android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat : રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર બન્યો આદિવાસી આર્થિક સશક્તિકરણનું રાષ્ટ્રીય મંચ, 6.93 લાખ લોકોએ મુલાકાત લીધી
calendar_today January 1, 2026

Gujarat : રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર બન્યો આદિવાસી આર્થિક સશક્તિકરણનું રાષ્ટ્રીય મંચ, 6.93 લાખ લોકોએ મુલાકાત લીધી

ગુજરાતના સમસ્ત આદિવાસી સમાજ, રાજયના આદિજાતિ વિભાગ, દિશા ફાઉન્ડેશન તથા અન્ય સંસ્થાઓના સહયોગથી અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર (NTTF) ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો. આ મેળાએ આદિવાસી વેપાર, ઉદ્યોગસાહસિકતા, સંસ્કૃતિ અને આર્થિક સશક્તિકરણને રાષ્ટ્રીય સ્તરે મજબૂત મંચ આપ્યો છે.વાનગીઓના સ્ટોલ દ્વારા 1 કરોડથી વધુનું વેચાણ થયું વધુ વિગતો આપતા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ કહ્યું કે, ચાર દિવસમાં કુલ 6.93 લાખ મુલાકાતીઓએ મેળાની મુલાકાત લીધી હતી. જે રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર(NTTF)ની લોકપ્રિયતા અને વ્યાપક અસર દર્શાવે છે. આ મેળામાં 76 જેટલા ફૂડના સ્ટોલમાં આદિવાસી સન્નારીઓએ પરંપરાગત નીતનવી વાનગીઓ જેવી કે, ઢેકળા, રાગીના રોટલા, ઉબાડીયું, થેપલા, પનેલા, માલપુડા, મેથીના પુડા, ભડકું જેવી વાનગીઓના સ્ટોલ દ્વારા 1 કરોડથી વધુનું વેચાણ થયું હતું. જ્યારે ટ્રેડ અને ફેર સ્ટોલ્સમાંથી 4 કરોડથી વધુનું સીધું વેચાણ નોંધાયું હતું. સાથે જ રૂ.15 કરોડથી વધુના નવા બિઝનેસ ઓર્ડર અને લીડ્સ જનરેટ થતા આદિવાસી ઉદ્યોગકારો માટે રાષ્ટ્રીય બજાર સાથે જોડાવાની નવી તકો ઊભી થઈ હતી.  2 લાખથી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન મેળવ્યું આદિવાસી મેળાના કારણે સ્થાનિક દુકાનો, વેન્ડર્સ, હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ અને આસપાસના વિસ્તારોને રૂ.5 કરોડથી વધુની પરોક્ષ આવક મળતાં સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળી હતી. મેળામાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન મેળવ્યું હતું. જ્યારે 2 લાખથી વધુ ખેડૂતોએ માર્કેટ લિંકેજ અને નવી તકો માટે હાજરી આપી. આ ઉપરાંત 25,000થી વધુ ઉદ્યોગકારો અને બિઝનેસ ઓનર્સ, 15,000થી વધુ રાષ્ટ્રીય પ્રતિનિધિઓ, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની હાજરીએ મેળાને રાષ્ટ્રીય મહત્વ વધાર્યું હતું. દેશના 12થી વધુ રાજ્યોની ભાગીદારી સાથે આ મેળો સાચા અર્થમાં ‘રાષ્ટ્રીય’ મંચ બન્યો હતો. આદિવાસી ઉત્પાદનોને દેશભરમાં ઓળખ મળી રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર (NTTF) દરમિયાન 7 મહત્વપૂર્ણ સેમિનાર અને સત્રો યોજાયા હતા. જેમાં ઉદ્યોગસાહસિકતા, MSME, આદિવાસી બિઝનેસ, સ્કિલ ડેવલપમેન્ટ અને માર્કેટ એક્સેસ જેવા વિષયો પર મળેલ માર્ગદર્શને આદિવાસી યુવાનો અને ઉદ્યોગકારોમાં આત્મવિશ્વાસ વધાર્યો હતો. સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર ભારતના સૌથી વધુ જોવાયેલા આદિવાસી કેન્દ્રિત ઇવેન્ટ્સમાં સ્થાન પામ્યું છે, જેના થકી આદિવાસી ઉત્પાદનોને દેશભરમાં ઓળખ મળી. આ મેળો આર્થિક સશક્તિકરણ, રોજગાર સર્જન અને રાષ્ટ્રીય બજાર સાથે જોડાણનું મજબૂત માધ્યમ બન્યું હતું.આ પણ વાંચો: Mehsana: મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષની ઉજવણી, CMના હસ્તે જિલ્લાને રૂ. 836 કરોડના વિકાસકામોની ભેટ

Read Full Story arrow_forward
Vadodara: ગળતેશ્વર બ્રિજ પર તંત્રએ આડશ લગાવી વાહન વ્યવહાર બંધ કર્યો, લોકોએ હોબાળો મચાવ્યો
calendar_today January 1, 2026

Vadodara: ગળતેશ્વર બ્રિજ પર તંત્રએ આડશ લગાવી વાહન વ્યવહાર બંધ કર્યો, લોકોએ હોબાળો મચાવ્યો

ચોમાસા દરમિયાન ડેસર અને ગળતેશ્વર તાલુકાને જોડતો મહીસાગર નદી ઉપરનો બ્રિજ કડાણા ડેમમાંથી પાણી છોડાતા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા જે તે સમયે તમામ વાહનો માટે બંધ કરી દેવાયો હતો. મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતા નાના વાહનચાલકો માટે ફરી આ બ્રિજ શરૂ કરાયો હતો. બ્રિજ પર કંઈક મોટી ખામી સર્જાઈ હોવાથી તો ચેક કરવા માટે ભારદારી વાહનો માટે બંધ રાખવામાં આવ્યો હતો. આમ વારંવાર બ્રિજ બંધ રહેતા હોબાળો મચી જવા પામ્યો હતો. બંને છેડે મોટી આડસ લગાવી બંધ કરી દેવાયો ઘણા સમય સુધી બ્રિજને કોઈ મોટી ખામી છે કે નહીં તેની તંત્ર દ્વારા કોઈપણ જાતની જાહેરાત કર્યા વગર બ્રિજના બંને છેડે મોટી આડસ લગાવી બંધ કરી દેવાયો હતો બ્રિજ બંધ હોવાથી વરસડા થી અંબાવ માત્ર 6 કીલોમીટર અવરજવર કરવા માટે 50 કિલોમીટર ફરીને ક્વોરીના વાહનોને જવાની ફરજ પડતી હતી. બે મહિના પહેલા બ્રિજની આળાસ હટાવી ભારે વાહન ચાલકોએ બ્રિજ ઉપરથી અવરજવર શરૂ કરી હતી અને વાહનો ચાલતા હતા ગળતેશ્વર બ્રિજને કોઈ ખામી હોય તેવું દેખાતું નથી છતાં મરામતનું બહાનું કાઢી પુનઃ એક વખત લોખંડની મોટી ગડર લગાવી ભારે વાહનો માટે બ્રિજ બંધ કરી દેવાતા કવોરી સંચાલકો અને વાહન ચાલકો એ બ્રિજ ઉપર ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો. હજારો સ્થાનિકો તંત્ર ઉપર રોષે ભરાયા હતા સ્થાનિકો જણાવતા હતા કે આ બ્રિજ ભારે વાહનો માટે સાઈડમાં ડાયવર્ઝન આપ્યા પછી ભલે એક વર્ષ સુધી બંધ રહે તેમાં અમને વાંધો નથી પરંતુ કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર બંધ કરી દેવાય છે તેની સામે વાંધો છે. કેટલાકે ઠાસરાના ધારાસભ્યને ફોન કરીને ‌ આ બાબતે જાણ કરી હતી કે આ માર્ગ અમારી રોજી રોટી આપતો છે વારંવાર કોઈપણ બહાને બંધ કરી દેવાય છે. હજારો માણસની રોજી રોટી આ બ્રિજ ઉપર અટકેલી છે. ડેસર અને સેવાલીયા બંને તાલુકાની પોલીસની હાજરીમાં આરએનબી દ્વારા હોબાળા વચ્ચે બ્રિજ બંધ કરાતા હજારો સ્થાનિકો તંત્ર ઉપર રોષે ભરાયા હતા. આ પણ વાંચોઃ Kachchh News: જિલ્લામાં વર્ષ 2025માં 86,651 દસ્તાવેજોની નોંધણી થઈ, સરકારને રૂ.532 કરોડથી વધુ આવક થઈ

Read Full Story arrow_forward
Anand : જિલ્લામાં રોગચાળા પર પ્રશાસનનો 'માસ્ટર સ્ટ્રોક', ડેન્ગ્યુના કેસોમાં 50 ટકા જેટલો ઘટાડો
calendar_today January 1, 2026

Anand : જિલ્લામાં રોગચાળા પર પ્રશાસનનો 'માસ્ટર સ્ટ્રોક', ડેન્ગ્યુના કેસોમાં 50 ટકા જેટલો ઘટાડો

આણંદ જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સઘન કામગીરીના પરિણામે વર્ષ 2024ની સરખામણીમાં વિદાય થયેલા વર્ષ 2025માં વાહકજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિના સ્પષ્ટ દિશાનિર્દેશ તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલ અને જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ. રાજેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે. આ કામગીરીનો મૂળ હેતુ જિલ્લાના દરેક નાગરિકના સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો હતો, જેના સંતોષકારક પરિણામો મળ્યા છે.2024 દરમિયાન ડેન્ગ્યુના 135 કેસ નોંધાયા હતા જિલ્લા આરોગ્ય વિભાગમાંથી વિગતો મુજબ આણંદ જિલ્લામાં 2024ના વર્ષ કરતાં 2025ના વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો થયો છે. વર્ષ 2024 દરમિયાન ડેન્ગ્યુના 135 કેસ નોંધાયા હતા, જે વર્ષ 2025માં ઘટીને માત્ર 70 કેસ થઈ ગયા છે. તેવી જ રીતે, મેલેરિયાના કેસો 17થી ઘટીને 6 ઉપર અને ચિકનગુનિયાના કેસો 7થી ઘટીને 6 ઉપર આવ્યા છે. આ ઘટાડો નાગરીકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લા વહીવટી તંત્રના સકારાત્મક પ્રયાસોનું પ્રતિબિંબ પાડે છે. 7,524 પાત્રોમાં પોરાનો નાશ કરવામાં આવ્યો આ કામગીરીની સફળતાના યશભાગી એવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડીસેમ્બર 2025 દરમિયાન કરવામાં આવેલ કામગીરી પણ નોંધપાત્ર રહી છે. આ માસ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના 4,16,116 ઘરોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં 13,71,964 પાત્રોની તપાસ કરીને 7,524 પાત્રોમાં પોરાનો નાશ કરવામાં આવ્યો. રોગના વાહકોને નાથવા માટે 23,552 જેટલા પાત્રોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. 2500થી વધુ સ્થળોએ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું માત્ર ઘરે-ઘર સર્વેક્ષણ જ નહીં, પરંતુ જનજાગૃતિ અભિયાન દ્વારા પણ લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો (GIDC/ફેક્ટરી), સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો અને બાંધકામ સાઇટો સહિત 2500થી વધુ સ્થળોએ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ મેલેરિયા દિવસ અને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ જેવા કાર્યક્રમો થકી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી, જેથી પ્રજા પણ પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે સક્રિય બની શકે. જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિના નેતૃત્વ હેઠળની આ ટીમના સહિયારા પ્રયાસોનું આ પરિણામ છે, જે તંદુરસ્ત આણંદના નિર્માણ તરફનું એક મહત્ત્વનું પગલું છે. આ પણ વાંચો: Mehsana: મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષની ઉજવણી, CMના હસ્તે જિલ્લાને રૂ. 836 કરોડના વિકાસકામોની ભેટ

Read Full Story arrow_forward