કબ્જે કર્યા પોલીસે ઘટના સ્થળ પરથી મોંઘીદાટ કાર સહિત પાંચ વાહનો કબજે કર્યા હતાં. આ ઉપરાંત દારૂની ખેપ મારનારા બે ખેપિયાઓને પકડી પાડવામાં આવ્યા હતાં. પોલીસે આ દરોડામાં 14.93 લાખના દારૂના જથ્થા સાથે 55.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.આ પણ વાંચોઃ Anandના ખંભાતમાં પતંગ લૂંટવાની મોજ બની મોતનું કારણ, 15 વર્ષીય કિશોરનું કરુણ મોત

Read Full Story arrow_forward
Morbi News: પ્રેમિકા પરત ન આવતા યુવકે જીવન ટૂંકાવ્યું, વીડિયો કોલમાં કરી લાઈવ આત્મહત્યા
calendar_today January 4, 2026

Morbi News: પ્રેમિકા પરત ન આવતા યુવકે જીવન ટૂંકાવ્યું, વીડિયો કોલમાં કરી લાઈવ આત્મહત્યા

મોરબીના લાયન્સનગર વિસ્તારમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડેલા એક યુવકે તેની પ્રેમિકા ઘરે ગયા બાદ પરત ન ફરતા આત્યંતિક પગલું ભરી લીધું છે. 29 વર્ષીય યુવકે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.સોશિયલ મીડિયાથી શરૂ થઈ હતી પ્રેમ કહાની ઘટનાની મળતી માહિતી અનુસાર, મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા હિતેશ ધમ્મર નામના યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતી સાથે પરિચય થયો હતો. આ પરિચય ધીરે ધીરે પ્રેમમાં પરિણમ્યો હતો. પ્રેમ એટલો ગાઢ બન્યો હતો કે, છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રેમી યુગલ લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતું હતું. પ્રેમિકા પરત ન આવતા ભર્યું આત્યંતિક પગલું થોડા દિવસો પહેલા હિતેશની પ્રેમિકા પોતાના ઘરે ગઈ હતી. જોકે, ત્યારબાદ તે કોઈ કારણોસર પરત ફરી ન હતી. હિતેશે તેને પરત લાવવા કે મળવા માટે પ્રયત્નો કર્યા હોવાનું મનાય છે, પરંતુ પ્રેમિકા પરત ન આવતા હિતેશ માનસિક રીતે ભાંગી પડ્યો હતો. વિરહની આ પીડા સહન ન થતા અંતે હિતેશે લાયન્સનગર સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસ શરૂ આ ઘટનાની જાણ થતા જ મોરબી સિટી બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ અને પ્રેમિકાના વિરહમાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે, પરંતુ પોલીસ અન્ય પાસાઓ પર પણ તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Morbi News : ઝઘડાની અદાવતમાં બાળકનો ભોગ લેવાયો, ટંકારામાં નરાધમ પાડોશીએ માનવતાની હદ વટાવી

Read Full Story arrow_forward