android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News : સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન યાત્રિકને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી બચાવ્યો જીવ
calendar_today January 2, 2026

Gir Somnath News : સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન યાત્રિકને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી બચાવ્યો જીવ

ગીર સોમનાથના સોમનાથ મંદિરમાં નૃત્ય મંડપ પાસે યાત્રિક બેભાન થતા હડકંપ મચ્યો હતો, મંદિરની સુરક્ષા પોલીસે સમય સૂચકતા દાખવી CPR આપી યાત્રિકનો જીવ બચાવ્યો હતો, ગોલ્ફ કાર અને 108 એમ્બ્યુલન્સથી યાત્રિક દવાખાને ખસેડાયા હતો અને ત્વરિત સારવારથી યાત્રિકનો જીવ બચ્યો છે, ગુજરાત પોલીસનું “મેં આઈ હેલ્પ યુ” સૂત્ર બન્યું સાર્થક. હાર્ટ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ. શું છે હાર્ટ એટેક જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો. હાર્ટ એટેકનાં લક્ષણો ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે. આ પણ વાંચો : Surat News : સુરતના ઉત્રાણમાં વાલીની ઓળખ આપી કિશોરીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

Read Full Story arrow_forward
Surendranagar Land Scam : નાયબ મામલતદાર જેલ હવાલે, કલેક્ટર કચેરીના મોટા માથાઓના નામ ખુલ્યા!
calendar_today January 2, 2026

Surendranagar Land Scam : નાયબ મામલતદાર જેલ હવાલે, કલેક્ટર કચેરીના મોટા માથાઓના નામ ખુલ્યા!

સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજેલા બહુચર્ચિત જમીન કૌભાંડમાં ધરપકડ કરાયેલ નાયબ મામલતદારના ૮ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન તપાસનીશ સંસ્થાઓ સામે નાયબ મામલતદારે અનેક મોટા ખુલાસા કર્યા છે, જેને પગલે હવે કલેક્ટર કચેરીના અન્ય સ્ટાફ અને વહીવટદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કૌભાંડમાં નાયબ મામલતદારે પોતાની પાસે રહેલા જમીન બિનખેતી (NA) કરવાના પાવરનો સરેઆમ દુરુપયોગ કરી, વચેટિયાઓ અને એજન્ટો મારફતે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા તપાસ દરમિયાન નાયબ મામલતદારના મોબાઈલ ફોનમાંથી અત્યંત મહત્વના ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. જેમાં વિવિધ નાણાકીય વ્યવહારો, ક્યાં કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તેની વિગતો અને લાંચના પૈસાના હિસાબોનો સમાવેશ થાય છે. આ વિગતોના આધારે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સક્રિય થયું છે અને ટૂંક સમયમાં જ કલેક્ટર કચેરીના અન્ય શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરે તેવી પૂરેપૂરી શક્યતા છે. રિમાન્ડ દરમિયાન ખુલેલા નામોને આધારે તપાસનો વ્યાપ આગામી દિવસોમાં વધી શકે છે. ACB ટ્રાન્સફર વોરંટથી લેશે કબજો બીજી તરફ, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) પણ આ મામલે એક્શન મોડમાં છે. નાયબ મામલતદાર દ્વારા આચરવામાં આવેલી નાણાકીય ગેરરીતિઓને ધ્યાને રાખી ACB ટ્રાન્સફર વોરંટના આધારે તેમની ધરપકડ કરવાની તૈયારી કરી રહ્યું છે. સરકારી પદનો દુરુપયોગ કરીને આચરવામાં આવેલા આ જમીન કૌભાંડના મૂળિયાં ઘણા ઊંડા હોવાનું જણાઈ રહ્યું છે, જેમાં અનેક મોટા ગજાના અધિકારીઓ અને વચેટિયાઓની સંડોવણી હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે. આ પણ વાંચો : Rajkot News : ઓડિયો ક્લિપ વિવાદ પર રાજુ સોલંકીનો ખુલાસો, "વાયરલ ક્લિપ જૂની છે, તોડબાજ ગેંગથી સાવધાન"

Read Full Story arrow_forward
Bhuj News : ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સાવધાન, ભુજમાં મીઠાઈમાં ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે છ માસની સજા ફટકારી
calendar_today January 2, 2026

Bhuj News : ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સાવધાન, ભુજમાં મીઠાઈમાં ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે છ માસની સજા ફટકારી

ભુજમાં મીઠાઈના વેપારીને સજા ઉપરાંત કોર્ટે એક લાખનો દંડ ફટકાર્યો છે અને સાડા ચાર વર્ષ જૂના કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો અને સંચાલક દયારામ અને મહેશ દાવડાને છ માસની સજા ફટકારવામાં આવી છે, ભુજમાં વેપારી ખાવડા સ્વીટ અને ફરસાણની દુકાન ચલાવી રહ્યાં હોવાની વાત સામે આવી છે. ભુજ કોર્ટનો ભેળસેળ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો લોકોને છેતરીને ભેળસેળ કરી વધુ નફો વેપારીઓ કરતા હોય છે અને નગરપાલિકા અને કોર્પોરેશન ઘણી વાર ઓંચિતું ચેકીંગ કરીને ફૂડના નમૂના પણ લેતા હોય છે અને નમૂના પ્રમાણે જે રીપોર્ટ આવે તેના આધારે દંડ અને સજા વેપારીઓને પડતી હોય છે, ત્યારે આવા લાલચું વેપારીઓ કે જે રૂપિયા કમાવવા માટે અન્યના જીવ જોખમમાં મૂકતા હોય છે તેવોજ એક વેપારી ભુજનો પણ નીકળ્યો છે અને સાડા ચાર વર્ષ પહેલા નોંધેલા કેસમાં કોર્ટે ચુકાદો આપીને બન્નેને જેલ હવાલે કર્યા છે. ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યકિતઓ સાથે અભિપ્રાય-સૂચનો મંગાવાયા હતા ગુજરાત સરકાર દ્વારા ફુડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ, ૨૦૦૬ કેન્દ્રિય અધિનિયમ નં. ૩૪ ઓફ ૨૦૦૬ના અસરકારક અમલ માટે રાજ્યના પરિપેક્ષ્યમાં ખાસ જરૂરિયાતો અનુરૂપ રાજ્યકક્ષાએ તેમાંની કેટલીક દંડનીય જોગવાઇઓમાં સુધારા તેમજ વિચારણા કરવામાં આવી છે. જેના ભાગરૂપે જાહેર જનતાને સલામત અને ગુણવતા સભર ખોરાક મળી રહે તે હેતુથી નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ-અસોસિયેશનના હોદ્દેદારો પાસેથી પોતાનો અભિપ્રાય-સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન યાત્રિકને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી બચાવ્યો જીવ

Read Full Story arrow_forward