android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
EVM: કેરળની જનતાએ દર્શાવ્યો EVM પર વિશ્વાસ, BJPએ કહ્યું કોંગ્રેસના મોઢા પર લપડાક
calendar_today January 2, 2026

EVM: કેરળની જનતાએ દર્શાવ્યો EVM પર વિશ્વાસ, BJPએ કહ્યું કોંગ્રેસના મોઢા પર લપડાક

કર્ણાટકની કોંગ્રેસ સરકાર દ્વારા 2024ની લોકસભા ચૂંટણી પર એક સરવે કરાયો હતો. જેમાં ઇવીએમ જનતાનો મજબૂત વિશ્વાસ સામે આવ્યો છે. આ સર્વેના પરિણામોએ બીજેપીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચૂંટણી પ્રક્રિયા પર વિશ્વસનીયતા પર વારંવાર સવાલ ઉઠાવવાના દાવા પર કટાક્ષ કરવાનો મોકો મળ્યો છે. 2024ની લોકસભા ચૂંટણીને લઇને કરાયો હતો સરવે લોકસભા ઇલેક્શન 2024 ઇવેલ્યએશન ઓફ ઇંડલાઇન સર્વે ઓફ નોલેજ, એટીટ્યુટ એન્ડ પ્રેક્ટિસ ઓફ સિટિઝન્સ નામના આ સર્વેમાં 83.61 ઉત્તર આપનારા લોકોએ કહ્યું કે ઇવીએમને વિશ્વસનીય માનીએ છીએ. કૂલ મળીને 69.39 ટકાએ સહમતિ આપી છે કે ઇવીએમ મશીન સટીક ચૂંટણી પરિણામ આપે છે જ્યારે 14.22 લોકોએ મજબૂતી સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઇવીએમ વિશ્વસનીય છે. 83.24 ટકા લોકો ઇવીએમથી સહમતઆ સર્વેમાં બેંગલુરુ, બેલાગવી, કાલાબુરાગી અને મૈસુરુના વહીવટી વિભાગોના 102 વિધાનસભા મતવિસ્તારોના 5,100 ઉત્તરદાતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કર્ણાટક કોંગ્રેસ સરકારે મુખ્ય ચૂંટણી અધિકારી વી. અંબુકુમાર દ્વારા આ સર્વે હાથ ધર્યો હતો. વિભાગવાર ડેટા દર્શાવે છે કે કાલાબુરાગીમાં સૌથી વધુ વિશ્વાસ હતો, જ્યાં 83.24% લોકો સંમત થયા હતા અને 11.24% લોકો EVM વિશ્વસનીય છે તે અંગે સંમત થયા હતા. રાહુલ ગાંધીએ લગાવ્યો હતો મતચોરીનો આરોપ મૈસુરુમાં, 70.67% લોકોએ EVMમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, અને 17.92% લોકોએ ભારપૂર્વક સંમત થયા હતા. બેલાગવીમાં, 63.90% ઉત્તરદાતાઓએ EVM વિશ્વસનીય માન્યા હતા, અને 21.43% લોકોએ ભારપૂર્વક સંમત થયા હતા. બેંગલુરુ વિભાગમાં, આંકડા 63.67% અને 9.28% હતા. એ નોંધવું જોઈએ કે આ પરિણામો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના દાવાઓથી તદ્દન વિપરીત છે, જેઓ વારંવાર ભાજપ અને ચૂંટણી પંચ પર હુમલો કરે છે, ચૂંટણીમાં EVM સાથે છેડછાડ અને "મત ચોરી"નો આરોપ લગાવે છે. સરવેના પરિણામો કોંગ્રેસ માટે લપડાક: ભાજપ કોંગ્રેસ સરકાર દ્વારા EVM પર કરાયેલા સર્વેના પરિણામો પર પ્રતિક્રિયા આપતા કર્ણાટક વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આર. અશોકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કે વર્ષોથી, રાહુલ ગાંધી દેશભરમાં એક જ વાર્તા કહી રહ્યા છે. ભારતનું લોકશાહી જોખમમાં છે, EVM પર વિશ્વાસ કરી શકાતો નથી, અને આપણી સંસ્થાઓ વિશ્વસનીય નથી. પરંતુ કર્ણાટક સંપૂર્ણપણે અલગ વાર્તા કહે છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવેલ રાજ્યવ્યાપી સર્વે દર્શાવે છે કે લોકો ચૂંટણીઓ પર વિશ્વાસ કરે છે, EVM પર વિશ્વાસ કરે છે અને ભારતની લોકશાહી પ્રક્રિયા પર વિશ્વાસ કરે છે. આ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના મોઢા પર થપ્પડ છે. કોંગ્રેસ કર્ણાટકને પાછળ લઈ જઈ રહી છે: ભાજપ ભાજપ નેતા આર. અશોકે પોતાની પોસ્ટમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બેલેટ પેપર દ્વારા કરાવવાની જાહેરાત કરવા બદલ ટીકા કરી હતી. તેમણે લખ્યું કે આ સ્પષ્ટ જાહેર વિશ્વાસ હોવા છતાં, સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર કર્ણાટકને બેલેટ પેપર દ્વારા ચૂંટણીની જાહેરાત કરીને પાછળ લઈ જઈ રહી છે, જે એક સિસ્ટમ છેડછાડ, વિલંબ અને દુરુપયોગ માટે કુખ્યાત છે. જ્યારે કોંગ્રેસ હારે છે ત્યારે તે સંસ્થાઓ પર સવાલ ઉઠાવે છે અને જ્યારે તે જીતે છે ત્યારે તે તે જ સંસ્થાઓની પ્રશંસા કરે છે. આ સૈદ્ધાંતિક રાજકારણ નથી. આ અનુકૂળ રાજકારણ છે. અને ગમે તેટલી નકલી વાર્તા સત્યને બદલી શકતી નથી. આ પણ વાંચો- Venus And Sun Yuti: 14 જાન્યુઆરીથી 3 રાશિનું ચમકશે નસીબ, શુક્રાદિત્ય રાજયોગ અપાવશે અણધારી સફળતા

Read Full Story arrow_forward
Kutch News: દારૂના અડ્ડા પર જનતા રેડ કરતા, પોલીસ ભડકી
calendar_today January 2, 2026

Kutch News: દારૂના અડ્ડા પર જનતા રેડ કરતા, પોલીસ ભડકી

રાજ્યમાં દારૂબંધીના અમલ વચ્ચે કચ્છના ભચાઉ તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભચાઉના આધોઈ ગામના સ્થાનિક આગેવાનોએ ગામ લોકો સાથે મળીને દેશી દારૂના અડ્ડા પર 'જનતા રેડ' કરી હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.શું છે સમગ્ર મામલો? મળતી માહિતી મુજબ, આધોઈ ગામમાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હતા. અંતે, કંટાળેલા ગ્રામજનો અને સ્થાનિક નેતાઓએ કાયદો હાથમાં લેવાને બદલે જનતા રેડ કરવાનું નક્કી કર્યું હતું. રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસ સ્ટેશનમાં દારૂનો ઢગલો આશ્ચર્યજનક બાબત એ રહી કે, જનતા રેડ કર્યા બાદ લોકો આ મુદ્દામાલ લઈને સીધા સામખિયાળી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સામખિયાળી પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ લોકોએ દેશી દારૂની પોટલીઓ અને કેન ઠાલવી દીધા હતા. પોલીસ સ્ટેશન પરિસરમાં દારૂનો ઢગલો થતા પોલીસ કર્મીઓ પણ અચંબિત થઈ ગયા હતા. પોલીસ અને આગેવાનો વચ્ચે બોલાચાલી આ ઘટના દરમિયાન પોલીસ સ્ટેશનમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક આગેવાનો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર 'તું તું મેં મેં' થઈ હતી. લોકોએ પોલીસ પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે પોલીસે પ્રક્રિયા મુજબ કામગીરી કરવાની ખાતરી આપી હતી. હાલ આ સમગ્ર ઘટનાના વીડિયો વાયરલ થતા સમગ્ર કચ્છમાં ચર્ચાનો વિષય બન્યો છે. જનતા રેડ કરતા લોકો સામે પોલીસ રોષે ભરાઈ હતી. આ સાથે સ્થાનિક લોકોએ પોલીસ પર હપ્તાખોરીના આરોપ લગાવ્યા હતા. આ પણ વાંચો - Kutch News : કચ્છમાં સાયબર ફ્રોડના રૂપિયા કમિશનથી મેળવનાર આરોપીઓ સામે કાર્યવાહી, બેંકના ખાતામાં રૂ. 33 લાખ જમા થયા હતા

Read Full Story arrow_forward
Dwarka News: ગોમતી નદીમાં યુવકે લગાવી મોતની છલાંગ
calendar_today January 2, 2026

Dwarka News: ગોમતી નદીમાં યુવકે લગાવી મોતની છલાંગ

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આજે વહેલી સવારે એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. પવિત્ર ગોમતી નદીના કિનારેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ યુવકે ગઈકાલે મોડી રાત્રે નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.ગોમતી નદીના કિનારે મૃતદેહ તરતો જોવા મળ્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે જ્યારે શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો ગોમતી નદીના કિનારે પહોંચ્યા ત્યારે સંગમ નારાયણ ઘાટની સામેના કિનારે એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. દ્વારકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને પાણીની બહાર કાઢ્યો હતો. પ્રેમ સંબંધનું કારણ? સ્થાનિક લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, આ યુવકે પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળતા અથવા તે બાબતના મનદુઃખને કારણે આ આત્યંતિક પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે આ કારણની પુષ્ટિ કરવામાં આવી નથી. મૃતક યુવકની ઓળખ વિધિવત રીતે સ્થાપિત કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ કાર્યવાહી દ્વારકા પોલીસે યુવકના મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. દ્વારકા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ યુવક ક્યાંનો રહેવાસી હતો અને કયા સંજોગોમાં તેણે ગોમતી નદી સુધી પહોંચી આત્મહત્યા કરી, તે દિશામાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામમાં બનેલી આ ઘટનાથી શ્રદ્ધાળુઓમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. આ પણ વાંચો - Dwarka News: 11 જાન્યુઆરીએ બ્લુ ફલેગ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવ યોજાશે

Read Full Story arrow_forward