android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News: સગાઈ તૂટવાનો ખાર રાખી પૂર્વ મંગેતરનો યુવતી પર જીવલેણ હુમલો
calendar_today January 3, 2026

Bhavnagar News: સગાઈ તૂટવાનો ખાર રાખી પૂર્વ મંગેતરનો યુવતી પર જીવલેણ હુમલો

ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સગાઈ તૂટી જવાની અદાવત રાખીને એક શખ્સે તેની પૂર્વ મંગેતર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર યુવતીની સગાઈ આરોપી શખ્સ સાથે એક વર્ષ પહેલાં થઈ હતી. જોકે, કોઈ કારણોસર માત્ર 5 દિવસ પહેલા જ આ સગાઈ તોડી નાખવામાં આવી હતી. સગાઈ તૂટી જવાનો ખાર રાખીને ઉશ્કેરાયેલા પૂર્વ ભાવિ પતિએ યુવતી પર હુમલો કરી તેને છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા.યુવતીની માતાએ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદહુમલાના અવાજને પગલે આસપાસના લોકો દોડી આવતા હુમલાખોર નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે લોહીલુહાણ થયેલી યુવતીને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ મામલે યુવતીની માતાએ ઘોઘારોડ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પારિવારિક તકરાર અને આવેશમાં આવીને કરવામાં આવતા આવા હુમલાઓને કારણે સમાજમાં સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat News: મોટા વરાછામાં પાટીદારોનું ભવ્ય શક્તિ પ્રદર્શન, એક જ મંચ પર જોવા મળ્યા મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ
calendar_today January 3, 2026

Surat News: મોટા વરાછામાં પાટીદારોનું ભવ્ય શક્તિ પ્રદર્શન, એક જ મંચ પર જોવા મળ્યા મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ

સુરતના મોટા વરાછા ખાતે 'સમસ્ત લેઉવા પાટીદાર સમાજ' દ્વારા એક ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ અને શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં 20 હજારથી વધુ લોકોની જનમેદની ઉમટી પડી હતી.દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મનસુખ માંડવીયા સહિત રાજ્યના અનેક મંત્રીઓએ હાજરી આપી હતી. એક જ મંચ પર રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને લોકસાહિત્યના કલાકારો જોવા મળ્યા હતા. સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર પ્રશાંત કોરાટ અને અંજુબેન વેકરીયાનું પણ અહીં વિશેષ સન્માન કરાયું હતું. મુખ્ય સંબોધનોની ઝલકમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: તેમણે જણાવ્યું કે એકતા અને સંગઠન એ પાટીદાર સમાજની સૌથી મોટી શક્તિ છે. પાટીદારોએ વ્યવસાયિક ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક ઓળખ અપાવી છે. સી.આર. પાટીલ: તેમણે મનરેગા યોજનાની રકમ 31 માર્ચ પહેલા વાપરવા કલેક્ટરોને સૂચના આપવા વિનંતી કરી હતી અને જણાવ્યું કે 31 માર્ચ બાદ મનરેગાનું નામ બદલાઈ જશે. હર્ષ સંઘવી: તેમણે ભાજપ અને પાટીદાર સમાજને એક સિક્કાની બે બાજુ ગણાવ્યા હતા અને સીરામીક ઉદ્યોગ માટે ગેસના ભાવ ઘટાડવાનો ઉલ્લેખ કર્યો હતો. સામાજિક એકતા અને રાજકીય પ્રભુત્વના દર્શનજીતુ વાઘાણી: તેમણે રાજ્યમાં 'ભૂપેન્દ્ર દાદાના બુલડોઝર' અને ખેડૂતો માટેના 10 હજાર કરોડના પેકેજની વાત કરી હતી. કૌશિક વેકરીયા: તેમણે યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને સમાજસેવા કરવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમે પાટીદાર સમાજની સામાજિક એકતા અને રાજકીય પ્રભુત્વના દર્શન કરાવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana News: ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણીમાં મોટો ઉલટફેર; વિકાસ પેનલના 6 ઉમેદવારોના ફોર્મ રદ
calendar_today January 3, 2026

Mehsana News: ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણીમાં મોટો ઉલટફેર; વિકાસ પેનલના 6 ઉમેદવારોના ફોર્મ રદ

ખેરાલુ નાગરિક બેંકની આવતીકાલે યોજાનારી ચૂંટણી પહેલા જ ભારે હડકંપ મચી ગયો છે. મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા વિકાસ પેનલના 6 જેટલા ઉમેદવારોના ફોર્મ રદ કરવાનો આદેશ આપતા ચૂંટણીના સમીકરણો બદલાયા છે. આ ઘટનાને પગલે બેંકના ચૂંટણી અધિકારી અને સમગ્ર વહીવટી તંત્ર મુંઝવણમાં મુકાયું છે. બેંકમાં વિકાસ પેનલના 11 અને પરિવર્તન પેનલના 9 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો હતો. જોકે, ડિરેક્ટરોના દસ વર્ષના સત્તા મુદત અને અન્ય ટેકનિકલ કારણોસર બોર્ડ ઓફ નોમિનીઝમાં અરજી કરવામાં આવી હતી.બેંકની ચૂંટણી પહેલા વિકાસ પેનલના 6 ફોર્મ રદદશરથભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખીને કોર્ટે વિકાસ પેનલના રમિલાબેન દેસાઈ, હસમુખભાઈ પટેલ, ગોવિંદભાઈ કે. સથવારા, ગોવિંદભાઈ બી. સથવારા, જશુભાઈ પ્રજાપતિ અને નારીભાઈ સીધીની ઉમેદવારી રદ ઠેરવી છે. નોંધનીય છે કે હસમુખભાઈ પટેલ પાસે વધુ મતદારોનું સમર્થન હોવા છતાં ટેકનિકલ કારણોસર તેમનું ફોર્મ રદ થયું છે. આ આદેશ બાદ પરિવર્તન પેનલના આગેવાનો હેમંતભાઈ શુક્લ અને ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ બેંક ખાતે પહોંચ્યા હતા અને અગાઉ છપાયેલા બેલેટ પેપર રદ કરવાની માંગ કરી હતી. નવીન બેલેટ પેપર છાપવા વિકાસ પેનલે કરી માંગબીજી તરફ, વિકાસ પેનલે પણ નવા બેલેટ પેપર છાપવા રજૂઆત કરી છે. ચૂંટણી અધિકારી ભવાનભાઈ પટેલે કાયદાકીય ગૂંચ ઉકેલવા બેંકના વકીલ બી.જે. બારોટની સલાહ લીધી છે. આવતીકાલે સવારે ચૂંટણી યોજાવાની હોવાથી, આટલા ટૂંકા સમયમાં નવા બેલેટ પેપર છાપવા અને પ્રક્રિયા પૂર્ણ કરવી એ તંત્ર માટે મોટો પડકાર બની ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward