Surendranagar News : સુરેન્દ્રનગર જમીન કૌભાંડને લઇ મોટા સમાચાર, તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલની EDએ કરી અટકાયત : સૂત્ર
સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌંભાડ તત્કાલિન કલેકટ અને નાયબ મામલતદાર વિરુદ્ધ ગાળીયો કસાયો છે, તો ઈડીએ ગઈકાલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે, 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કસ્ટડીમાં મોકલાયો છે, અને ઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેને રજૂ કર્યો હતો. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડના પણ ભણકારા વાગી રહ્યા છે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે, પૂર્વ કલેકટ રાજેન્દ્ર પટેલના ઘરે મોડી રાતથી ઈડીએ સર્ચ ઓપરેશન કર્યુ હતુ અને અલગ-અલગ ફાઈલો પણ તપાસ માટે લીધી છે, ત્યારે આ કેસમાં પૂર્વ કલેકટરની ધરપકડ થવાના પણ ભણકારા છે, પૂર્વ કલેકટરની ઈડી પૂછપરછ કરી શકે છે અને અત્યાર સુધી કઈ જમીનને લઈ શું કૌભાંડ કરાયું છે તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે. કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો ઈડીની સુરેન્દ્રનગરમાં તપાસ બાદ હવે કરોડો રૂપિયાનાં જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગરમાં બિનખેતી જમીન રૂપાંતરણમાં આશરે ૧૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનો આરોપ છે. ઈડીની તપાસના આધારે એસીબીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ૪ સરકારી કર્મી સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું તપાસમાં બહાર આવ્યું છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું. આ પહેલા ઈડીએ ૧૬ કલાક સુધી તપાસ કરીને કલેક્ટરના નિવાસસ્થાનેથી ૧૦૦ થી વધુ ફાઈલ જપ્ત કરી હતી અને નાયબ મામલતદારના ઘરેથી ૬૭.૫૦ લાખની રોકડ ઝડપી હતી. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ ૧ કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. સુરેન્દ્રનગરના કલેક્ટરને પદ પરથી હટાવી જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરનો ચાર્જ સોંપ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ આઠ દિવસની રિમાન્ડ મેળવીને તપાસ માટે દીલ્હી લઈ ગયા છે. ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે અને ઓફિસમાંથી નામ સાથે મળેલી સીટો અંગે પુછપરછ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી મળેલા વ્યવહારોમાં ગુજરાતના એક ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓ ઈડીની તપાસમાં સામેલ થવાનો વારો આવે તેમ છે. ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરાઈ છે ઈડીના અધિકારીઓએ દરોડા દરમ્યાન મોરી અને મોરી સાથે કામ કરતા સ્ટાફના ત્યાંથી મળેલા દસ્તાવેજોમાં કેટલા પાસેથી નાણાં મળ્યા અને કેટલાના બાકી છે તે બાબતે પણ એસીબીને જાણ કરી હોવાનું જાણવા મળે છે. એસીબીના અધિકારીઓ દ્વારા નોંધેલ ફરિયાદના આધારે સરકાર પાસે તપાસ માટે મંજૂરી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જયારે ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરી હતી. આ પણ વાંચો : Weather News : અંબાલાલ પટેલે કહ્યું, ઉત્તરાયણમાં પતંગ રસિકોને મોજ પડી જશે, ઉત્તરાયણના દિવસે 6 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે
Read Full Story arrow_forward