Ahmedabad: કૃષ્ણનગરમાં ચાર વર્ષની બાળકીને પીકઅપચાલકે અડફેટે લેતાં મોત
શહેરના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. કૃષ્ણનગરમાં શાકભાજી લઇને ઘરે જતી માતા સાથે આંગળી પકડીને ચાલતી ચાર વર્ષની બાળકીને પીકઅપ ડાલુચાલકે અડફેટે લેતા મોત નીપજ્યુ હતુ. જ્યારે અસલાલીમાં બાઇક પર નોકરીથી ઘરે જતા બે સગાભાઇઓને કારચાલકે ટક્કર મારતા એકનું મોત એક ઇજાગ્રસ્ત થયો હતો. બંને બનાવોમાં પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.ઘટના - 1 મૂળ નેપાળના અને હાલ કૃષ્ણનગરમાં 4 વર્ષની મનિષા પરિવાર સાથે રહેતી હતી. એક અઠવાડિયાથી તેના પિતા ઉદેપુર નોકરી માટે ગયા હતા અને તે માતા સાથે રહેતી હતી. ગત 31 ડિસેમ્બરે માતા સોનાકુમારી, પુત્રી મનિષા અને પાડોશી સારથીબેન સાંજના સમયે શાકભાજી લેવા સૈજપુર ટાવર પાસે ગયા હતા. શાકભાજી લઇને પરત ચાલતા ઘરે આવતા હતા. ત્યારે કૃષ્ણનગર જીડી ત્રણ રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવી રહેલ પીકઅપ ડાલુએ અમનિષાને ટક્કર મારતા આસપાસના લોકોે તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા પરંતુ ફ્રજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. જ્યારે પીકઅપ ડાલુ મુકીને ચાલક ચાવી નાખીને ભાગી ગયો હતો. આ અંગે સોનાકુમારીએ પીકઅપ ડાલુચાલક સામે જી ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ઘટના - 2 ધોળકામાં રહેતા ગજાનંદભાઇ રાણા પાન પાર્લર ધરાવી ધંધો કરે છે. તેમના બે પુત્રો 29 વર્ષીય સંદિપ અને 22 વર્ષીય રવિ સિંધુભવન રોડ પર આવેલ કંપનીમાં નોકરી કરે છે. ગત 30 ડિસેમ્બરે સાંજના સમયે રવિ અને સંદિપ નોકરી પૂર્ણ કરીને બાઇક પર ઘરે આવતા હતા ત્યારેધોલેરા એક્સપ્રેસ હાઇવે પર વિસલપુર પાસે પહોચ્યા તે સમયે પુરઝડપે આવી રહેલ કારચાલકે બાઇકને ટક્કર મારતા બંને ભાઇઓ ફ્ંગોળાઇને રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોચી હતી. તેમજ કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. જ્યારે બંને ભાઇઓને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન સંદિપનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે. તેમજ રવિ સારવાર હેઠળ છે. આ અંગે અસલાલી પોલીસે કારચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward