android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli: મોટા આંકડિયાથી 5 વર્ષના બાળકના અપહરણનો કેસ 15 કલાકમાં ઉકેલાયો, પોલીસે 170 CCTV ઝીણવટભરી રીતે ચકાસ્યા
calendar_today September 9, 2026

Amreli: મોટા આંકડિયાથી 5 વર્ષના બાળકના અપહરણનો કેસ 15 કલાકમાં ઉકેલાયો, પોલીસે 170 CCTV ઝીણવટભરી રીતે ચકાસ્યા

અમરેલી તાલુકાના મોટા આંકડિયા ગામે રહીને ખેતમજૂરી કરતા મધ્ય પ્રદેશના પરપ્રાંતિય પરિવારના 5 વર્ષના માસૂમ પુત્રનું બાઈક પર આવેલ લલિત નામના શખ્સે અપહરણ કરી લેતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આરોપી બાળકના પિતા સાથે અગાઉથી ઓળખાણ ધરાવતો હોવાથી તેનો ગેરલાભ ઉઠાવી બાળકને બાઇક પર બેસાડીને ચાલતી પકડી ગયો હતો.અમરેલીમાં 5 વર્ષના બાળકના અપહરણનો કેસબાળકના ગાયબ થવાની જાણ થતાં જ અમરેલી પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. સૌથી મોટો પડકાર એ હતો કે અપહરણકાર લલિત કોઈ મોબાઈલ ફોન વાપરતો ન હતો. જેથી તેને ટેકનિકલ લોકેશનથી ટ્રેસ કરવો શક્ય ન હતો. આ સંજોગોમાં પોલીસે માત્ર આરોપીના બાઈક નંબરને આધાર બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાળકની સુરક્ષા અને ગંભીરતાને ધ્યાને રાખીને અમરેલી પોલીસની ટીમોએ અમરેલી 'નેત્રમ' (CCTV સર્વેલન્સ) તેમજ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ 'નેત્રમ'ની મદદ લીધી હતી. પોલીસે સતત 15 કલાક સુધી રસ્તા પરના અંદાજે 170 જેટલા સીસીટીવી ફૂટેજ ઝીણવટભરી રીતે ચકાસ્યા હતા. સીસીટીવી કમાન્ડ સેન્ટરની મદદથી બાઈકના મુવમેન્ટ પર સતત નજર રાખવામાં આવી હતી.પોલીસે આરોપી લલિતને દબોચી લીધોઅંતે સીસીટીવી ટ્રેકિંગના આધારે પોલીસે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વીરપુર નજીકથી આરોપી લલિતને દબોચી લીધો હતો. તેના કબજામાંથી ૫ વર્ષના માસૂમ બાળકને હેમખેમ મુક્ત કરાવી તુરંત પરિવારને સોંપવામાં આવ્યો હતો. અમરેલી પોલીસની આ અદ્ભુત અને ત્વરિત કામગીરીને પગલે પીડિત પરિવારે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચો: Narmada: તિલકવાડાના નલિયા પાસે બાઇક રેલવે બ્રિજની દીવાલ સાથે ભટકાતાં બે યુવકોના કરુણ મોત

Read Full Story arrow_forward
Chotila: ચોટીલા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 27 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; પોલીસ બેડામાં ખળભળાટ
calendar_today September 9, 2026

Chotila: ચોટીલા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 27 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; પોલીસ બેડામાં ખળભળાટ

ચોટીલા ખાતે આવેલી પોલીસ લાઈન અને પોલીસ સ્ટેશન પરિસરમાં લાંચ રુશવત વિરોધી બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જીડિયા સામે જુગારના એક કેસમાં પકડાયેલા આરોપીઓના જામીન કરાવી આપવાના બદલામાં રૂ. 27,000 ની લાંચ માગવાનો ગંભીર આક્ષેપ થયો હતો.જુગારના કેસમાં જામીન માટે લાંચની માગણીઅધિકારી દ્વારા વારંવાર કરવામાં આવતી લાંચની માગણીથી કંટાળીને જાગૃત નાગરિકે તાત્કાલિક ACB ના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબી રાજકોટની ટીમે ચોટીલા ખાતે લાંચનું છટકું ગોઠવવાની યોજના બનાવી હતી.ગોઠવેલી યોજના મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે આવેલી D-સ્ટાફ ઓફિસ સામે છટકું ગોઠવવામાં આવ્યું હતું. નાગરિક પાસેથી હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જીડિયાએ રૂ. 27,000 ની લાંચની રકમ સ્વીકારતાં જ આસપાસ ગોઠવાયેલી ACB રાજકોટની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.જયસુખ જીડિયા ACB ના છટકામાં રંગેહાથ ઝડપાયોACB એ સ્થળ પરથી જ લાંચની સમગ્ર રૂ. 27,000 ની રકમ કબ્જે કરી લીધી હતી. સરકારી ચોપડે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આરોપી હેડ કોન્સ્ટેબલ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સ્ટેશન પરિસરમાં જ બનેલી આ ઘટનાને પગલે ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: Amreli: મોટા આંકડિયાથી 5 વર્ષના બાળકના અપહરણનો કેસ 15 કલાકમાં ઉકેલાયો, પોલીસે 170 CCTV ઝીણવટભરી રીતે ચકાસ્યા

Read Full Story arrow_forward
ગરબા પર ઘમાસાણ, GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, વાંચો 9 સપ્ટેમ્બરના 10 મોટા સમાચાર
calendar_today September 9, 2026

ગરબા પર ઘમાસાણ, GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, વાંચો 9 સપ્ટેમ્બરના 10 મોટા સમાચાર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચોBRICS Summit 2026: ભારત મંડપમમાં મહામંથન, જુઓ બે દિવસનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમSri Lanka સાથે ભારતની સંરક્ષણ ભાગીદારી મજબૂત, રાજનાથ સિંહને મળ્યા રાષ્ટ્રપતિ દિસાનાયકેWorld Archery Para Series : તીરંદાજીમાં ભારતનો ડંકો, શીતલ દેવીએ જીત્યો ગોલ્ડ મેડલMaharashtra : ગરબા પર ઘમાસાણ, અમૃતા ફડણવીસના એક નિવેદને રાણેની લાઇનથી ફેરવી દીધો મુદ્દો, VideoYemen : યમનમાં ફરી ભડકી યુદ્ધની આગ! સાઉદી અરેબિયાનો 4 પ્રાંતોમાં 32 એરસ્ટ્રાઈકનો દાવોTraffic Rules: ટ્રાફિક નિયમ તોડનારાઓ સાવધાન!, લાયસન્સ અને RC માટે આવી રહી છે નવી પોઈન્ટ સિસ્ટમVadodara News: GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, મૃતક ઘનશ્યામ ગોહિલના પરિવારને 18.51 લાખનું વળતર અને નોકરીની જાહેરાતDelhi : લાલ કિલ્લા બ્લાસ્ટની ચાર્જશીટે ખોલ્યું મોટું રહસ્ય, કારમાં કોણ હતું? DNA તપાસથી સામે આવ્યું ચોંકાવનારું સત્યWeather Update: ઓડિશા-છત્તીસગઢમાં વરસાદને લઈ રેડ એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણCrude Oil Price: ક્રૂડ ઓઈલના ભાવ વધતા ભારત પર મોંઘવારીનો મોટો ખતરો

Read Full Story arrow_forward