Vadodara: ઉત્તરાયણ પૂર્વે કાચવાળી દોરી સામે પોલીસની કડક કાર્યવાહી, ત્રણની અટકાયત
ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી ગુજરાત હાઈકોર્ટ દ્વારા પતંગની દોરીમાં કાચના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધના અમલ માટે વડોદરા શહેર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જાહેરનામાનો ભંગ કરી દોરી માંજવાનું કામ કરતા કારીગરો અને વેપારીઓ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વિશ્વામિત્રી બ્રિજ પાસે કાર્યવાહી રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ પાસે દોરી માંજવાનું કામ કરતા હીરાજી હમીરજી ઠાકોર (રહે. કાલિદાસની ચાલી, વિશ્વામિત્રી નીચે) દ્વારા પ્રતિબંધિત કાચનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. તેની પાસેથી રૂ. 1,250 કિંમતની ત્રણ દોરીની ફીરકી તેમજ દોરી માંજવા માટેનો માંજો કબ્જે કરવામાં આવ્યો હતો. દાંડિયા બજાર ગેસ ઓફિસની સામે કાર્યવાહી આ ઉપરાંત, દાંડિયા બજાર ગેસ ઓફિસની સામે દોરી માંજવાનું કામ કરતા તુષાર અનિલ સાવંત (રહે. નર્મદા નગર, માંજલપુર) પાસેથી રૂ. 3,850 કિંમતની 11 દોરીની ફીરકી અને દોરી માંજવાનો માંજો કબ્જે કરી તેની અટકાયત કરવામાં આવી હતી. નવાપુરામાં કાર્યવાહી જ્યારે નવાપુરા પોલીસ દ્વારા શક્તિકૃપા સર્કલથી જયનગર સોસાયટી તરફના માર્ગ પરથી અખ્તરમિયા યાકુબમિયા શેખ (રહે. મહેબુબપુરા, નવાપુરા) પાસેથી રૂ. 210 કિંમતની એક દોરીની ફીરકી તથા 100 ગ્રામ કાચનો પાવડર કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી** હાથ ધરી છે. દોરીના ઉપયોગથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોવાના બનાવ ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન અને તે પહેલાં જ પતંગ ઉડાડવાની શરૂઆત થઈ જાય છે. આ દરમિયાન ચાઈનીઝ દોરી અને કાચના પાવડરથી રંગેલી (ગ્લાસ કોટેડ) દોરીના ઉપયોગથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોવાના બનાવો** સામે આવ્યા છે. આ કારણે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પણ વાંચો---- Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર
Read Full Story arrow_forward