Rajkot ના ન્યારા ગામમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન, ખેતરમાં ઊભા રહેલા ઘઉં ઢળી પડ્યા
રાજ્યમાં છેલ્લા 2 દિવસથી પલટાયેલા હવામાનના કારણે વિવિધ વિસ્તારોમાં માવઠું થઇ રહ્યું છે અને તેના કારણે શિયાળુ પાકને નુકશાન થઇ રહ્યું છે જેથી ખેડૂતોને ફરી એક વાર નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.રાજકોટના ન્યારા ગામમાં કમોસમી વરસાદ રાજકોટના ન્યારા ગામમાં ગઈકાલે બપોર બાદ આવેલા કમોસમી વરસાદને કારણે ખેતપાકને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને ઉભા રહેલા ઘઉંના પાક ઢળી પડતા ખેડૂતોને ગંભીર ચિંતાનો સામનો કરવો પડ્યો છે. ધાણાના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઘઉં સિવાયના ધાણાના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે આ અચાનક વરસાદથી તેમને આ સિઝનમાં મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે. આ પણ વાંચો--- LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો
Read Full Story arrow_forward