android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad ના દિલ્હી દરવાજા વિસ્તારમાં દબાણો હટાવવાની કાર્યવાહી
calendar_today January 2, 2026

Ahmedabad ના દિલ્હી દરવાજા વિસ્તારમાં દબાણો હટાવવાની કાર્યવાહી

અમદાવાદના ઐતિહાસિક દિલ્હી દરવાજા વિસ્તારમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રસ્તા પર અવરોધ સર્જતા દુકાનો બહાર રાખવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવતા વિસ્તારના ટ્રાફિક અને અવરજવરમાં રાહત મળી છે.તહેવારોના સમયમાં આ વિસ્તારમાં ભારે ભીડ રહેતી હોય છે મળતી માહિતી મુજબ, ખાસ કરીને સિઝનલ સ્ટોર્સ દ્વારા કરવામાં આવેલા અસ્થાયી દબાણોને તંત્રએ હટાવ્યા હતા. તહેવારોના સમયમાં આ વિસ્તારમાં ભારે ભીડ રહેતી હોય છે, ત્યારે આવા દબાણોના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માર્ગ પર દબાણ ન કરવા સૂચના આપવામાં આવી મ્યુનિસિપલ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને દબાણો દૂર કર્યા હતા અને વેપારીઓને ભવિષ્યમાં જાહેર માર્ગ પર દબાણ ન કરવા સૂચના આપવામાં આવી હતી. તંત્ર દ્વારા નિયમોનું પાલન કરાવવા માટે આગળ પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાવાયું છે. આ પણ વાંચો----   Gandhinagar: ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ પહેલા જ દિવસે એક્શનમાં, 31 ડિસેમ્બરની રાત્રે બંદોબસ્તનું નિરીક્ષણ કર્યુ

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદના શાહીબાગ વોર્ડમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાના હસ્તે રૂ.88 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
calendar_today January 2, 2026

Ahmedabad News : અમદાવાદના શાહીબાગ વોર્ડમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાના હસ્તે રૂ.88 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

આ પ્રસંગે રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દરેક વોર્ડમાં નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાહીબાગ વિસ્તારના વિકાસ માટે હાથ ધરવામાં આવેલા આ કાર્યો સ્થાનિક નાગરિકોના જીવનસ્તરને વધુ સુખાકારીપૂર્ણ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. વિકાસકાર્યોની શરૂઆત તરીકે શાહીબાગ ખાતે આવેલા સિનિયર સિટીઝન પાર્કના રીનોવેશન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ રીનોવેશન બાદ વૃદ્ધ નાગરિકોને હરવા-ફરવા, આરામ કરવા તથા સામાજિક પ્રવૃત્તિઓ માટે વધુ સુવિધાસભર, સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ થશે.સ્થાનિક રહીશોને દૈનિક આવાગમનમાં સુવિધા મળશે આ ઉપરાંત, શાહીબાગ વોર્ડની નીલકંઠ પાર્ક–૨, પરમેશ્વર પાર્ક સોસાયટી, શ્રી ઉત્તર ગુજરાત વીર માયા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, ઉત્તર ગુજરાત સોસાયટી, વાસુદેવ નગર સોસાયટી તથા ગ્રીન સિટી ફ્લેટ સહિતની વિવિધ જગ્યાઓએ આર.સી.સી. રોડ, પથ્થર પેવિંગ અને પેવર બ્લોક જેવા આવશ્યક માળખાગત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોથી વાહનવ્યવહાર સરળ બનશે તેમજ સ્થાનિક રહીશોને દૈનિક આવાગમનમાં સુવિધા મળશે. આ વિસ્તારની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના હેતુસર પરકોલેટિંગ વેલના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પરિયોજનાથી વરસાદી પાણીના સંગ્રહ થકી ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે અને પાણી સંરક્ષણને પ્રોત્સાહન મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ રહ્યાં હતા હાજર રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાએ તમામ વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરી સ્થાનિક નાગરિકોને સમર્પિત કરવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે, સરકાર નાગરિકકેન્દ્રિત વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. આ કાર્યક્રમમાં મેયર પ્રતિભાબહેન જૈન, સ્થાનિક જનપ્રતિનિધિઓ, આગેવાનો તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બોપલમાં પિતરાઈ ભાઈએ કરી ભાઈની હત્યા

Read Full Story arrow_forward
India : 'જો તમે આતંક ફેલાવશો, તો ભારત ચૂપ નહીં બેસે', જયશંકરનો પાકિસ્તાન પર આકરો પ્રહાર
calendar_today January 2, 2026

India : 'જો તમે આતંક ફેલાવશો, તો ભારત ચૂપ નહીં બેસે', જયશંકરનો પાકિસ્તાન પર આકરો પ્રહાર

વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં આતંકવાદ અને ભારત-પાકિસ્તાન સંબંધોને લઈને ખૂબ જ સ્પષ્ટ અને કડક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારત આતંકવાદ સામે લડવા માટે કોઈપણ પ્રકારનું બાહ્ય દબાણ કે સલાહ સ્વીકારશે નહીં. ભારતની સુરક્ષા અને રાષ્ટ્રીય હિત સર્વોપરી છે અને તે અંગેનો નિર્ણય માત્ર ભારત પોતે જ કરશે. IIT મદ્રાસ ખાતે એક કાર્યક્રમમાં શું કહ્યું ? IIT મદ્રાસ ખાતે એક કાર્યક્રમમાં બોલતા જયશંકરે જણાવ્યું હતું કે જ્યારે કોઈ પડોશી દેશ સતત સરહદ પારથી આતંકવાદને પ્રોત્સાહન આપે છે, ત્યારે ભારતને તેના નાગરિકોની સુરક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે કહ્યું, “જો તમે આતંક ફેલાવશો, તો ભારત ચૂપ નહીં બેસે. અમને આત્મરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે અને અમે તેનો ઉપયોગ કરીશું.” આતંકવાદનો સામનો કેવી રીતે કરવો ? તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આતંકવાદનો સામનો કેવી રીતે કરવો તે ભારતનો પોતાનો નિર્ણય છે. કોઈ દેશ કે આંતરરાષ્ટ્રીય સંસ્થા ભારતને કહી શકતી નથી કે શું કરવું કે શું ન કરવું. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે ભારત તેના લોકોના જીવ બચાવવા માટે જે પણ જરૂરી હશે તે કરશે. આતંકવાદને પ્રોત્સાહન આપે તો સંબંધો શક્ય નહીં વિદેશ મંત્રીએ સરહદ પારના આતંકવાદને પાણી વહેંચણી જેવા કરારો સાથે પણ જોડ્યા. તેમણે યાદ અપાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણી વહેંચણી કરાર દાયકાઓ પહેલા થયો હતો, પરંતુ આવા કરારો સારા પડોશી સંબંધો પર આધારિત હોય છે. જો એક દેશ સતત આતંકવાદને પ્રોત્સાહન આપે, તો સારા સંબંધો શક્ય નથી. પાણી વહેંચવાની પણ અપેક્ષા રાખશો.. જયશંકરે સ્પષ્ટ કહ્યું, “તમે એવું કહી શકો નહીં કે તમે આતંકવાદ ચાલુ રાખશો અને સાથે સાથે પાણી વહેંચવાની પણ અપેક્ષા રાખશો. આ બંને વસ્તુઓ એક સાથે ચાલી શકતી નથી.” તેમણે જણાવ્યું કે આતંકવાદ ચાલુ રહેશે તો આવા કરારોના ફાયદા મળવા મુશ્કેલ છે. આતંકવાદને રાજ્ય નીતિ તરીકે વપરાયો પાકિસ્તાનનું નામ લીધા વિના, તેમણે કહ્યું કે ઘણા દેશો મુશ્કેલ પડોશીઓનો સામનો કરે છે, પરંતુ ભારતની સ્થિતિ અલગ છે કારણ કે અહીં આતંકવાદને રાજ્ય નીતિ તરીકે વપરાયો છે. એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં પ્રવાસીઓના મોત બાદ બંને દેશોના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. આ સમગ્ર નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત હવે આતંકવાદ મુદ્દે કોઈ સમાધાન કરવા તૈયાર નથી અને પોતાની સુરક્ષા માટે કડક પગલાં લેવા પ્રતિબદ્ધ છે.આ પણ વાંચો : Bangladeshએ યુરોપને નકારીને અમેરિકન કંપની પસંદ કરી, 14 બોઇંગ વિમાન ખરીદશે

Read Full Story arrow_forward