android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: પ્રોજેક્ટ્સને સ્ટાર્ટ-અપ્સમાં પરિવર્તિત કરવા વિશે માહિતગાર કરાયા
calendar_today September 9, 2026

Vadodara: પ્રોજેક્ટ્સને સ્ટાર્ટ-અપ્સમાં પરિવર્તિત કરવા વિશે માહિતગાર કરાયા

MSUની પોલિટેકનિક ખાતે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે રિસર્ચ, ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ઈકૉસિસ્ટમ વિષય પર ફેકલ્ટી કોલોક્વિયમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલોક્વિયમમાં પોલિટેકનિકના 80થી વધુ અધ્યાપકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ અધ્યાપકોમાં સંશોધન, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા સાથે પેટન્ટ, બૌદ્ધિક સંપદા અધિકાર, નવીન પ્રોજેક્ટ્સ અને સ્ટાર્ટ-અપ્સ માટે ઉપલબ્ધ માર્ગદર્શન તથા નાણાકીય સહાયની તકો અંગે જાગૃતિ લાવવાનો હતો.પોલિટેકનિકના પ્રિન્સિપાલ જિતેન્દ્ર વાધવાએ શિક્ષક દિન નિમિત્તે તમામ અધ્યાપકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સતત અધ્યયન, સંશોધન અને નવીનતા દ્વારા વ્યક્તિગત તથા વ્યાવસાયિક વિકાસ સાધવા માટે અધ્યાપકોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓને ઔદ્યોગિક અને સામાજિક પડકારોના વ્યવહારુ ઉકેલો વિકસાવવા માટે માર્ગદર્શન આપવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવ્યું હતું.કાર્યક્રમના વક્તા અને ફેસિલિટેટર ડૉ. પ્રશાંત મુર્મકરે વિદ્યાર્થીઓમાં સંશોધન, સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતાની ભાવના વિકસાવવામાં શિક્ષકોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.સ્ટુડન્ટ જર્ની : માઈન્ડ ટુ માર્કેટ વિષય પર તેમણે સમજાવ્યું હતું કે, વિચારને જ્યારે વ્યવહારુ અથવા વ્યાવસાયિક ઉપયોગિતા મળે અને તે સમાજ માટે મૂલ્યનું સર્જન કરે ત્યારે તે નવીનતામાં પરિવર્તિત થાય છે.ડૉ. મુર્મકરે MSUના SSIP 2.0 અંતર્ગત વિદ્યાર્થીઓના વિચારોને પ્રોટોટાઇપ, નવીન પ્રોજેક્ટ્સ તથા સ્ટાર્ટ-અપ્સમાં પરિવર્તિત કરવા માટે ઉપલબ્ધ સહાય અને તકો અંગે માહિતી આપી હતી. તેમણે અધ્યાપકો સાથે સંવાદ કરી સંશોધન,IPR, પેટન્ટ અને ફ્ંડિંગ અંગેના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. અંતે ડૉ. મુકેશ ચાવડાએ આભારવિધિ કરી હતી. ફેકલ્ટી કોલોક્વિયમ દ્વારા પોલિટેકનિકમાં સંશોધન, નવીનતા અને સ્ટાર્ટ-અપ સંસ્કૃતિને વધુ વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: બાવળાના રજોડા ગામની સીમમાંથી રૂ.13.31 લાખનો દારૂ ઝડપાયો
calendar_today September 9, 2026

Dhandhuka: બાવળાના રજોડા ગામની સીમમાંથી રૂ.13.31 લાખનો દારૂ ઝડપાયો

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક ટ્રકમાંથી બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રજોડા ગામની સીમમાં અમદાવાદ-રાજકોટ હાઇવે નજીક હનુમાનજી માર્બલ એન્ડ આર્ટના ખુલ્લા કંપાઉન્ડમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની અલગ-અલગ બ્રાન્ડની કુલ 259 પેટીઓમાંથી 5,496 બોટલ-ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 13,31,400 હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઉપરાંત પોલીસે દારૂના જથ્થા સાથે આયસર ટ્રક, જ્યુપીટર સ્કૂટર તથા ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 24,46,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કાર્યવાહી દરમિયાન પોલીસે ચિંતનસિંહ ઉર્ફે ચિન્ટુ દિલીપસિંહ રાઠોડ, રમેશચંદ્ર ઉર્ફે રમેશ સ/ઓ નકુડા લખુમ્બરા અને કીશન રામેન્દ્ર ગુર્જર એમ કુલ ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. દરોડાની સમગ્ર કાર્યવાહી એલસીબીના PSI આર.બી. રાઠોડ તથા સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: ઈલોરાની શિલ્પકલા અને સ્થાપત્યનો વૈભવ વ્યક્ત કરતી તસવીરો આકર્ષક
calendar_today September 9, 2026

Vadodara: ઈલોરાની શિલ્પકલા અને સ્થાપત્યનો વૈભવ વ્યક્ત કરતી તસવીરો આકર્ષક

સદીઓ જૂની ઈલોરાની ગુફામાં પથ્થરમાંથી કંડારાયેલી શિલ્પકલા આજે પણ પોતાની કલાત્મકતા અને સર્જનાત્મકતાથી લોકોને મંત્રમુગ્ધ કરે છે. આ જ ઐતિહાસિક અને કલાત્મક વૈભવને કેમેરાના લેન્સથી નવી દ્રષ્ટિ આપતું વિશેષ ફોટોગ્રાફી પ્રદર્શન શૈલવૈભવમ્નું આયોજન 9થી 11 સપ્ટેમ્બર સુધી MSUની ફાઈન આર્ટસ્ ફેકલ્ટીના એક્ઝિબિશન હૉલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ફોટોગ્રાફી ક્ષેત્રે 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતાં કલાકાર અને ફોટોગ્રાફર પ્રકાશ લોખંડે દ્વારા ક્લિક કરાયેલી 31 તસવીરો પ્રદર્શિત કરાઈ છે. જેને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પ્રાયોજિત કરાયું છે.જે વિશે પ્રકાશ લોખંડેએ જણાવ્યું હતું કે, ઈલોરાની ગુફાઓ ભારતીય કલા અને સ્થાપત્યની અસાધારણ પરંપરાનું જીવંત ઉદાહરણ છે. પથ્થરમાંથી કંડારાયેલા શિલ્પો, વિવિધ આકૃતિઓ, સ્થાપત્યની બારીકીઓ અને સદીઓ જૂની ધાર્મિક-સાંસ્કૃતિક અભિવ્યક્તિને મેં કેમેરામાં અલગ અલગ દ્રષ્ટિકોણથી કંડારી છે. મારી તસવીરોમાં માત્ર શિલ્પોની સુંદરતા જ નહીં, પરંતુ પથ્થર પર પડતા પ્રકાશ-છાયાના અદ્વભૂત સંયોજન અને શિલ્પકારોની કલ્પનાશક્તિ પણ જોવા મળે છે.શૈલવૈભવમ્ નામ ઈલોરાની શિલાઓમાં પ્રગટેલા એવા વૈભવને વ્યક્ત કરે છે, જે સદીઓ વીતી ગયા બાદ પણ પોતાની કલાત્મક ઊર્જા જાળવી રાખે છે. તસવીરોના માધ્યમથી દર્શકોને ઈલોરાના શિલ્પોને નજીકથી નિહાળવાની અને તેની પાછળ રહેલી કારીગરી તથા કલાદૃષ્ટિને અનુભવવાની તક મળે છે.પ્રદર્શનનું ઉદ્વઘાટન ફાઈન આર્ટસ્ ફેકલ્ટીના ભૂતપૂર્વ પ્રોફેસર અને ડીન પ્રોફેસર દીપક કન્નલ દ્વારા કરવામાં આવ્યું હતું. કલારસિકો સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી પ્રદર્શનને વિનામૂલ્યે નિહાળી શકશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward