android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ambaji: અંબાજી મંદિરમાં દાંતા રાજવી પરિવારને પૂજાનો અધિકાર પુનઃ આપવા માગ, કડાણામાં સનાતન હિન્દુ સમાજનું આવેદન
calendar_today January 1, 2026

Ambaji: અંબાજી મંદિરમાં દાંતા રાજવી પરિવારને પૂજાનો અધિકાર પુનઃ આપવા માગ, કડાણામાં સનાતન હિન્દુ સમાજનું આવેદન

 વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે નવરાત્રી દરમિયાન પૂજા કરવાના દાંતા રાજવી પરિવારના સદીઓ જૂના અધિકાર પર કોર્ટે રોક લગાવતા સનાતન હિન્દુ સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ પરંપરાને જીવંત રાખવા માટે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.રાજવી પરંપરાને સમર્થનદાંતા રાજવી પરિવારનો હિન્દુ સમાજમાં ભવ્ય ઇતિહાસ રહ્યો છે. તેઓ ઉજ્જૈનના મહારાજા વીર વિક્રમાદિત્યના વંશજો હોવાનું માનવામાં આવે છે. અંબાજી મંદિરમાં આસો સુદ ૮ (હવન) ના દિવસે પૂજા કરવાનો તેમનો પરંપરાગત અધિકાર રહ્યો છે. આ લડતમાં હવે કડાણાના રાજવી પરિવારની સાથે સંતરામપુર રાજવી પરિવારે પણ ટેકો જાહેર કર્યો છે અને આ પ્રાચીન પરંપરા અવિરત ચાલુ રાખવા માંગ કરી છે.મામલતદારને આવેદનપત્રકડાણા તાલુકાના સનાતન હિન્દુ સમાજના અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, ધાર્મિક આસ્થાઓ અને વર્ષો જૂની પરંપરાઓને જાળવી રાખવી અનિવાર્ય છે. કોર્ટના નિર્ણય બાદ રાજવી પરિવારને પૂજા કરતા અટકાવવામાં આવતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે. હિન્દુ સમાજની આસ્થાને ધ્યાને લઈને આ નિર્ણય પર પુનઃ વિચારણા કરવા વિનંતી કરવામાં આવી છે.પરંપરા અને ઇતિહાસનું મહત્વઆવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, દાંતા સ્ટેટ અને અંબાજી મંદિર વચ્ચેનો સંબંધ અતૂટ છે. રાજવી પરિવાર દ્વારા કરવામાં આવતી વિશેષ પૂજા-અર્ચના એ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ આદિશક્તિની આરાધનાનો એક ઐતિહાસિક વારસો છે. આ વારસાને જાળવી રાખવા માટે સમગ્ર ગુજરાતના હિન્દુ સમાજમાં એકસૂરે માંગ ઉઠી રહી છે.આ પણ વાંચો: પ્રેમ સંબંધમાં બ્લેકમેલિંગનો કરુણ અંજામ, મહિલાની ક્રૂર હત્યા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ

Read Full Story arrow_forward
Mehsana: મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષની ઉજવણી, CMના હસ્તે જિલ્લાને રૂ. 836 કરોડના વિકાસકામોની ભેટ
calendar_today January 1, 2026

Mehsana: મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષની ઉજવણી, CMના હસ્તે જિલ્લાને રૂ. 836 કરોડના વિકાસકામોની ભેટ

ઉત્તર ગુજરાતના હાર્દ સમાન મહેસાણા શહેર માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'વિકસિત મહેસાણા' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મહેસાણા શહેર અને જિલ્લા માટે કરોડો રૂપિયાના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.'વિકસિત મહેસાણા' કાર્યક્રમ અને લોકાર્પણમહેસાણાના પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 140 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ ઉપરાંત, સમગ્ર મહેસાણા જિલ્લા માટે રૂ. 696 કરોડના માતબર રકમના વિકાસ પ્રકલ્પોની જાહેરાત અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આમ, એક જ દિવસમાં જિલ્લાને કુલ રૂ. 836 કરોડના વિકાસકામોની સોગાદ મળી છે.મહાનુભાવોની ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી અને મહેસાણાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી પ્રવીણભાઈ માળી, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા બાદ મહેસાણાના આંતરમાળખાકીય વિકાસમાં જે તેજી આવી છે, તેની મહાનુભાવોએ સરાહના કરી હતી.મહેસાણાનો બદલાતો ચહેરોમુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગઠનથી સ્થાનિક પ્રશ્નોના નિકાલમાં ઝડપ આવી છે અને લોકોની સુખાકારીમાં વધારો થયો છે. આગામી સમયમાં મહેસાણાને સ્માર્ટ સિટીની સુવિધાઓથી સજ્જ કરવા સરકાર કટિબદ્ધ છે.આ પણ વાંચો: અંબાજી મંદિરમાં દાંતા રાજવી પરિવારને પૂજાનો અધિકાર પુનઃ આપવા માગ, કડાણામાં સનાતન હિન્દુ સમાજનું આવેદન

Read Full Story arrow_forward
Ahmedabad Gandhinagar હાઇવે પર અક્સ્માત, ઉભેલી કારમાં લાગી ભીષણ આગ
calendar_today January 1, 2026

Ahmedabad Gandhinagar હાઇવે પર અક્સ્માત, ઉભેલી કારમાં લાગી ભીષણ આગ

અમદાવાદ ગાંધીનગર હાઇવે પર અડાલજ કેનાલની પાસે એક કારમાં લાગેલી ભીષણ આગને કારણે લગ્નની તૈયારીઓ માટે નીકળેલા પરિવારે ખરીદેલો બધો જ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. કારમાં રાખેલા ૫ લાખ રૂપિયા રોકડા, લગ્ન માટે ખરીદેલા નવા કપડાં અને મોંઘી સાડીઓ બળીને ખાખ થઈ ગયા હતા. અડાલજ કેનાલ પાસે ગાડીમાં લાગી ભીષણ આગ મળતી માહિતી પ્રમાણે પરિવારના બે સભ્યો લગ્ન પ્રસંગ માટેની ખરીદી કરવા માટે કાર લઇને નીકળ્યા હતા.જ્યારે તેમની કાર અડાલજ કેનાલ પાસેથી પસાર થઇ રહી હતી. તે સમયે અચાનક જ બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. કારમાં સવાર બંને વ્યક્તિઓએ ગણતરીની સેકન્ડોમાં જ સમય સૂચકતા વાપરીને કારમાંથી નીચે ઉતરી ગયા જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જેવી આગળ આગ લાગી કે જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ કે આખે આખી કાર આગની લપેટમાં આવીને બળીને ખાખ થઇ ગઇ હતી.  જમા પૂંજી પણ ગાડી સાથે બળીને ખાખ થઇ આગ એટલી ભયાનક હતી કે તે માત્ર ગાડી જ નહીં પરંતુ જમા પૂંજી પણ તેમાં હોમાઇ ગઇ. ખરીદી કરવા નીકળેલા પરિવારના 5 લાખ રોકડ રૂપિયા અને નવા ખરીદેલા કપડાં, મોંઘી સાડીઓ પણ બળીને સ્વાહા થઇ ગઇ. પરિવારને માથે જાણે આભ તૂટ્યુ હોય તેવો માહોલ પણ સર્જાયો હતો.કારણ કે પ્રસંગની તૈયારી માટે રાખેલી તમામ સામગ્રી અને રોકડ રૂપિયા સેકન્ડોમાં રાખમાં ફેરવાઇ ગયા.આગની ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ કારમાં શોર્ટ સર્કિટ બતાવવામાં આવી રહ્યુ છે. આ પણ વાંચોઃ Gandhinagar: ડિસેમ્બર 2025માં રાજ્યની GSTની આવકમાં 12.37 ટકાનો વધારો

Read Full Story arrow_forward