android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli: દારૂ પીને ઝઘડો કરતા સગા પુત્રની હત્યા કરીને પિતાએ લાશ દાટી દીધી
calendar_today January 2, 2026

Amreli: દારૂ પીને ઝઘડો કરતા સગા પુત્રની હત્યા કરીને પિતાએ લાશ દાટી દીધી

ધારીના ભાડેર ગામમાં મહિના પહેલાં પિતાએ સગા પુત્રની હત્યા કરીને લાશને જમીનમાં દાટી દઈ પુરાવાનો નાશ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે..ધારી પોલીસે જણાવ્યું કે, ભાડેર ગામે સીમમાં વશરામભાઈ સેંજલિયાની વાડીમાં કોઈનું શબ દાટેલું હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસ વિભાગની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ પર ખોદકામ કરાતા અંદરથી દાટી દેવામાં આવેલું માનવ કંકાલ મળી આવ્યું હતું. માનવ કંકાલના અવશેષોને ભાવનગર ફોરેન્સિક લેબમાં મોકલાયા હતા. ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. ધારીના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે જ ફરિયાદી બનીને નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી વશરામ શામજીભાઇ સેજલીયા રહે. ભાડેર અને મૃતક હીતેષભાઇ (ઉ.વ.30) એ બન્ને સગા પિતા પુત્ર છે. ગત તા. તા.24/11ના રાત્રે 9:00 વાગ્યે ભાડેર ગામે તેમના મકાને આ ઘટના બની હતી. આરોપી વશરામનો દીકરો હીતેષ દારૂ પીવાની ટેવવાળો હતો. માતા પિતા સાથે દારૂ પી અને ઝઘડો તકરાર કરતો હતો. જેનાથી કંટાળી જઈ પિતાએ પુત્રનું ચોટીયો (દોરડુ) વડે ગળું દબાવી ખુન કરી, લાશને પોતાની વાડીના શેઢે દાટી દીધી હતી અને પુરાવાનો નાશ કરી દીધો હતો. એક મહિના પછી શ્રમિકો બળતણ વીણવા આવ્યા ત્યારે દુર્ગંધ આવતા ભાંડો ફૂટયો હતો. પુત્રની હત્યા કરી વશરામ રાજકોટ તેના મોટા પુત્રને ત્યાં નાસી ગયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: સેક્ટર-10 એક્ઝિબિશન સેન્ટરનો પાંચ કરોડથી વધુનો ઘરવેરો ભરવાનો બાકી
calendar_today January 2, 2026

Gandhinagar: સેક્ટર-10 એક્ઝિબિશન સેન્ટરનો પાંચ કરોડથી વધુનો ઘરવેરો ભરવાનો બાકી

સેક્ટર-10માં આવેલા એક્ઝિબિશન સેન્ટરનો પાંચ કરોડ ઉપરાંતનો પ્રોપર્ટી ટેક્ષ બાકી બોલે છે. પાંચ વર્ષથી પણ વધુ સમયથી પ્રોપર્ટી ટેક્ષ ભરવામાં આવ્યો નથી.કોર્પોરેશન દ્વારા બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી છે તે રીતે એક્ઝિબિશન સેન્ટરના બાકી વેરા વસુલી માટે પણ નોટિસ બજાવવામાં આવી છે. મિલકત વેરાની પાંચ કરોડ જેટલી મોટી રકમની વસુલાત કરવાની હોવાથી તંત્ર પણ નોટિસ પછીની પ્રક્રિયા માટે રાહ જોઈને બેઠું છે. સેક્ટર-10 સ્થિત એક્ઝિબિશન સેન્ટરનું સંચાલન આમ ઈન્ડેક્સ-બી કરે છે, ઈન્ડેક્સ-બીએ એક્ઝિબિશન સેન્ટર કે એન્ડ ડી કોમ્યુનિકેશનને કોન્ટ્રાક્ટ બેઝથી આપ્યો હોવાની વિગત છે. પાંચ વર્ષથી આ એજન્સીએ એક્ઝિબિશન સેન્ટરનો મિલકતવેરો ભર્યો નથી. ગત વર્ષે જેમ તેમ કરીને વેરાની કુલ બાકી રકમમાંથી 40 લાખની વસૂલાત આવી શકી હતી. એ પછી પણ પાંચ કરોડ જેટલી જંગી રકમ વેરાની બાકી બોલે છે. પ્રતિ વર્ષ 75 લાખનું પ્રોપર્ટી ટેક્ષનું બિલ બને છે. કરોડોની લેણી નીકળતી રકમમાંથી માંડ 40 લાખ કોર્પોરેશનની તિજોરીમાં આવી શક્યા હતા. ત્યાં બાકી વેરાની રકમમાં બીજી વધુ રકમનો ઉમેરો થઈ જવા પામ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ગાંધીનગરમાં નિવૃત્ત ભૂસ્તરશાસ્ત્રીને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાએ 40લાખ પડાવી લીધા
calendar_today January 2, 2026

Gandhinagar: ગાંધીનગરમાં નિવૃત્ત ભૂસ્તરશાસ્ત્રીને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાએ 40લાખ પડાવી લીધા

ગાંધીનગરના નિવૃત્ત ભૂસ્તરશાસ્ત્રી ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા છે. સાયબર ગઠિયાઓએ તેઓને સતત દસ દિવસ સુધી ડિઝીટલ એરેસ્ટ રાખી તેમનું બેંક એકાઉન્ટ સાફ કરી નાખી 40 લાખ જેટલી મરણમૂડી ઓહિયા કરી ગયા હતા.આ મામલે ગાંધીનગર સે.3 સીમાં રહેતા અબુબક્ર મન્સબઅલી મોહમ્મદે અજાણ્યા સાયબર ગઠિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. અબુબક્ર નિવૃત્ત ભુસ્તરશાસ્ત્રી છે. તેઓને ગત તા. 10 નવેમ્બરના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ત્યારથી લઇને 19 તારીખ સુધી સાયબર ગઠિયાઓએ ડિઝીટલ એરેસ્ટ રાખ્યા હતા. પ્રારંભમાં તેઓના આધારકાર્ડના આધારે મોબાઇલ રજિસ્ટ્રેશન થયુ હોવાનું જણાવી આ નંબર પરથી અનેક લોકોને ધમકી આપવામાં આવી હોવાની વાત કરવામાં આવી હતી. આ વાત ટ્રાયના અધિકારી તરીકે ઓળખ આપનાર અરૂણ યાદવ નામના શખસે કરી હતી. અબુબક્રે આ પ્રકારનો નંબર તેનો નહી હોવાનું જણાવતા તેઓને આ મામલે મુંબઇ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરવાનું કહેવાયુ હતું. બાદમાં વૃદ્ધને ડરાવતા તેઓએ પોતાના આઇસીઆઇસીઆઇ બેંકમાં રહેલા 40 લાખની કિંમતના શેર અને મ્યુચ્યુઅલ ફંડની પણ વિગતો આપી દીધી હતી. તેઓને ઓનલાઇન નકલી સુપ્રિમ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. સુપ્રિમ કોર્ટના સિક્કાવાળો ઓર્ડર મોકલી તેમાં દર્શાવેલા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાનું કહેતા અબુબક્રે તે પ્રમાણે બેંકમાં જમા થયેલા 40 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કરી દીધી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward