android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: રોડ પર પાઇપો નાખી દેતા વાહન ચાલકો અટવાયા
calendar_today January 1, 2026

Vadodara News: રોડ પર પાઇપો નાખી દેતા વાહન ચાલકો અટવાયા

સંસ્કારી નગરી વડોદરામાં વિકાસના કામો વચ્ચે અવારનવાર તંત્રની બેદરકારી સામે આવતી હોય છે. તાજેતરમાં શહેરના ધમધમતા વાસણા રોડ પર વીજ કંપનીની કામગીરી દરમિયાન ગંભીર લાપરવાહી જોવા મળી હતી. વાસણા રોડની વચ્ચે કોઈ પણ જાતના સુરક્ષા સાઈન બોર્ડ મૂક્યા વિના જ પાઈપોના થપ્પા લગાવી દેવાતા વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા અને અકસ્માતની ભીતિ સેવાઈ રહી હતી.શું છે સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, વીજ કંપની દ્વારા વાસણા રોડ પર 66 KV લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. દિવસે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિના સમયે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, કામગીરી દરમિયાન રોડ પર જ મોટી પાઈપો નાખી દેવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ હતી કે, અંધારામાં દૂરથી આવતા વાહનચાલકોને ચેતવવા માટે કોઈપણ પ્રકારના રિફ્લેક્ટર, બેરિકેડ કે સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા ન હતા. સ્થાનિકે કોન્ટ્રાક્ટરનો લીધો ઉધડો રોડ પર અચાનક પાઈપો આવી જતાં વાહનચાલકો અટવાયા હતા. આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને એક સ્થાનિક અગ્રણી વસીમ શેખ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે કોન્ટ્રાક્ટરની આ પ્રકારની બેદરકારી સામે લાલ આંખ કરી હતી અને ભારે ઉધડો લીધો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, જો રાત્રિના સમયે કોઈ સ્પીડમાં આવતું વાહન આ પાઈપો સાથે અથડાય અને જાનહાનિ થાય, તો તેનો જવાબદાર કોણ? માનવતાનું ઉદાહરણ માત્ર વિરોધ કરવા પૂરતું મર્યાદિત ન રહીને, વસીમ શેખે ત્યાં ઊભા રહીને પસાર થતા વાહનચાલકોને અટકાવ્યા હતા અને તેમને સાવચેતીપૂર્વક પસાર થવા સૂચના આપી અકસ્માતથી બચાવ્યા હતા. લોકોમાં એવી ચર્ચાઓ જાગી છે કે, સરકારી કામોમાં કોન્ટ્રાક્ટરો નફો કમાવવા માટે જનતાની સુરક્ષાને નેવે મૂકે છે, જે સાંખી લેવાય નહીં. હાલમાં આ મામલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Vadodara News : વડોદરામાં નવા વર્ષની શરૂઆતમાં 550 નબીરા પોલીસના મહેમાન બન્યા, અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા ગુનો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદમાં ફ્લાવર શોનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ, ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શોનું આયોજન
calendar_today January 1, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં ફ્લાવર શોનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ, ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શોનું આયોજન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar: 2010 બેચના 7 IAS અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી, કચ્છ અને અમદાવાદના કલેક્ટરને બઢતી
calendar_today January 1, 2026

Gandhinagar: 2010 બેચના 7 IAS અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી, કચ્છ અને અમદાવાદના કલેક્ટરને બઢતી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 2010 બેચના કુલ 7 વરિષ્ઠ IAS અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી આપવામાં આવી છે. બઢતી મળતા વહીવટી તંત્રમાં વધુ પ્રતિષ્ઠા અને જવાબદારી ઉમેરાશે એવી આશા છે.બઢતી પામેલા અધિકારીઓમાં નીચેના નામો સામેલ છે બઢતી પામેલા અધિકારીઓમાં કચ્છ-ભુજના કલેક્ટર આનંદ બબુલાલ પટેલ, અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્ર કુમાર મીણા, ટેકનિકલ એજ્યુકેશનના કમિશનર બી.એચ. તલાટી, માહિતી વિભાગના કમિશનર કે.એલ. બચાણી, પાટણના કલેક્ટર તુષારકુમાર વાય. ભટ્ટ અને વડાપ્રધાન કાર્યાલયમાં પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડૉ. હાર્દિક સતીશચંદ્ર શાહ જેમને IAS (પે) રૂલ્સ-2016 હેઠળ પ્રોફોર્મા બઢતી આપવામાં આવી છે. તેમની સેવાઓ ભારત સરકાર પાસે જ યથાવત રાખવામાં આવશે.  તમામ અધિકારીઓને હાલના પદ પર જ ફરજ ચાલુ રાખવા માટે નિયુક્ત સરકારી આદેશ અનુસાર બઢતી બાદ તમામ અધિકારીઓને હાલના પદ પર જ ફરજ ચાલુ રાખવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પણ વાંચો----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward