android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BSNL WiFi Calling: BSNL ની ધમાકેદાર ઓફર, હવે નેટવર્ક વગર પણ થશે કોલિંગ! જાણો કેવી રીતે
calendar_today January 2, 2026

BSNL WiFi Calling: BSNL ની ધમાકેદાર ઓફર, હવે નેટવર્ક વગર પણ થશે કોલિંગ! જાણો કેવી રીતે

નવા વર્ષની શરૂઆત સાથે, ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLએ તેના ગ્રાહકોને નોંધપાત્ર રાહત આપી છે. કંપનીએ દેશભરના તમામ ટેલિકોમ સર્કલમાં Wi-Fi Calling એટલે કે Voice over WiFi (VoWiFi) સેવા લોન્ચ કરી છે. આ સુવિધા સાથે, વપરાશકર્તાઓ હવે મોબાઇલ સિગ્નલ નબળું હોવા છતાં પણ Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરીને કોલ કરી અને રિસીવ કરી શકે છે. નબળા નેટવર્કમાં પણ કરી શકાશે કોલ Wi-Fi Calling નો સૌથી મોટો ફાયદો એવા વિસ્તારોમાં જોવા મળશે જ્યાં મોબાઇલ નેટવર્ક વારંવાર નિષ્ફળ જાય છે. BSNL વપરાશકર્તાઓ, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો, હવે સ્થિર વાઇ-ફાઇ કનેક્શન દ્વારા અવિરત કોલ કરી શકશે. જો ઘર કે ઓફિસમાં BSNL ભારત ફાઇબર કે અન્ય કોઈ બ્રોડબેન્ડ કનેક્શન હોય, તો નેટવર્ક વિશે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. એપ વગર સીધા મોબાઈલ ડાયલરથી થશે કોલ આ સેવા માટે કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની જરૂર નથી. Wi-Fi Calling સીધા તમારા ફોનના ડિફોલ્ટ ડાયલરથી કાર્ય કરે છે, અને તમારા હાલના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને કોલ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે કોલ દરમિયાન, વાઇ-ફાઇ અને મોબાઇલ નેટવર્ક વચ્ચે ઓટોમેટિક સ્વિચિંગ થાય છે જેથી વાતચીત વચ્ચે ડિસ્કનેક્ટ ન થાય. નહીં લાગે કોઈ વધારાનો ચાર્જ BSNL એ સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો પાસેથી Wi-Fi Calling માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. Wi-Fi દ્વારા કરવામાં આવતા કોલનું બિલ નિયમિત વોઇસ કોલ જેટલું જ લેવામાં આવશે. આનો અર્થ એ છે કે વપરાશકર્તાઓ કોઈપણ વધારાના ખર્ચ વિના, તેમના હાલના પ્લાન મુજબ કોલ કરવાનું ચાલુ રાખી શકશે. કયા મોબાઈલ ફોનમાં મળશે આ સુવિધા? મોટાભાગના નવા અને આધુનિક સ્માર્ટફોન પર Wi-Fi Calling સપોર્ટેડ છે. વપરાશકર્તાઓએ ફક્ત તેમના ફોનના સેટિંગ્સમાં Wi-Fi Calling વિકલ્પ ચાલુ કરવાની જરૂર છે. જો કોઈપણ ઉપકરણ અંગે કોઈ શંકા હોય, તો BSNL એ ગ્રાહકોને તેમના નજીકના સેવા કેન્દ્ર અથવા હેલ્પલાઇનનો સંપર્ક કરવાની સલાહ આપી છે. નેટવર્ક અપગ્રેડની દિશામાં BSNLનું મોટું પગલુ Wi-Fi Callingનો રાષ્ટ્રવ્યાપી રોલઆઉટ એ BSNLના નેટવર્ક આધુનિકીકરણ પહેલનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય એવા વિસ્તારોમાં વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે જ્યાં મોબાઇલ નેટવર્ક એક મોટો પડકાર રહ્યો છે. આ પગલાથી ગ્રાહકોને રાહત તો મળશે જ, સાથે સાથે મોબાઇલ નેટવર્ક પર વધતા દબાણમાં પણ ઘટાડો થવાની અપેક્ષા છે. આ પણ વાંચો: New Labour Code: પગાર, PF અને ગ્રેચ્યુઈટી પરની ગૂંચવણ દૂર, સરકારે જનતા પાસેથી માંગ્યા સૂચનો

Read Full Story arrow_forward
Agriculture News : ગુજરાતમાં સામાન્ય વાવેતરની સરખામણીમાં અત્યાર સુધીમાં 96 ટકા એટલે કે, 44.74 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન
calendar_today January 2, 2026

Agriculture News : ગુજરાતમાં સામાન્ય વાવેતરની સરખામણીમાં અત્યાર સુધીમાં 96 ટકા એટલે કે, 44.74 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન

ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ ૪૬.૪૩ લાખ હેક્ટર રહ્યો છે, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ ગુજરાતના ખેડૂતોએ ૯૬ ટકાથી વધુ એટલે કે, ૪૪.૭૪ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રવિ પાકોનું વાવેતર ચાલુ હોવાથી વાવેતરનો આંકડો વધવાની પૂર્ણ સંભાવના છે. ભારતના કુલ ઘઉં ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો મહત્વપૂર્ણ છે રાજ્યમાં દર વર્ષે રવિ ઋતુ દરમિયાન ઘઉંનું સૌથી વધારે વાવેતર થાય છે. એ જ અનુક્રમ જાળવી રાખતા આ વર્ષે પણ ગુજરાતમાં ઘઉંના પાકનું સૌથી વધુ વાવેતર થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૩.૨૪ લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. ઘઉં સહિત રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ ૧૪.૮૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. આ વર્ષે રાજ્યમાં કઠોળ પાકોમાં ચણાનું પણ મબલખ વાવેતર નોંધાયું છે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યના આશરે ૭.૪૮ લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ વર્ષે ૧૩ ટકાની વૃદ્ધિ સાથે અત્યાર સુધીમાં કુલ ૮.૪૭ લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે, ચણા સહિત કઠોળ પાકોનું રાજ્યમાં ૧૧ ટકાની વૃદ્ધિ સાથે ૮.૯૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તેવી જ રીતે, અત્યાર સુધીમાં રાજ્યમાં જીરા જેવા મસાલા પાકોનું ૩.૭૫ લાખ હેક્ટર વિસ્તારમાં તેમજ રાઈ જેવા તેલીબિયાં પાકોનું કુલ ૨.૭૮ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. આગામી સમયમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના સેવાઈ રહી છે આટલું જ નહીં, ગુજરાતમાં ચાલુ રવિ સીઝન દરમિયાન બટાટાનું પણ મબલખ વાવેતર જોવા મળ્યું છે. બટાટા પાકનું ગત વર્ષે આ સમયગાળા દરમિયાન આશરે ૧.૪૦ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું, જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં ૧૮ ટકાની વૃદ્ધિ સાથે કુલ ૧.૬૬ લાખ હેક્ટરમાં બટાટાનું વાવેતર નોંધાયું છે. રવિ સીઝનની આ વાવણી પ્રક્રિયા જાન્યુઆરીના અંતિમ સપ્તાહ સુધી ચાલુ રહેશે. રાજ્યમાં થયેલા આ મબલખ વાવેતરને પગલે આગામી સમયમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના સેવાઈ રહી છે. આ પણ વાંચો : Gujarat News : વર્ષ 2030 સુધીમાં સાણંદ, કલોલ, સાવલી, બારડોલી અને હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવામાં આવશે

Read Full Story arrow_forward
nadiad News: ઉત્તરસંડામાં દુકાનમાં ચોરી કરતા ચોર CCTVમાં કેદ
calendar_today January 2, 2026

nadiad News: ઉત્તરસંડામાં દુકાનમાં ચોરી કરતા ચોર CCTVમાં કેદ

રાજ્યમાં શિયાળામાં ઠંડી વધવાની સાથે સાથે ચોરીની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. ખેડા જિલ્લામાં વધુ એક ચોરીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં તસ્કરોએ કાયદાનો ડર મૂકીને એક પ્રોવિઝન સ્ટોરને નિશાન બનાવ્યો છે. ઉત્તરસંડા ગામમાં આવેલી 'ગોકુલ ડેરી અને પ્રોવિઝન સ્ટોર'માં વહેલી સવારે બે અજાણ્યા શખ્સોએ ખાતર પાડી અંદાજે 30 હજારની રોકડ રકમ અને અન્ય મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, શિયાળાની કડકડતી ઠંડીનો લાભ ઉઠાવીને બે નિશાચરો વહેલી સવારે આશરે 4:00 વાગ્યે ગોકુલ ડેરી પર ત્રાટક્યા હતા. તસ્કરોએ અત્યંત વ્યવસ્થિત રીતે દુકાનનું શટર તોડ્યું હતું અને અંદર પ્રવેશ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે શખ્સો દુકાનમાં રાખેલી રોકડ રકમ તેમજ અન્ય કિંમતી સામાનની ફંફોસણ કરી રહ્યા છે. દુકાનદાર હેમેન્દ્રભાઈ પંડિતના જણાવ્યા અનુસાર, ગલ્લામાં રાખેલા રોકડા રૂપિયા 30,000 અને અન્ય મુદ્દામાલની ચોરી થઈ છે. પોલીસ તપાસનો ધમધમાટ ચોરીની જાણ થતા જ દુકાનદાર હેમેન્દ્રભાઈ પંડિત તુરંત વડતાલ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ફફડાટ વ્યાપી ગયો છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી રહી છે. આ પણ વાંચો - Nadiad: ડમ્પરની ટક્કરે કિશોરનું મોત 27 દિવસ પછી ફરિયાદ થઇ

Read Full Story arrow_forward