android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : 35 દિવસથી દીકરી ગુમ છતાં પોલીસ નિષ્ક્રિય? રોષે ભરાયેલા પાટીદારોએ ન્યાય માટે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો
calendar_today January 2, 2026

Surat News : 35 દિવસથી દીકરી ગુમ છતાં પોલીસ નિષ્ક્રિય? રોષે ભરાયેલા પાટીદારોએ ન્યાય માટે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો

સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની એક સગીરાના અપહરણની ઘટનાને લઈને મોડી રાત્રે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા ૩૫ દિવસથી દીકરી પરિવારથી અળગી છે, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. મધરાતે પોલીસ સ્ટેશન બહાર ઉમટેલી હજારોની મેદનીએ સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી દીધું હતું. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે વારંવારની રજૂઆત છતાં પોલીસ માત્ર આશ્વાસન આપી રહી છે, જ્યારે દીકરી હજુ પણ ગુમ છે.સરથાણા પોલીસ છાવણીમાં ફેરવાયું ઉગ્ર બનેલા પાટીદાર સમાજે માંગ કરી છે કે આ કેસમાં તાત્કાલિક અસરથી આરોપીની ધરપકડ કરવામાં આવે અને તેની સામે કડક કલમો હેઠળ વિશેષ ગુનો દાખલ કરવામાં આવે. આ સાથે જ, તપાસમાં બેદરકારી દાખવનાર જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ટૂંકા સમયમાં દીકરીની શોધખોળ નહીં થાય, તો આ મામલે સીધી ગૃહ વિભાગમાં રજૂઆત કરવામાં આવશે અને આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. મોડી રાત સુધી ચાલેલી આ ખેંચતાણને પગલે પોલીસ સ્ટેશન પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ પણ વાંચો : Ahmedabad માં ટ્રાફિક પોલીસ એક્શનમાં, ગુજરાત હાઇકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઇવ, સરકારી બાબુઓ પણ નિશાના પર...

Read Full Story arrow_forward
Ahmedabad માં ટ્રાફિક પોલીસ એક્શનમાં, ગુજરાત હાઇકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઇવ, સરકારી બાબુઓ પણ નિશાના પર...
calendar_today January 2, 2026

Ahmedabad માં ટ્રાફિક પોલીસ એક્શનમાં, ગુજરાત હાઇકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઇવ, સરકારી બાબુઓ પણ નિશાના પર...

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે ગુજરાત હાઇકોર્ટ અને તેની આસપાસની સરકારી કચેરીઓ બહાર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન અનેક વાહનચાલકો હેલ્મેટ વગર ઝડપાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે પોલીસે તેમને રોક્યા ત્યારે દંડ ભરવાને બદલે વાહનચાલકોએ પોલીસ સાથે રકઝક કરી હતી અને અજીબોગરીબ તર્ક રજૂ કર્યા હતા. કેટલાક ચાલકોએ એવું કહીને બચવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ અહીં જ સરકારી સ્ટાફમાં ફરજ બજાવે છે, તેથી તેમની સામે કાર્યવાહી ન કરવી જોઈએ.હાઇકોર્ટના દરવાજે ડ્રાઇવ ડ્રાઇવ દરમિયાન વાહનચાલકોના ઉડાઉ જવાબોએ પોલીસને પણ મુંઝવણમાં મૂકી દીધી હતી. એક વાહનચાલકે દલીલ કરી હતી કે, "મારે બહુ નજીક જવાનું છે, તો હેલ્મેટ પહેરવાની શું જરૂર છે?" જ્યારે અન્ય એક ચાલકે કંટાળીને કહ્યું હતું કે, "વારંવાર હેલ્મેટ પહેરવું અને કાઢવું મજા નથી આવતી." જોકે, ટ્રાફિક પોલીસે આવા કોઈ પણ બહાનાને ગ્રાહ્ય રાખ્યા વગર નિયમ ભંગ કરનાર તમામ ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને મેમો ફાડ્યા હતા. હાઇકોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે આ કાર્યવાહી કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નિયમોનું પાલન દરેક નાગરિકે, પછી તે ગમે તે સ્ટાફમાં હોય, કરવું જ પડશે. આ પણ વાંચો : Rajkot News : RMC કોલ સેન્ટર ગુંજી ઉઠ્યું, 2.65 લાખ ફરિયાદો સાથે ડ્રેનેજ વિભાગ મોખરે, રોજના સરેરાશ 1280 કોલ...

Read Full Story arrow_forward
Weather News : અંબાલાલ પટેલે કહ્યું, ઉત્તરાયણમાં પતંગ રસિકોને મોજ પડી જશે, ઉત્તરાયણના દિવસે 6 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે
calendar_today January 2, 2026

Weather News : અંબાલાલ પટેલે કહ્યું, ઉત્તરાયણમાં પતંગ રસિકોને મોજ પડી જશે, ઉત્તરાયણના દિવસે 6 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા આકરી ઠંડી પડી શકે છે અને કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ છે અને એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવશે, પાટણ, સમી, હારીજ, સાબરકાંઠામાં તીવ્ર ઠંડી પડી શકે છે.પંચમહાલ અને સાબરકાંઠામાં પણ તીવ્ર ઠંડી પડશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ઉ.ગુજરાતમાં 8 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે અને રેલવે યાતાયાત પર ધુમ્મસની અસર રહશે, કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાશે અને નલિયામાં પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે અને ઉત્તરાયણમાં પવન સાનુકુળ રહેશે અને સવારે 5 થી 6 કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાશે અને 18 થી 21 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ આવશે અને પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં હવામાન પલટાશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે અને 24 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધશે. વાદળછાયું વાતાવરણ થતા ઠંડી ઘટશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટી શકે છે અને 10 જાન્યુઆરીથી પવન ફૂંકાતા ઠંડી વધશે અને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ફૂંકાશે. જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે અને ઉ.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી સુધી જશે અને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે, ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે. ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે, ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે. 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલનું કહેવું છે કે, 30 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 28 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે. આ પણ વાંચો : Surat News : સુરતમાં નબીરાએ 150થી વધુની સ્પીડે કાર હંકારી સર્જાયો અકસ્માત, પૈસાદાર બાપના છોકરાઓએ રોડ લીધો હતો માથે

Read Full Story arrow_forward