Patan: શિહોરી રોડ પર ઓવરલોડ રેતી ભરેલા ત્રણ ડમ્પરો સામે ખાણખનીજ વિભાગની કાર્યવાહી
પાટણ-શિહોરી હાઈવે રોડ પર ખાણખનીજ વિભાગ દ્વારા ઓવરલોડ રેતીના ગેરકાયદેસર પરિવહન સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સમાલપાટી વિસ્તારમાં ખાણખનીજ વિભાગની ટીમે ઓવરલોડ રેતી ભરેલા ત્રણ ડમ્પરોને ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ, પાટણ ખાણખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝર અશોક ચૌધરી તથા વિષ્ણુજી ઠાકોર દ્વારા શિહોરી-પાટણ હાઈવે પરથી પસાર થતા ડમ્પરોને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડમ્પર નં. GJ-24-753, ASO-20C-6704 અને DD-02-9934 ને વજન કાંટા પર તોલવામાં આવ્યા હતા. વજન કાંટા ઉપર તપાસ કરતાં ત્રણેય ડમ્પરોમાં નિર્ધારિત મર્યાદાથી વધુ રેતી ભરેલી હોવાનું સામે આવતાં અંદાજે સવા બે લાખ રૂપિયાનો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો. ખાણખનીજ વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન તથા ઓવરલોડ વાહનચાલકોમાં હડકંપ મચી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward