android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: પ્રોહિબિશન ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી ઝડપાયો
calendar_today January 4, 2026

Panchmahal: પ્રોહિબિશન ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી ઝડપાયો

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત SOG પોલીસને મોટી સફળતા મળી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના (પ્રોહિબિશન) ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને વતનમાંથી દબોચી લેવામાં આવ્યો છે.પોલીસની વ્યૂહરચના અને ડ્રાઈવપંચમહાલ-ગોધરા રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અમલીકરણ માટે SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા.બાતમીના આધારે સફળ ઓપરેશનSOG સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિરેનકુમાર કિરણસિંહને એક ચોક્કસ બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનાનો ફરાર આરોપી હસમુખ હિંમતભાઈ બારીયા હાલ પોતાના વતનમાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલ અને તેમની ટીમે થાણાગર્જન ખાતે ઓચિંતું છાપું મારી વોચ ગોઠવી હતી. પોલીસની આ વ્યૂહરચનામાં આરોપી હસમુખ બારીયા આબાદ ઝડપાઈ ગયો હતો.આ પણ વાંચો: આઝાદી પછીની મોટી સમસ્યાનો અંત, ચાંચબંદરથી વિક્ટર પોર્ટ વચ્ચે 80 કરોડના ખર્ચે દરિયાઈ પુલનું ખાતમુહૂર્ત

Read Full Story arrow_forward
Surat News: કતારગામ-અમરોલી બ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ
calendar_today January 4, 2026

Surat News: કતારગામ-અમરોલી બ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ

'બ્રિજ સિટી' તરીકે ઓળખાતા સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વધુ એક મહત્વનો બ્રિજ ટૂંક સમયમાં લોકાર્પણ માટે તૈયાર છે. કતારગામના ગજેરા સર્કલ પાસે થતા ભારે ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે નિર્મિત કતારગામ-અમરોલી બ્રિજનો એક તરફનો ભાગ આગામી થોડા દિવસોમાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.મેયરની મુલાકાત અને કામગીરીનું નિરીક્ષણ આજ રોજ સુરતના મેયર દક્ષેશ માવાણીએ બ્રિજની મુલાકાત લીધી હતી. તેમણે બ્રિજની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને નિર્ધારિત સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકો અને બ્રિજ નિર્માણ સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરો સાથે પણ ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા પણ મેયરે આ કામગીરીની મુલાકાત લીધી હતી અને ઢીલી કામગીરી બદલ અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો. ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ કતારગામ ગજેરા સર્કલ વિસ્તારમાં સવાર-સાંજ ટ્રાફિકની ગંભીર સમસ્યા રહેતી હોય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આશરે બે વર્ષ પહેલાં આ બ્રિજનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં કતારગામથી અમરોલી તરફ જવાનો એક સાઈડનો બ્રિજ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. જોકે, અમરોલીથી કતારગામ આવતા બ્રિજનું કામ પૂર્ણ થતા હજુ અંદાજે 6 મહિના જેટલો સમય લાગી શકે તેમ છે. લોકોને મોટી રાહત બ્રિજનો એક ભાગ ખુલ્લો થવાથી હજારો વાહનચાલકોને ગજેરા સર્કલ પરના ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. ટૂંક સમયમાં જ આ બ્રિજનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે, જેનાથી અમરોલી અને કતારગામ વચ્ચેની અવરજવર વધુ સરળ અને ઝડપી બનશે. આ પણ વાંચો - Surat News: પત્નીના આડા સંબંધોએ લીધો પતિનો જીવ

Read Full Story arrow_forward
India : ઇન્દોરમાં ફક્ત એક જ નહીં પરંતુ અનેક ભગીરથપુરા... દરરોજ કાળું, ગંદુ અને પ્રદૂષિત પીવાનું પાણી
calendar_today January 4, 2026

India : ઇન્દોરમાં ફક્ત એક જ નહીં પરંતુ અનેક ભગીરથપુરા... દરરોજ કાળું, ગંદુ અને પ્રદૂષિત પીવાનું પાણી

મધ્યપ્રદેશનું ગૌરવ ગણાતું ઇન્દોર શહેર હાલ એક ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ભગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી થયેલા મૃત્યુ પછી આ મુદ્દો હેડલાઇન્સમાં આવ્યો છે, પરંતુ હકીકતમાં ભગીરથપુરા એકમાત્ર વિસ્તાર નથી. ઇન્દોરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. આ વિસ્તારોમાં પણ પાણીની સમસ્યા ગુલઝાર કોલોની, પીપલિયારાવ સહિત ઘણા વિસ્તારોમાં નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ આ પાણી કાળું, દુર્ગંધયુક્ત અને સંપૂર્ણપણે પ્રદૂષિત હોવાનું સ્થાનિક રહેવાસીઓ કહે છે. દરરોજ સવારે લગભગ 8 વાગ્યે આવતું આ પાણી પીવા લાયક તો દૂર, વપરાશ લાયક પણ નથી. તેમ છતાં લોકો પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી એ જ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોએ અનેક વખત કરી ફરિયાદ સ્થાનિક લોકોએ અનેક વખત કાઉન્સિલર, ધારાસભ્ય અને મંત્રી સુધી ફરિયાદ કરી છે, પરંતુ આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં દરરોજ પેટના રોગો, તાવ, ઉલ્ટી, ડાયરીયા જેવી ઘરગથ્થુ બીમારીઓ વધી રહી છે. આ સમસ્યા હવે માત્ર અસુવિધા નહીં પરંતુ જીવલેણ બની રહી છે. સરકારના મંત્રીની સ્પષ્ટા  ભારત સરકારના પીવાના પાણી મંત્રાલયના નોડલ અધિકારી સુધીન્દ્ર મોહન શર્માએ પણ સ્પષ્ટ કહ્યું કે જો આવું પાણી લાંબા સમય સુધી પીવામાં આવે તો લોકો ગંભીર રીતે બીમાર પડી શકે છે અને મૃત્યુનો જોખમ પણ વધી શકે છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો “સ્વચ્છ શહેર”ની ઓળખ ધરાવતું ઇન્દોર ભવિષ્યમાં ગંભીર આરોગ્ય સંકટનું કેન્દ્ર બની શકે છે. આ પણ વાંચો : VIDEO: ત્રિશૂર રેલ્વે સ્ટેશન પર મોટી આગ, 200 વાહનો બળીને ખાખ

Read Full Story arrow_forward