Vadodara:વાઘોડિયામાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર ઝડપાયો
વાઘોડિયા ટાઉન વિસ્તારમા 15 વર્ષ અને પાંચ મહિનાની સગીરા પર યુવકે દુષ્કર્મ ગુજાર્યાની પરિવારે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં અટકાયત કરી હતી. ગત તા.29 ડિસેમ્બર-25ના મધરાતે કિશન રમણ દેવીપુજક રહે. નાની દમણ કોલેજ ફ્ળીયુ, દુણેઠા, દમણ મૂળ, રહે સાધલી તા.શિનોર જી. વડોદરા) વાઘોડિયા ખાતે બર્થડે પાર્ટીમા આવ્યા હતા. ઉત્તરાયણ આવતી હોવાથી રેલ (દોરો) રંગવા રાતે રોકાયો હતો.મધરાતે આરોપીએ અંધારાનો લાભ લઇ નિંદરમાં સૂતેલી 15 વર્ષ 5 મહિનાની સગીરાનું મોઢું દબાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતું. દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા ઉદાસ રહેવા લાગતા પરીવારે પુછપરછ કરતા સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના માતાને કહેતા માતાએ પરીવાર સાથે વાતચીત કરી અંતે ભોગ બનનાર સગીરા સાથે વાઘોડિયા પોલીસ મથકે પહોંચી કિશન દેવીપુંજક સામે ફરીયાદ નોંધાવી હતી. જે બાદ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ગણતરીના કલાકોમા આ ઈસમની પોસ્કો અને દુષ્કર્મના ગુનામા અટકાયત કરી છે. પોલીસે સગીરા તેમજ આ ઈસમનું મેડિકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward