android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara:શિનોર રાણાવાસમાં પોષી પૂર્ણિમાએ મા અંબાજીનો જન્મદિન ઉજવાયો
calendar_today January 3, 2026

Vadodara:શિનોર રાણાવાસમાં પોષી પૂર્ણિમાએ મા અંબાજીનો જન્મદિન ઉજવાયો

શિનોર રાણાવાસ સ્થિત અંબાજી મંદિરે મા અંબાના પ્રાગટય દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. મા અંબાની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા બાદ મા અંબાની મહાઆરતી અને બાળાઓ પાસે કેક કપાવી હતી. જે પ્રસંગે ગામના મોભી આગેવાનો ગ્રામજનો અને માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.શિનોર નર્મદા કિનારે રાણાવાસ સ્થિત અંબાજી મંદિરને રાણાવાસના યુવાનો દ્વારા ગઈ કાલથી મા અંબાના જન્મદિનની ઉજવણી માટે મંદિરને ધજાપતાકા અને ફુગ્ગાથી સજાવાયું હતું. આજે પોષી પૂનમ મા અંબાનો પ્રાગટય દિવસ હોય સવારથી માના દર્શન માટે માઈ ભક્તો ઊમટી પડયાં હતા. રાણાવાસના યુવાનો દ્વારા સવારે 10 કલાકે મા અંબાની પ્રતિમા લઇ ડીજે પર માં અંબાની સ્તુતિ, ભજનો સાથે સાથે આતશબાજી સાથે શોભાયાત્રા નીકળી હતી. જેમાં ગામના માઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા રાણાવાસ મંદિરેથી નીકળી મેનબજાર થઇ બસ સ્ટેન્ડ રણછોડજી મંદિર પાસેથી 12 વાગે પરત આવી હતી. ત્યારબાદ મહાઆરતીનુ આયોજન હોય ગામના આગેવાન સચિન પટેલ, ઉપસરપંચ નિતિન ખત્રી સહીત ગામના આગેવાનો, મહિલાઓ અને માઈ ભક્તો ઉપસ્થિત રહી માના દર્શન અને મહાઆરતી અને પ્રસાદનો લાભ લીધો હતો. જે બાદ બાળાઓ અને ગામ આગેવાનો દ્વારા કેક કાપતા જ હેપી બર્થડે મા અંબાથી વાત્તાવારણ ગુંજી ઉઠયું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch:FDDI અંકલેશ્વર અને કેવીઆઈસી દ્વારા કુશળતા વિકાસ તાલીમ યોજાઈ
calendar_today January 3, 2026

Bharuch:FDDI અંકલેશ્વર અને કેવીઆઈસી દ્વારા કુશળતા વિકાસ તાલીમ યોજાઈ

ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ (એફ્ડીડીઆઈ), અંકલેશ્વરે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ના સહયોગથી ચામડાના ફૂટવેર રિપેરિંગ વિષય પર 25 દિવસીય કુશળતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 30 સ્થાનિક કારીગરોએ ભાગ લીધો હતો, જેનો હેતુ તેમની રોજગાર ક્ષમતા વધારવો અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો હતો.કાર્યક્રમનો સમાપન શુક્રવારે તા.2 જાન્યુઆરીના રોજ યોજાયેલ પ્રમાણપત્ર અને મશીન વિતરણ સમારોહ સાથે થયો. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જય તેરૈયા, પ્રમુખ, ભાજપ અંકલેશ્વર નોટિફાઇડ એરિયા (જી.આઈ.ડી.સી.), વિશેષ અતિથિ તરીકે મનીષ ટંડેલ, મહાસચિવ, ભાજપ અંકલેશ્વર નોટિફાઇડ એરિયા, લલિત પ્રકાશ જાંગરા, કાર્યકારી નિયામક, એફ્ડીડીઆઈ ઉપસ્થિત રહ્યા હતાં. સમારોહ દરમિયાન તાલીમ પૂર્ણ કરનાર તમામ કારીગરોને પ્રમાણપત્રો તેમજ સ્વરોજગાર અને ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવા જરૂરી મશીનોનું વિતરણ કરાયું હતું. ઉપસ્થિત મહેમાનોએ એફ્ડીડીઆઈ અને કેવીઆઈસીના સંયુક્ત પ્રયત્નોની પ્રશંસા કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod:તાપમાન 13 ડિગ્રી સુધી ગગડતાં શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાયા
calendar_today January 3, 2026

Dahod:તાપમાન 13 ડિગ્રી સુધી ગગડતાં શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાયા

દાહોદ શહેરમાં કડકડતી ઠંડીએ પકડ જમાવી છે. શનિવારે સવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. વહેલી સવારે તમામ વિસ્તારો તેમજ ખાસ કરીને હાઇવે ગાઢ ધુમ્મસ થી ઢંકાઈ ગયા હતા. જેને પગલે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડયો હતો. તેવા સમયે આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડવાનો વર્તારો હોવાનું જાણવા મળ્યુ છે.દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનુ જોર વધ્યુ છે, ત્યારે છેલ્લા બે ત્રણ વર્ષમાં આ વખતનો શિયાળો સરખામણીએ વધારે થથરાવી રહ્યો છે..આ અગાઉ લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. રાત્રી દરમિયાન તાપમાનનો પારો સતત ગગડયો હતો અને વહેલી સવારે તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. ઠંડીની તીવ્ર અનુભૂતિ સાથે જાગ્યા હતા. આજે તાપમાનનો પારો ગગડીને 13 ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચો રહ્યો હતો. વહેલી સવારે જ્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા, ત્યારે તાપમાનનો આંકડો 13 ડિગ્રીની સપાટીએ પહોંચ્યો હતો. આ ઘટાડાએ સમગ્ર શહેરમાં શીત લહેર જેવી અસર પેદા કરી હતી. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનું જોર ખૂબ વધારે રહે છે, જેના કારણે લોકો ગરમ વસ્ત્રો, સ્વેટર, જેકેટ અને શાલમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર સવારના સમયે ઓછી અવરજવર જોવા મળી હતી. મોર્નિંગ વોક તેમજ ચાની કીટલીઓ અને ગરમ નાસ્તાની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી. દાહોદના ગરમ વસ્ત્ર્રોના બજારોમાં ભારે તેજી પણ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ આજરોજ વહેલી સવારે ગાઢ ધુમ્મસને પગલે અહલાદક વાતાવરણના દ્રશ્યો પણ સર્જાયા હતા. સમી સાંજથી મોડી રાત સુધી સોસાયટી શેરીઓમાં સામુહિક તાંપણાના જમાવડા જોવા મળે છે ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડીને વધુ નીચે પહોંચવાની સત્તાવાર આગાહી હોવાનું જાણવા મળ્યુ છે. આમ આ આગાહી પ્રમાણે આ દિવસો દરમિયાન જીલ્લાની જનતા કડકડતી ઠંડીમાં ઠૂંઠવાશે તેમ લાગી રહ્યુ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward