android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News : વર્ષ 2030 સુધીમાં સાણંદ, કલોલ, સાવલી, બારડોલી અને હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવામાં આવશે
calendar_today January 2, 2026

Gujarat News : વર્ષ 2030 સુધીમાં સાણંદ, કલોલ, સાવલી, બારડોલી અને હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવામાં આવશે

આ વિઝનને અનુરૂપ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2025માં પાંચ સેટેલાઇટ ટાઉન વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલીકરણના ભાગરૂપે હવે શહેરોના માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે અર્બન પ્લાનર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેના માટે ટેન્ડર દ્વારા અર્બન પ્લાનર્સની નિમણૂક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી બે મહિનામાં કન્સલટન્ટની નિમણૂક કરવામાં આવશે વર્ષ 2030 સુધીમાં આ શહેરોમાં મહાનગરો જેવી સુવિધાઓ વિકસિત કરીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનું આયોજન છે, જેથી મોટા શહેરો પરથી ભારણ ઘટાડી શકાય. શહેરી વિકાસ વર્ષ-2025માં ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’નો મંત્ર સાકાર કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકારે અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી, ગાંધીનગર પાસે કલોલ, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે દરખાસ્ત રજૂ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનુભવ ધરાવતા અર્બન પ્લાનર્સને માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આમંત્રિત કર્યા છે. આગામી બે મહિનામાં કન્સલટન્ટની નિમણૂક કરવામાં આવશે, જેઓ એક વર્ષની અંદર શહેરો માટે માસ્ટર પ્લાન તૈયાર કરીને રજૂ કરશે. શું છે સેટેલાઇટ ટાઉન ? સેટેલાઇટ ટાઉન એટલે મોટા શહેર અથવા મહાનગરની નજીક સ્થિત એવું શહેર જ્યાં મોટા શહેરથી એક કલાકમાં પહોંચી શકાય છે. આવા શહેરોની ઓળખ કરીને તેમને આર્થિક રીતે ધમધમતા કેન્દ્રો બનાવવાનો ઉદ્દેશ છે, જેથી મોટા શહેરો પર ભારણ ઘટે અને આ શહેરોમાં રોજગારીની નવી તકો ખુલે. આ શહેરોમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક કેન્દ્રિત સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. ગુજરાતના પાંચ સેટેલાઇટ ટાઉન રાજ્ય સરકારે શરૂઆતના તબક્કામાં અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી, ગાંધીનગર પાસે કલોલ, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. આ પાંચ શહેરોમાં માસ્ટર ટાઉન પ્લાનિંગ સાથે પરિવહન, ઉદ્યોગો, પ્રવાસન, શિક્ષણ અને આરોગ્યને લગતી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. સેટેલાઇટ ટાઉનમાં વિકસિત થનારી સુવિધાઓ સેટેલાઇટ ટાઉનમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવ્યવસ્થિત જાહેર પરિવહન સુવિધા (ઇલેક્ટ્રિક બસ સુવિધા સાથે), પાણી પુરવઠો અને વેસ્ટ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિંગ રોડ, અર્બન ફોરેસ્ટ પાર્ક, સુંદર તળાવ, મોડેલ ફાયર સ્ટેશન અને મિક્સ યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઓફિસ, ઘર, દુકાનો બધુ નજીકમાં)નું નિર્માણ કરવામાં આવશે. આ સુવિધાઓની કામગીરીને ઝડપથી અમલી બનાવવા માટે મંજૂરી તેમજ દેખરેખ સમિતિની રચના કરવામાં આવી છે. અર્બન એરિયા એ દેશનું ગ્રોથ સેન્ટર છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરી વિકાસના વિઝનને રજૂ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, અર્બન એરિયા એ દેશનું ગ્રોથ સેન્ટર છે, ત્યારે વિકસિત ભારતના નિર્માણ માટે શહેરોને આર્થિક ગતિવિધિના કેન્દ્રો બનાવવા જોઇએ અને ટાર્ગેટ નક્કી કરીને એ મુજબ નવા ઉત્પાદનો અને ક્વોલીટી વર્ક પર કામ કરીને વિકાસ સાધવો જોઇએ. આજે દેશમાં બે લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે, જેમાંથી મોટા ભાગના સ્ટાર્ટઅપ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી આવે છે. આ પૈકીના અનેક સ્ટાર્ટઅપ્સનું નેતૃત્વ દીકરીઓ કરી રહી છે. એટલું જ નહિ, આ શહેરોના બાળકો શિક્ષણ ઉપરાંત અન્ય અનેક પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતા છે. તેથી આવા નાના શહેરોમાં વિકાસની અનેક ક્ષમતાઓ રહેલી છે. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જમીન કૌભાંડને લઇ મોટા સમાચાર, તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલની EDએ કરી અટકાયત : સૂત્ર

Read Full Story arrow_forward
Gujarat Police News: ગ્રાન્ટના અભાવે વિલંબ થયેલો પગાર પોલીસ કર્મીઓને ચૂકવાયો
calendar_today January 2, 2026

Gujarat Police News: ગ્રાન્ટના અભાવે વિલંબ થયેલો પગાર પોલીસ કર્મીઓને ચૂકવાયો

ગુજરાત પોલીસ વિભાગમાં છેલ્લા બે દિવસથી પગારમાં વિલંબ થવાની જે ચર્ચાઓ ચાલતી હતી, તેનો સુખદ અંત આવ્યો છે.અગાઉ એવી આશંકા હતી કે ગ્રાન્ટના અભાવે આ મહિને પોલીસ કર્મચારીઓને પગાર કરવામાં મોડું થઇ શકે છે. પરંતુ વહીવટી તંત્રની ત્વરિત કામગીરીને કારણે નિર્ધારિત સમયે તમામ કર્મચારીઓના પગાર કરી દેવામાં આવ્યા છે. પત્રને કારણે સર્જાઇ હતી ચિંતા થોડા સમય પહેલા એક સત્તાવાર પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતુ કે પૂરતી ગ્રાન્ટના અભાવે પોલીસ કર્મચારીઓના પગારમાં વિલંબ થઇ શકે છે. આ સામાચાર વાયુવેગે પ્રસરાતા હજારો પોલીસ પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતુ. ખાસ કરીને નીચલા સ્તરના કર્મચારીઓ માટે જયારે મહિનાની શરૂઆતમાં જ પગાર ન આવવો એ આર્થિક મુશ્કેલીનું કારણ બની શકે તેમ હતુ. પરિવારોમાં રાહત કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ કર્મીઓ દિવસ રાત ફરજ બજાવતા હોય છે. ત્યારે સમયસર પગાર થવો તેમના મનોબળ માટે ખૂબ જ મહત્વનું છે. ગ્રાન્ટની અછતની અફવાઓ વચ્ચે સમયસર થયેલા પગારથી પોલીસ બેડામાં રાહતની લાગણી જોવા મળી હતી. હવે વહીવટી તંત્રએ સુનિશ્ચિત કર્યુ છે કે ભવિષ્યમાં ગ્રાન્ટ ફાળવણીમાં આવી કોઇ ટેકનિકલ ખામી ન સર્જાય અનવે ખાખી પહેરનારા જવાનોને આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ પણ વાંચોઃ Surat News : 35 દિવસથી દીકરી ગુમ છતાં પોલીસ નિષ્ક્રિય? રોષે ભરાયેલા પાટીદારોએ ન્યાય માટે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો

Read Full Story arrow_forward
Ahmedabad માં બ્રિજની હાલત કથળી, સુભાષબ્રિજ બાદ હવે દધિચી બ્રિજમાં પણ સળિયા દેખાયા
calendar_today January 2, 2026

Ahmedabad માં બ્રિજની હાલત કથળી, સુભાષબ્રિજ બાદ હવે દધિચી બ્રિજમાં પણ સળિયા દેખાયા

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. સુભાષબ્રિજમાં ભયજનક તિરાડો અને સળિયા દેખાયા બાદ હવે સાબરમતી નદી પરના દધિચી બ્રિજમાં પણ સળિયા દેખાવા લાગતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે. વર્ષ 2011માં લોકો માટે ખુલ્લો મુકાયેલા આ બ્રિજની હાલત ટૂંકા ગાળામાં જ ખરાબ થઈ જતાં તેની ગુણવત્તા પર શંકાની સોય સેવાઈ રહી છે. એક તરફ સુભાષબ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવતા ટ્રાફિકનું ભારણ વધ્યું છે, ત્યારે બીજી તરફ તેની વૈકલ્પિક વ્યવસ્થા સમાન દધિચી બ્રિજ પણ જોખમી બનતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.AMC પ્રોજેક્ટ વિભાગની નિષ્ફળતા? સુભાષબ્રિજ બંધ થવાને કારણે હાલમાં તમામ ટ્રાફિકને વાડજ વિસ્તાર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેના કારણે સવાર-સાંજ વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. મનપાના બ્રિજ પ્રોજેક્ટ વિભાગની આ ગંભીર બેદરકારીને કારણે લોકોના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે. જો સમયસર આ બંને બ્રિજનું મજબૂતીકરણ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હાલમાં સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી અને ભ્રષ્ટાચારને લઈને ઉગ્ર ચર્ચાઓ જાગી છે. આ પણ વાંચો : Surat માં BMW અને BE-6 વચ્ચેની જીવલેણ રેસના CCTV આવ્યા સામે, પોલીસ કારચાલકના ઘરે પહોંચી...

Read Full Story arrow_forward