Bharuch:ભજન - કીર્તન થકી મનુષ્યના મનની શુદ્ધિ થાય છે :પૂ.શાસ્ત્રીજી
જંબુસરના ઉચ્છદ ગામે શ્રી કબીર મંદિરના મહંત શ્રી ચંદનદાસ મહારાજ તથા સમસ્ત ગ્રામજનોના સહયોગથી આયોજિત શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો ભવ્ય પ્રારંભ આજથી કરાયો હતો.આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત તા.10 સુધી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવાશે. પૂ.શાસ્ત્રી કાર્તિકકુમાર વ્યાસ (ચાવજ) વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે. જ્ઞાનયજ્ઞના પ્રારંભે પોથીયાત્રા યોજાઈ હતી. મુખ્ય યજમાન તરીકે ભારતસિંહ ઉદેસિંહ પઢિયાર તથા પોથી યજમાન તરીકે મહિજીભાઈ ધુળાભાઈ ગોહિલ પરિવાર દ્વારા યજ્ઞસેવા બજાવાઈ રહી છે. પ્રથમ દિવસે પૂ.શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, ભજન-કીર્તન થકી મનની શુદ્ધિ થાય છે અને ભગવાનનો સાચો આશ્રાય પ્રાપ્ત થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward