android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav Tharad : આપણે સિંહોના દાંત ગણવા વાળા ઠાકોર સમાજ છીએ, આજનો દિવસ કસોટીનો છે : ધારાસભ્ય લવિંગજી ઠાકોર
calendar_today January 4, 2026

Vav Tharad : આપણે સિંહોના દાંત ગણવા વાળા ઠાકોર સમાજ છીએ, આજનો દિવસ કસોટીનો છે : ધારાસભ્ય લવિંગજી ઠાકોર

બનાસકાંઠામાં વાવ થરાદના ઓગડ ખાતે ઠાકોર સમાજનું મહા સંમેલન યોજાયું છે. જેમાં 16 મુદ્દાના બંધારણની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાંસદ ગેની બહેન સહિતના આગેવાનો જોડાયા હતાં. આ સંમેલનમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે નિવેદન આપતાં કહ્યું હતું કે, હું કાયમ કહેતો કે જય એટલે વિજય. આજનો દિવસ આપણી કસોટીનો દિવસ છે. સિંહના દાંત ગણવા વાળા આપણે ઠાકોર સમાજ છીએ. હું ગામડામાં ગયો તો કહેવાયું કે તમે આગેવાનો બંધારણ પાળજો. એટલે તમે દેખાડામાં ના પડતા બંધારણ પાળજો નહીં તો સદારામ બાપા છે. હવે શિક્ષણનો પ્યાલો પીવાની જરૂર છે આ મહા સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાન કેશાજી ઠાકોરે કહ્યું હતુ કે, લાભ પાંચમે વાત મુકી હતી આજે નવા બંધારણનું વિમોચન થયું છે. ગાંધીજીએ જે રીતે સંકલ્પ કર્યો હતો તે જ રીતે આપણે સંકલ્પબદ્ધ બનવાનું છે. આ સમાજના શક્તિશાળી બનાવવાનો છે. કોઈનો ઓશિયાળો ના બને તેવો શક્તિશાળી સમાજ બનાવવાનો છે. જ્યારે અમૃતજી ઠાકોરે કહ્યું હતું કે, આજે ઈતિહાસના પાના લખાશે. બંધારણ માટે સામે બેઠા એ તો રેડી છે. સમાજના 14 મુદ્દાના બંધારણનો અમલ આજથી જ નક્કી કરો. હું મારા ઘરેથી પાલન કરીશ પછી પાડોશીને કહેવા જઈશ. હવે શિક્ષણનો પ્યાલો પીવાની જરૂર છે. બંધારણનો ભંગ કરનાર સમાજનો દેશદ્રોહી ગણાશે આ મહા સંમેલનમાં કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યુ હતું કે, બંધારણનો ભંગ કરનાર સમાજનો દેશદ્રોહી ગણાશે. બે લાખ લોકોની સહમતીથી આ બંધારણ બન્યું છે. સમાજની દીકરી હોવાના નાતે ગંભીરતાથી વાત કરુ છું. વ્યસન મુક્તિ માટે સાધુ સંતો આગળ આવે. સમાજમા નાની ઉંમરે દીકરીઓ વિધવા થઈ રહી છે. હું ખોળો પાથરીને ભીખ માગુ છું સમાજમાંતી બદીઓ ભાંગો. સદારામધામ માટે હું 1 વીઘા જમીન આપીશ મારી સમાજ પાસે માંગણી છે સદરામધામ બનવું જોઈએ. સદારામના નામે આપણો સમાજ ભેગો થવો જોઈએ. માથાદીઠ રૂ.100 રૂપિયા આપે તો કરોડો રૂપિયા આવે.સદારામધામ માટે હું 1 વીઘા જમીન આપીશ. નવું બંધારણ ઠાકોર સમાજને મદદરૂપ થશે. નવા નિયમોથી સમાજના ખર્ચા ઘટશે. અમે પ્રેમલગ્નના વિરોધી નથી.પ્રેમલગ્નના નામે વર્ગવિગ્રહ રોકવો જરૂરી છે. 1998માં ભાવસીંગજીની અધ્યક્ષતામાં બંધારણ કર્યું હતું. લાભ પાંચમે સ્નેહ મિલનમાં નવા બંધારણ માટેની ચર્ચા કરાઈ હતી. આ પણ વાંચોઃ Junagadh News: વાડીમાં રમતા બાળકને સિંહણે ફાડી ખાધો

Read Full Story arrow_forward
Rajkot News: ધોરાજીના તોરણીયા પાસે ટ્રેક્ટર નદીમાં પડ્યું
calendar_today January 4, 2026

Rajkot News: ધોરાજીના તોરણીયા પાસે ટ્રેક્ટર નદીમાં પડ્યું

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. તોરણીયા અને મોટી પરબડી ગામ વચ્ચેના માર્ગ પર પશુઓનો ઘાસચારો ભરીને જઈ રહેલું એક ટ્રેક્ટર અચાનક નદીમાં ખાબકતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, "રામ રાખે તેને કોણ ચાખે" એ ઉક્તિ મુજબ આ ગંભીર અકસ્માતમાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયાથી મોટી પરબડી તરફ જતા માર્ગ પર પાલો ભરેલું એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન કોઈ અકળ કારણોસર ડ્રાઇવરે ટ્રેક્ટર પરનો કાબુ ગુમાવ્યો હતો. સ્ટેયરિંગ પરથી કાબુ ગુમ થતા ટ્રેક્ટર સીધું માર્ગ પાસે આવેલી નદીના પટમાં ખાબક્યું હતું. ટ્રેક્ટર નદીમાં પડતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. જાનહાનિ ટળી ટ્રેક્ટરમાં પાલો ભરેલો હોવાથી તેનું વજન પણ વધારે હતું, તેમ છતાં સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ડ્રાઇવર સમયસૂચકતા વાપરીને અથવા કુદરતી રીતે સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો. ટ્રેક્ટર નદીમાં પડવાના કારણે વાહનને નુકસાન થયું છે, પરંતુ માનવ જીવ બચી જતા ગ્રામજનોએ પણ હાશકારો અનુભવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. હાલમાં આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ક્રેન કે અન્ય સાધનોની મદદથી ટ્રેક્ટરને નદીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ધોરાજી પંથકમાં આ અકસ્માત ચર્ચાનો વિષય બન્યો છે. આ પણ વાંચો - Rajkot News : રાજકોટમાં બાટલી ગેંગના 14 સાગરીત સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો, DCP ક્રાઈમે કહ્યું, કાં તો ગુનાખોરી છોડી દો અથવા રાજકોટ છોડી દો

Read Full Story arrow_forward
Gandhinagar: સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડના 113 દર્દીઓ નોંધાયા, બાળકોમાં સંક્રમણ વધતા ચિંતા
calendar_today January 4, 2026

Gandhinagar: સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડના 113 દર્દીઓ નોંધાયા, બાળકોમાં સંક્રમણ વધતા ચિંતા

ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ મિતા પરીખ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના નિવેદન અનુસાર, શહેરમાં ટાઇફોઇડના કુલ દર્દીઓનો આંકડો 113 પર પહોંચી ગયો છે.ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક વધારો સિવિલ સુપ્રિટેન્ડેન્ટ મિતા પરીખે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં ટાઇફોઇડના નવા ૯ દર્દીઓ નોંધાયા છે. જોકે, રાહતના સમાચાર એ છે કે આ જ સમયગાળા દરમિયાન 19 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા (ડિસ્ચાર્જ) આપવામાં આવી છે.બાળકો અને કિશોરો સૌથી વધુ પ્રભાવિતઆ આંકડાઓમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તમામ સંક્રમિત દર્દીઓની ઉંમર 1 થી 16 વર્ષ ની વચ્ચે છે. બાળકોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હાલમાં:નાગરિકોને સાવચેતી રાખવા અપીલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં દાખલ 94 દર્દીઓને જરૂરી તમામ સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરોની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. પાણીજન્ય અને ખોરાકજન્ય રોગ હોવાથી નાગરિકોને સાવચેતી રાખવા અને ઉકાળેલું પાણી પીવા તેમજ બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો: કુદરતી આપત્તિ સામે પૂર્વતૈયારીના ભાગરૂપે દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં 'મોકડ્રીલ' યોજાઈ

Read Full Story arrow_forward