Vav Tharad: બંધારણનો ભંગ કરનાર સમાજનો દેશદ્રોહી ગણાશે: સાંસદ ગેનીબેન
આ મહા સંમેલનમાં કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યુ હતું કે, બંધારણનો ભંગ કરનાર સમાજનો દેશદ્રોહી ગણાશે. બે લાખ લોકોની સહમતીથી આ બંધારણ બન્યું છે. સમાજની દીકરી હોવાના નાતે ગંભીરતાથી વાત કરુ છું. વ્યસન મુક્તિ માટે સાધુ સંતો આગળ આવે. સમાજમા નાની ઉંમરે દીકરીઓ વિધવા થઈ રહી છે. હું ખોળો પાથરીને ભીખ માગુ છું સમાજમાંતી બદીઓ ભાંગો. સદારામધામ માટે હું 1 વીઘા જમીન આપીશ મારી સમાજ પાસે માંગણી છે સદરામધામ બનવું જોઈએ. સદારામના નામે આપણો સમાજ ભેગો થવો જોઈએ. માથાદીઠ રૂ.100 રૂપિયા આપે તો કરોડો રૂપિયા આવે.સદારામધામ માટે હું 1 વીઘા જમીન આપીશ. નવું બંધારણ ઠાકોર સમાજને મદદરૂપ થશે. નવા નિયમોથી સમાજના ખર્ચા ઘટશે. અમે પ્રેમલગ્નના વિરોધી નથી.પ્રેમલગ્નના નામે વર્ગવિગ્રહ રોકવો જરૂરી છે. 1998માં ભાવસીંગજીની અધ્યક્ષતામાં બંધારણ કર્યું હતું. લાભ પાંચમે સ્નેહ મિલનમાં નવા બંધારણ માટેની ચર્ચા કરાઈ હતી.
Read Full Story arrow_forward