android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: પાંડેસરામાંથી મળ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ
calendar_today January 1, 2026

Surat News: પાંડેસરામાંથી મળ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ

સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પાંડેસરામાં આજે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ પાસે આવેલા ખુલ્લા મેદાનમાંથી આ મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સની બાજુમાં એક ખુલ્લું મેદાન આવેલું છે. આજે સવારે જ્યારે રાહદારીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર એક યુવકના મૃતદેહ પર પડી હતી. આ બનાવની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી અને તપાસ ઘટનાની ગંભીરતાને જોતા પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેબનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. મૃત્યુનું રહસ્ય અકબંધ આ યુવકનું મૃત્યુ કુદરતી છે કે તેણે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે, તે બાબત હાલ એક રહસ્ય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની અને ગુમ થયેલા વ્યક્તિઓની યાદી સાથે મેળવવાની તજવીજ શરૂ કરી છે જેથી મૃતકની ઓળખ કરી શકાય. આ પણ વાંચો - Surat: લિંબાયત વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પરિવાર દ્વારા એટ્રોસિટી ગુનો દાખલ કરવાની માગ

Read Full Story arrow_forward
Junagadh News : જૂનાગઢના ગિરનારની પવિત્ર તળેટીમાં આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ‘મિની કુંભ’ તરીકે ઉજવાશે
calendar_today January 1, 2026

Junagadh News : જૂનાગઢના ગિરનારની પવિત્ર તળેટીમાં આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ‘મિની કુંભ’ તરીકે ઉજવાશે

ગુજરાત સરકાર અને સાધુ-સંતોના સંયુક્ત પ્રયાસોથી આ મેળાને સત્તાવાર રીતે ‘મિની કુંભ’ જાહેર કરવામાં આવ્યો છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રશાસન દ્વારા વિશ્વ કક્ષાની સુવિધાઓ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ અને મહેન્દ્રાનંદગીરી બાપુએ તમામ ભાવિકોને આમંત્રણ પાઠવ્યું છે. મેળામાં વિવિધ અખાડાઓ દ્વારા પરંપરાગત રાવટીઓ નાખવામાં આવશે જ્યાં સતત ભજન અને ભોજન (અન્નક્ષેત્ર) ની સરવાણી વહેશે. મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ સાધુ-સંતોની ભવ્ય રવેડી નીકળશે, જેમાં અદ્રશ્ય શક્તિઓ અને સિદ્ધ પુરુષોની ઉપસ્થિતિ હોવાની માન્યતા છે, રવેડીના અંતે સાધુઓ અને નાગા સંન્યાસીઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે. એવી શ્રદ્ધા છે કે, સ્વયં મહાદેવ અને ગુપ્ત તપ કરતા સંતો આ કુંડમાં સ્નાન કરવા પધારે છે, આ મેળો સનાતન ધર્મનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડશે અને લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની ગોદમાં શિવમય બનશે જેનો લાભ લેવા આહવાન કર્યું છે. ​ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે, ગિરનાર એ દત્ત મહારાજ અને માં અંબાનું બેસણું છે. અહીં વર્ષોથી ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર અને સંતોની ગાઈડલાઈન મુજબ આ વખતે વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવી છે કે, ભકતોને પણ કોઈ તકલીફ પડશે નહી અને મેળાનો આનંદ માણી શકશે.  આ પણ વાંચો : Extra Comment : તાઇવાન ફરતે ચીનનો ઘેરો : નવા યુદ્ધના એંધાણ ? 

Read Full Story arrow_forward
Jetpur: યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ લગ્નનો ઇન્કાર કરી દેનારા યુવક સામે ફરિયાદ
calendar_today January 1, 2026

Jetpur: યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ લગ્નનો ઇન્કાર કરી દેનારા યુવક સામે ફરિયાદ

જેતપુર શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યા બાદ લગ્નનો ઇન્કાર કરી દેનારા યુવક સામે યુવતીએ સીટી પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.સુધીર મીઠુભાઈ ભટ્ટી નામના યુવક સામે ફરિયાદ જેતપુર શહેરમાં રહેતી એક યુવતીએ સીટી પોલીસ સ્ટેશનમાં સુધીર મીઠુભાઈ ભટ્ટી નામના યુવક સામે નોંધાવેલ ફરીયાદ મુજબ તેણીના પિતા અને આરોપી વચ્ચે મિત્રતા હતી. જેથી આરોપી પીડિતાના ઘરે આવતો હોય તેની સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થતાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી જે બાદ આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી હતી. મારે તારી સાથે જ લગ્ન કરવા છે તેમ કહી નરાધમે એકાદ વર્ષ પૂર્વે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે દરમિયાન યુવતીના ઘરે તેના અને આરોપીના સંબંધ અંગે જાણ થઇ જતાં યુવતીએ નરાધમ માટે પોતાનું ઘર ત્યજી દીધું હતું. જેતપુરમાં જ એક રૂમમાં રાખી હતી બાદમાં હવસખોરે યુવતીને જેતપુરમાં જ એક રૂમમાં રાખી હતી. જયાં યુવતી એકલી રહેતી હતી અને નરાધમ અવાર નવાર ત્યાં ધસી જઈ દુષ્કર્મ ગુજારી લેતો હતો. દરમિયાન યુવતીએ લગ્ન કરવાનું કહેતા હવસખોરે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેતા યુવતીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.  પોલીસે છેતરપિંડીથી દુષ્કર્મ આચરી લેવાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ  જેના માટે ઘર અને પરિવારને તરછોડી દીધા તે શખ્સે જ તરછોડી દેતા યુવતીને આંચકો લાગ્યો હતો. બાદમાં તેણીએ હિંમત દાખવી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે છેતરપિંડીથી દુષ્કર્મ આચરી લેવાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ પણ વાંચો----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward