android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kachchh: સફેદ રણ અને આસપાસના વિસ્તારો ખાનગી વાહનો માટે Restricted Zone જાહેર
calendar_today January 2, 2026

Kachchh: સફેદ રણ અને આસપાસના વિસ્તારો ખાનગી વાહનો માટે Restricted Zone જાહેર

કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે જેના લીધે આ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારશ્રીના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે.રણ ઉત્સવ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ જાણતા-અજાણતા રણ વિસ્તારની અંદર પોતાના વાહનો લઈ જતાં હોય છે જેના કારણે ઘણીવાર વાહનો ફસાઈ જતા તેમને રેસ્કયુ કરવાની ફરજ ૫ડે છે અને તેના લીધે સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, પર્યાવરણીય ૫રિસ્થિતિને નુકશાન થાય છે. ખાનગી વાહનોના પ્રવેશ ઉ૫ર સંપૂર્ણ પ્રતિબંધ આ ૫રિસ્થિતિના નિવારણ માટે અને સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, ૫ર્યાવરણીય ૫રિસ્થિતિ જાળવી રાખવા માટે સફેદ રણ અને તેને સંલગ્ન વિસ્તાર ખાનગી વાહનો માટે ''Restricted Zone'' તરીકે જાહેર કરવો જરૂરી જણાય છે.કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની હદમાં આવેલા ભુજ તાલુકાના ધોરડો રણ ઉત્સવ વિસ્તાર ખાતે સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધીના વિસ્તારમાં તથા વોચ ટાવરની આસપાસના સફેદ રણ વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ ઉ૫ર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૨૮/૦૨/૨૦૨૬ સુધી અમલમાં આ હુકમ/જાહેરનામામાંથી સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઈટર/ઈમરજન્સી મેડીકલ સર્વિસીસ સંલગ્ન વાહનો, ૫રવાનગી આ૫વામાં આવેલા હોય તેવી બસો અને પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ, ભુજ/સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ અધિકૃત કરે તેવા વાહનોને મુક્તિ આપવામાં આવશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે. આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.આ જાહેરનામું તા.૨૮/૦૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.આ પણ વાંચોઃ Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward
Ahmedabadના ઠક્કરનગરમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર પથ્થરમારો
calendar_today January 2, 2026

Ahmedabadના ઠક્કરનગરમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર પથ્થરમારો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઠક્કરનગર હાઈવે પર ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી દરમિયાન આજે ભારે હોબાળો મચી ગયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કર્મચારીઓ અને સ્થાનિક લારી-ગલ્લા ધારકો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો અને જોતજોતામાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ઠક્કરનગર હાઈવે પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે દબાણોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી.મનપા કર્મીઓ અને લારી-ગલ્લાંવાળા વચ્ચે ઘર્ષણઆ અંગેની ફરિયાદોને આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા પહોંચી હતી. જ્યારે તંત્ર દ્વારા લારી-ગલ્લાઓ જપ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારે રોષે ભરાયેલા લારી ધારકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ ઉગ્ર બનતા દબાણ વિભાગના કર્મચારીઓ સાથે ઝપાઝપી થઈ હતી અને ઉશ્કેરાયેલા ટોળાએ મનપાની ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો. ઠક્કરનગર હાઇવે પર ઘણાં સમયથી દબાણની સમસ્યાસ્થાનિકોના જણાવ્યા મુજબ ઠક્કરનગર હાઈવે પર દબાણ એટલું વધી ગયું છે કે રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવું મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ, લારી-ગલ્લા ધારકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ તેમને હેરાન કરવામાં આવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Khedbrahma માં અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ પોષી પૂનમે 3 જાન્યુઆરીએ ભવ્ય રીતે ઉજવાશે
calendar_today January 2, 2026

Khedbrahma માં અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ પોષી પૂનમે 3 જાન્યુઆરીએ ભવ્ય રીતે ઉજવાશે

સાબરકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે પોષી પૂનમ, એટલે કે 3 જાન્યુઆરી, 2026ના રોજ અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે.મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું મહોત્સવના દિવસ દરમિયાન સવારથી રાત્રિ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 6:30 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કાર્યક્રમોનું આયોજન મંદિરમાં સવારે 6:30 વાગે મંગળા આરતી, સવારે 6:45 વાગે માતાજી માટે 56 ભોગનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરાશે તથા સવારે 8:00 વાગે આરતી મંડળ દ્વારા 25 કિલોની કેક કાપી કાર્યક્રમ શરૂ થશેચાચર ચોકમાં ભવ્ય ગરબાનો કાર્યક્રમ થશે ત્યારબાદ મંદિર પરિસરમાં માતાજીની શોભાયાત્રા સુમધુર શરણાઈના સંગીત સાથે નીકળશે અને સાંજે 7:00 વાગે સંધ્યા આરતી તથા સાંજે 7:30 વાગે આરતી મંડળ દ્વારા 51 કિલોની બીજી કેક કાપવામાં આવશે. રાત્રે 8:00 વાગે માતાજીના ચાચર ચોકમાં ભવ્ય ગરબાનો કાર્યક્રમ થશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.આ પણ વાંચો----   Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward