Gold Price Today : સોનું ખરીદવાનો પ્લાન છે? વર્ષના પહેલા રવિવારે જાણો તમારા શહેરના સોનાના ભાવ
સોનાને ઘણા વર્ષોથી સૌથી સુરક્ષિત રોકાણોમાંથી એક માનવામાં આવે છે, કારણ કે મોંઘવારી અને માર્કેટમાં થતા ઉતાર-ચઢાવ દરમિયાન તે સંપત્તિને બચાવવામાં સફળ રહ્યું છે. એક કિંમતી ધાતુ તરીકે, સોનું સદીઓથી માત્ર સમૃદ્ધિનું પ્રતીક જ નથી રહ્યું, પરંતુ મૂલ્યને સંગ્રહિત રાખવાનું એક વિશ્વસનીય સાધન પણ રહ્યું છે. તેથી અનિશ્ચિત સમયમાં સુરક્ષા શોધતા રોકાણકારો માટે સોનું એક લોકપ્રિય વિકલ્પ બની ગયું છે.આ અઠવાડિયામાં સોનું અને ચાંદીની કિંમતોમાં ભારે ફેરફારસોનાની કિંમતોમાં દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળે છે. પરંતુ આ અઠવાડિયામાં સોનું અને ચાંદીની કિંમતોમાં ભારે ફેરફાર છતાં, અઠવાડિયાના છેલ્લે દિવસે એટલે કે આજે રવિવાર, 4 જાન્યુઆરીએ ઘરેલુ સર્રાફા બજારમાં સોનાં-ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, ગઈકાલે શનિવારે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે સાપ્તાહિક રજા હોવાને કારણે ઘરેલુ વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ટ્રેડિંગ બંધ છેમોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)શહેર24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ1,35,8701,24,550રાજકોટ1,35,8701,24,550સુરત1,35,8701,24,550વડોદરા1,35,8701,24,550દિલ્હી1,35,9701,24,650મુંબઈ1,35,8201,24,550કોલકાતા1,35,8201,24,550મિસ્ડ કોલથી જાણો સોનાની હાલની કિંમત22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રીટેલ દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયમાં તમને SMS દ્વારા તાજેતરના દર મળવાની વ્યવસ્થા છે. સતત અપડેટ્સ અને વધુ માહિતી માટે, તમે IBJA વેબસાઇટ અથવા IBJA Rates પ્લેટફોર્મ પર મુલાકાત લઈ શકો છો. Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.આ પણ વાંચો- Bollywood Star : ક્યારેક માત્ર ₹500 કમાતો હતો આ એક્ટર! આજે 300 કરોડની સંપત્તિનો બેતાજ બાદશાહ!
Read Full Story arrow_forward