android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadમાં પત્રકાર હોવાની ઓળખ આપી વેપારી પાસેથી રૂ.65,000 પડાવનાર જયેશ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ
calendar_today January 4, 2026

Ahmedabadમાં પત્રકાર હોવાની ઓળખ આપી વેપારી પાસેથી રૂ.65,000 પડાવનાર જયેશ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પત્રકારના નામે તોડબાજી કરનાર એક શખ્સનો પર્દાફાશ થયો છે. પોલીસની ધરપકડનો ડર બતાવી બુટ-ચપ્પલના વેપારી પાસેથી હજારો રૂપિયા પડાવનાર બોગસ પત્રકાર જયેશ ઠક્કર વિરુદ્ધ દાણીલીમડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ભોગ બનનાર વેપારી દાણીલીમડા વિસ્તારમાં બુટ-ચપ્પલનો વ્યવસાય કરે છે. અગાઉ આ વેપારી પર જુગારનો એક કેસ નોંધાયો હતો.જયેશ ઠક્કર વિરુદ્ધ દાણીલીમડા પોલીસમાં ફરિયાદઆ બાબતનો ફાયદો ઉઠાવી જયેશ ઠક્કરે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી. તેણે વેપારીને ધમકી આપી હતી કે, "તારા વિરુદ્ધ પોલીસ વિભાગમાં અરજી કરવામાં આવી છે, જો તું પૈસા નહીં આપે તો તારી ધરપકડ કરાવી દઈશ." પોલીસના નામે ડરાવીને જયેશ ઠક્કરે વેપારી પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹65,000 પડાવી લીધા હતા. વારંવારની નાણાંની માંગણીથી કંટાળીને અંતે વેપારીએ હિંમત દાખવી દાણીલીમડા પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર આપવીતી જણાવી હતી.જુગારનો કેસ થયો હોવાથી ધરપકડની ધમકી આપી પોલીસે વેપારીની ફરિયાદના આધારે બોગસ પત્રકાર જયેશ ઠક્કર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પત્રકારત્વના ઓઠા હેઠળ કેટલાક અસામાજિક તત્વો વેપારીઓને નિશાન બનાવી રહ્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે આવા કોઈ પણ લેભાગુ તત્વોથી ડર્યા વગર તુરંત પોલીસનો સંપર્ક કરવો.

Read Full Story arrow_forward
Surat: લસકાણા પોલીસે ઝડપ્યું ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન, આરોપીની ધરપકડ
calendar_today January 4, 2026

Surat: લસકાણા પોલીસે ઝડપ્યું ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન, આરોપીની ધરપકડ

તાજેતરમાં નકલી પનીર સહિતના ખાદ્ય પદાર્થો સામે તંત્ર દ્વારા તવાઈ બોલાવાઈ હતી. ત્યારે સુરતમાં ભેળસેળ યુક્ત ઘીનું ગોડાઉન ઝડપાયું છે. લસકાણા પોલીસે રેડ પાડીને કાર્યવાહી કરી છે. આ ગોડાઉનમાંથી પોલીસે આરોપી અલ્પેશ સાથલિયાને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન પકડાયું સુરતમાં લસકાણા પોલીસે પીઠાભાઇના તબેલામાં ચાલી રહેલું ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપી અલ્પેશ સાથલીયાની અટકાયત કરી છે. રેડ દરમિયાન 319.54 કિલો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. સોયાબીન અને વેજીટેબલ ઓઈલ ઘીમાં મીક્સ કરવામાં આવતું હતું. આરોપી આ ઘીને છૂટકમાં વેચતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પોલીસે ભેળસેળયુક્ત ઘી બનાવવા માટેનો સર સામાન સહિત 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પુછપરછમાં પકડાયેલા આરોપીએ કહ્યું હતું કે, તે આર્થિક ફાયદા માટે સોયાબિન અને વેજિટેબલ ઓઈલ ઘીમાં મીક્સ કરતો હતો.પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Ahmedabad: એક વર્ષ જુના સોંગ ક્રેડીટની અદાવતમાં મુંબઈના સિંગર પર ગુજરાતી સિંગરનો હુમલો

Read Full Story arrow_forward
Ahmedabadના ભાડજમાં સ્મશાનના અભાવે ગ્રામજનોનો રોષ, 'સ્મશાન નહીં તો વોટ નહીં'ના લાગ્યા પોસ્ટર
calendar_today January 4, 2026

Ahmedabadના ભાડજમાં સ્મશાનના અભાવે ગ્રામજનોનો રોષ, 'સ્મશાન નહીં તો વોટ નહીં'ના લાગ્યા પોસ્ટર

અમદાવાદ શહેરના વિકસી રહેલા ભાડજ વિસ્તારમાં ગ્રામજનોએ પાયાની સુવિધાના અભાવે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ભાડજ ગામમાં વર્ષોથી સ્મશાનની સમસ્યાનો ઉકેલ ન આવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ ગામના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે ગામમાં યોગ્ય સ્મશાનની સુવિધા નથી, જેના કારણે અંતિમ સંસ્કાર વખતે ભારે હાલાકી ભોગવવી પડે છે.સ્મશાનની સમસ્યા નહીં ઉકેલાતા ગ્રામજનોમાં રોષ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર કે રાજકીય નેતાઓ દ્વારા આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ પાયાની જરૂરિયાત સંતોષવામાં તંત્રની નિષ્ફળતા સામે હવે લોકોએ મક્કમ વલણ અપનાવ્યું છે. ગામમાં ઠેર-ઠેર લાગેલા પોસ્ટરોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી સ્મશાનની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ પક્ષના ઉમેદવારને ગામમાં પ્રચાર કરવા દેવામાં આવશે નહીં અને ગ્રામજનો મતદાનથી દૂર રહેશે. સ્મશાનના અભાવનો ગ્રામજનોમાં ભારે વિરોધચૂંટણી ટાણે જ ગ્રામજનોએ આક્રમક મૂડ ધારણ કરતા રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ છે. લોકશાહીના પર્વમાં જ્યારે પાયાની સુવિધાઓ માટે બહિષ્કારની ચીમકી અપાય ત્યારે તે વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બને છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward