android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના અમરોલીમાં લંડનમાં નોકરી અપાવવાના બહાને યુવતી સાથે કરાઈ ઠગાઇ, જુઓ Video
calendar_today January 2, 2026

Suratના અમરોલીમાં લંડનમાં નોકરી અપાવવાના બહાને યુવતી સાથે કરાઈ ઠગાઇ, જુઓ Video

સુરતના અમરોલીમાં લંડનમાં નોકરી આપવાના બહાને ઠગાઈ કરવામાં આવી છે, અમરોલી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીને વર્ક પરમિટ મળશે તેમ કહી રૂપિયા પડાવી લીધા હોવાની વાત સામે આવી છે, જયારે યુવતીએ વર્ક પરમિટ માંગી તો એજન્ટે હાથ ખંખેરી લીધા હોવાની વાત સામે આવી હતી. યુવતીએ અમરોલી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી યુવતીએ અમરોલી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી છે, અને પોલીસે યુવતીના નિવેદનના આધારે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, એજન્ટ હજી પોલીસના હાથે ઝડપાયો નથી અને સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરાઈ છે, એજન્ટે અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો : Agriculture News : ગુજરાતમાં સામાન્ય વાવેતરની સરખામણીમાં અત્યાર સુધીમાં 96 ટકા એટલે કે, 44.74 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન

Read Full Story arrow_forward
Surendranagarના સાયલાના કસવાડીની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, જુઓ Video
calendar_today January 2, 2026

Surendranagarના સાયલાના કસવાડીની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, જુઓ Video

સુરેન્દ્રનગર SOG તથા ધજાળા પોલીસના બે અલગ અલગ દરોડામાં નશાના મબલક વાવેતરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, સાયલા તાલુકાના અંતરિયાળ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે નશાના વાવેતર અને વેપલાનું મોટું અને સુવ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું હોય તેવી વાતો વચ્ચે અવાર નવાર ગાંજાની ખેતી ઝડપાઇ રહી હોવા છતા નશાના વાવેતરનો ખતરનાક વેપલો ધમધમી રહ્યો હતો. ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ થવા પામ્યો છે બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ તથા ધજાળા પોલીસ દ્વારા કરાયેલ બે અલગ અલગ દરોડામાં કસવાળીના બે ખેતરોમાંથી ખેત પાકોની આડમાં વાવેલા મબલક કહી શકાય તેવા ગાંજાના વાવેતર નો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે. એક જ ગામની સીમમાં અલગ અલગ બે જગ્યાએ કરેલા ગાંજાના મોટા વાવેતર ઝડપાવાના મામલે પોલીસ દ્વારા બે ઇસમો વિરૂધ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરતા ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ થવા પામ્યો છે. આ પણ વાંચો : Suratના અમરોલીમાં લંડનમાં નોકરી અપાવવાના બહાને યુવતી સાથે કરાઈ ઠગાઇ, જુઓ Video

Read Full Story arrow_forward
Ahmedabad:  અમદાવાદના શીલજમાં બન્યું હાઈટેક સ્મશાન, જાણો શું નવી મળશે સુવિધા
calendar_today January 2, 2026

Ahmedabad: અમદાવાદના શીલજમાં બન્યું હાઈટેક સ્મશાન, જાણો શું નવી મળશે સુવિધા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શીલજ ખાતે એક અત્યંત આધુનિક અને સુવિધાસભર સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંદાજે ₹17 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ સ્મશાન ગૃહ માત્ર અંતિમ સંસ્કાર માટેનું સ્થળ જ નહીં, પરંતુ એક સુવ્યવસ્થિત શાંતિ પરિસર તરીકે ઉભરી આવ્યું છે. 2 CNG ભઠ્ઠી અને 4 લાકડાની ભઠ્ઠીની કરાઇ વ્યવસ્થા 12 હજાર ચોરસ મીટરમા ફેલાયેલી ભવ્યતા આ સ્મશાન ગૃહ વિશાળ જમીનમાં ફેલાયેલું છે. અહીં પર્યાવરણ અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. અંતિમ સંસ્કાર માટે અહીં 2 CNG ભઠ્ઠી અને 4 લાકડાની ભઠ્ઠીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકો પોતાની પરંપરા કે અનુકૂળતા મુજબ નિર્ણય લઈ શકે. અનેક સુવિધાઓથી સજ્જ છે આ સ્મશાન ગૃહ અન્ય વિશેષ સુવિધાઓથી સજ્જ આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા અહીં ઉપલબ્ધ કેફેટેરિયા છે.સામાન્ય રીતે સ્મશાનમાં લાંબો સમય રોકાવું પડતું હોય ત્યારે દૂરથી આવેલા સંબંધીઓ માટે ચા કોફી અને નાસ્તાની સુવિધા મળી રહે તે હેતુથી આ વ્યવસ્થા કરાઇ છે. જેમાં શોકસભા અને આત્મિક શાંતિ માટે અલગ પ્રાર્થના હોલ છે. આ સિવાય વેઇટિંગ એરિયા અને પાર્કિંગ, મુલાકાતીઓ માટે બેસવાની સુંદર વ્યવસ્થા અને વિશાળ પાર્કિંગ સ્પેસ. અસ્થિ મેળવવા માટે એક વિશેષ અને પવિત્ર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અન્ય 10 સ્મશાનગૃહોને આવી રીતે જ સુવિધા સભર બનાવાશે તંત્ર દ્વારા આગામી સમયમાં વાડજ અને જમાલપુર સહિત શહેરના અન્ય 10 સ્મશાન ગૃહોને પણ આ જ રીતે આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવાનું આયોજન છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દુખની ઘડીમાં આવેલા નાગરિકોને કોઇ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે અને તેમને સ્વચ્છ તેમજ શાંત વાતાવરણ મળી રહે તે છે. આ પણ વાંચોઃ Gujarat Police News: ગ્રાન્ટના અભાવે વિલંબ થયેલો પગાર પોલીસ કર્મીઓને ચૂકવાયો

Read Full Story arrow_forward