android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: શહેરકોટડામાં ત્રણ લાખની લેતી-દેતીમાં બે પક્ષોની આમને-સામને લાકડીઓ ઊઠી
calendar_today January 2, 2026

Ahmedabad: શહેરકોટડામાં ત્રણ લાખની લેતી-દેતીમાં બે પક્ષોની આમને-સામને લાકડીઓ ઊઠી

શહેરકોટડામાં બે પક્ષો રૂ. 3 લાખની લેતી-દેતીમાં સમાધાન માટે ભેગા થયા હતા. બંને પક્ષો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લાકડી, તલવાર, છરી વડે આમને-સામને હુમલો કર્યો હતો. શહેર કોટડા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોધીને તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસે હત્યાના પ્રયાસની પણ કલમ નોધી છે.સરસપુરમાં રહેતા છનાભાઇ પટણી નિવૃત જીવન ગુજારે છે. જેમાં પહેલા તે લગ્નપ્રસંગમાં ઘોડાબગી ચલાવવાનો ધંધો કરતા હતા. તેમનો પૌત્ર તુષાર નિકોલમાં રહેતા સચીન પટણી જે ડીજેનું કામ કરતો હતો તેની સાથે ઘોડાબગીનો ધંધો શરૂ કર્યો હતો. તુષારે સચીન પાસેથી રૂ. 3 લાખ ઉછીના લીધા હતા. જોકે, બાદમાં બંને વચ્ચે ધંધામાં તકરાર થતાં અલગ થઇ ગયા હતા. જેથી સચીને પૈસાની માગણી કરતા તુષારે નાણાં આપવાની ના પાડતા સચિન તેની ઘોડાબગી અને બાઇક લઇ ગયો હતો. જેથી ઘોડાબગી અને બાઇક પરત લાવવા અને રૂપિયા ચુકવવાની બાબતે સમાધાન માટે ગત 31 ડિસેમ્બરે બંને પક્ષના લોકો ભેગા થયા હતા. ત્યારે સચીન, સુજલ, રાહુલ, સાગર સહિતના લોકોએ આવીને પૈસા આપવાના નથી તમને બધાને પતાવી દેવાના છે તેમ કહીને સંજય અને તેના સંબંધી પર તલવાર અને છરીથી હુમલો કરીને હત્યાનોપ્રયાસ કર્યો હતો. આ અંગે છનાભાઇએ ચારેય શખ્સો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે. બીજી તરફ્ સચીને પણ તુષાર, સાહિલ, સંજય અને અનિલ સામે પૈસા આપવાની મનાઇ કરીને લાકડીથી માર માર્યો હોવાની પણ ફરિયાદ નોંધાવી છે. શહેર કોટડા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોધીને તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: શ્રીમદ્ સ્કૂલ ઓફ એજ્યુકેશનના ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની યોજાઈ, બીએપીએસના સંતના હસ્તે ઉદ્દઘાટન
calendar_today January 2, 2026

Ahmedabad: શ્રીમદ્ સ્કૂલ ઓફ એજ્યુકેશનના ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની યોજાઈ, બીએપીએસના સંતના હસ્તે ઉદ્દઘાટન

શ્રીમદ્ સ્કૂલ ઓફ એજ્યુકેશન ખાતે 27 ડિસેમ્બર શનિવારના રોજ શાળાનો ઓપનિંગ પ્રોગ્રામ યોજાયો, જેનું ઓપનિંગ બીએપીએસના સંત અપૂર્વ મુનિ સ્વામીના હાથે કરવામાં આવ્યું અને સ્વામી દ્વારા વિદ્યાર્થીના ચારિત્ર ઘડતર માટે શાળાનો અભિગમ અને જીવન ઉપયોગી ઘણી વાતો કરી સાથે સાથે રાજકીય મહાનુભાવો અને સમાજના અગ્રણીઓ આ સમગ્ર પ્રોગ્રામમાં હાજરી આપી. અંદાજે છ થી સાત હજાર જેટલા વ્યક્તિઓએ આ પ્રોગ્રામનો લાભ લીધો.ઈન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન : શાળાના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક પ્રદર્શનની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષે ત્રણ ત્રણ વર્લ્ડ રેકોર્ડ સર્જી ( ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ)માં ગણિત અને સંસ્કૃત વિષય પર કરવામાં આવ્યો. શોર્ટ ફિલ્મ : વિદ્યાર્થીઓ દ્વારા અભિનીત કરેલી શોર્ટ ફિલ્મ પનિશમેન્ટ રજૂ કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ ફિલ્મ કેવી રીતે બને છે, તે સમગ્ર બાબત સમજી અને સમાજને સારો મેસેજ તેના દ્વારા આપવામાં આવ્યો. આ ઉપરાંત શાળા દ્વારા નાના બાળકો રમી શકે તેને માટે જમ્પિંગ, કમ્પોડિંગ, પોર્ટર, હોર્સ રાઇડિંગ જેવી લાઈવ એક્ટિવિટી રાખવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો તેમ સ્કૂલના ચેરમેન ગોગનભાઈ સગરે જણાવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: દૂધેશ્વર સ્મશાનની દયનીય હાલત, તંત્રની ઘોર બેદરકારી
calendar_today January 2, 2026

Ahmedabad: દૂધેશ્વર સ્મશાનની દયનીય હાલત, તંત્રની ઘોર બેદરકારી

શહેરમાં સ્મશાનગૃહોની જાળવણી બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.ઓઢવ અને બાપુનગરના સ્મશાન બાદ હવે શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક અને અતિ મહત્વના એવા દૂધેશ્વર સ્મશાનગૃહમાં પણ સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. અહીં અંતિમ સંસ્કાર માટે આવતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગ્નિદાહ આપવામાં મુશ્કેલી પડી રહી છે, જેમાં દૂધેશ્વર સ્મશાનગૃહમાં લાકડાં પર અંતિમ સંસ્કાર કરવા માટેની લોખંડની ભઠ્ઠીઓ હાલ અત્યંત બિસ્માર અને તૂટેલી હાલતમાં છે. ભઠ્ઠીના સળિયા અને એન્ગલો સડી ગયા હોવાથી મૃતદેહને યોગ્ય રીતે રાખવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શબ મૂકવા માટે પણ કોઈ ચોક્કસ કે સુરક્ષિત વ્યવસ્થા રહી નથી, જેના કારણે શોકમગ્ન પરિવારોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. પૂર્વ અને મધ્ય વિસ્તારના લોકો મોટાભાગે આ સ્મશાનનો ઉપયોગ કરે છે. આ સ્મશાનમાં લાકડાં પર અગ્નિદાહ આપતી વખતે ભઠ્ઠી તૂટેલી હોવાથી જોખમ રહે છે. તેમજ શબને સન્માનપૂર્વક મૂકવા માટેના પ્લેટફેર્મ પણ જર્જરિત થયા છે. આ ઉપરાત પ્રાથમિક સુવિધાનો અભાવ રહેલો છે જેમાં પીવાના પાણી, બેસવાની વ્યવસ્થા અને સફઈ બાબતે સ્મશાનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા વર્ષોથી રિનોવેશન માટે માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ મળી રહ્યું છે.અંતિમ સમયે પણ માણસને શાંતિ અને સન્માન ન મળે તે દુઃખદ છે. તંત્ર માત્ર કાગળ પર જ સ્માર્ટ સિટીની વાતો કરે છે, વાસ્તવિકતામાં સ્મશાન જેવી પવિત્ર જગ્યાની પણ જાળવણી થતી નથી. શું મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવો પ્રશ્ન હવે જનતા પૂછી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward