android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahuva News: બગદાણા નવનીતભાઈ હુમલા કેસમાં મોટી કાર્યવાહી, મહિલા PIની બદલી
calendar_today January 1, 2026

Mahuva News: બગદાણા નવનીતભાઈ હુમલા કેસમાં મોટી કાર્યવાહી, મહિલા PIની બદલી

બગદાણામાં નવનીતભાઈ નામના યુવાન પર થયેલા ક્રૂર હુમલાના કેસમાં પોલીસ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. આ કેસમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યા બાદ, બનાવની ગંભીરતાને ધ્યાને લઈને બગદાણાના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી.વી. ડાંગરની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. નવનીતભાઈને 8 જેટલા અજાણ્યા શખ્સો દ્વારા બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.બનાવની ગંભીરતા ધ્યાનમાં લેતા કેસમાં 307ની કલમનો ઉમેરોઆ બનાવમાં પોલીસની ભૂમિકા પર આક્ષેપો થતા હવે તપાસનો દોર મહુવા PI કે. એસ. પટેલને સોંપવામાં આવ્યો છે. આ હિંસક હુમલાની ગંભીરતાને જોતા પોલીસે ગુનામાં હત્યાની કોશિશની કલમ (IPC 307) નો ઉમેરો કર્યો છે, જે અગાઉ સામાન્ય ઇજાની કલમો હેઠળ હતો. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી 4 મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તેમના 3 જાન્યુઆરી સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 4 આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. અન્ય 4 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યાકોળી સમાજની ઉગ્ર માંગ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પુરાવાઓને આધારે લેવામાં આવેલા આ પગલાંથી પીડિત પરિવારને ન્યાય મળવાની આશા બંધાઈ છે. હાલ મહુવા પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે જેથી હુમલા પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ થઈ શકે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: જિલ્લાના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા તાપમાનનો પારો ઊંચકાયો
calendar_today January 1, 2026

Surendranagar: જિલ્લાના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા તાપમાનનો પારો ઊંચકાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. પડોશી જિલ્લા મોરબી અને પાટણમાં વરસાદને લીધે આ બન્ને જિલ્લાની સરહદે આવેલા ધ્રાંગધ્રા, દસાડા તાલુકામાં બુધવારે મોડી સાંજે કમોસમી ઝરમર વરસાદ વરસ્યો હતો.રાજયના હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, દ્વારકા, પોરબંદર ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના પડોશી જિલ્લાઓ કચ્છ, પાટણ અને મોરબીમાં વરસાદની આગાહી કરાઈ હતી. ત્યારે ધ્રાંગધ્રાના ચુલી સહિતના ગામો અને દસાડાના માલવણમાં વરસાદ જોવા મળ્યો હતો. જયારે ગુરૂવાર સાંજ સુધી કયાંય વરસાદના વાવડ નથી. વરસાદી વાતાવરણને લઈને ગુરૂવારે સવારે ધુમ્મસનું સામ્રાજય જોવા મળ્યુ હતુ. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યુ હતુ. સામાન્ય દિવસોથીમાં 60થી 70 ટકા રહેતું ભેજનું પ્રમાણ ગુરૂવારે 85 ટકા જેટલુ નોંધાયુ હતુ. જેને લઈને તાપમાનના પારામાં વધારો જોવા મળ્યો છે. બુધવારના 15.8 ડીગ્રી સામે લઘુત્તમ તાપમાન વધીને 18 ડીગ્રી પહોંચ્યુ હતુ. જયારે મહત્તમ તાપમાન પણ બુધવારના 27ની સામે ગુરૂવારે 28.3 ડીગ્રી નોંધાયુ હતુ. વરસાદી વાતાવરણ બાદ જિલ્લામાં કાતિલ ઠંડી પડવાની શકયતા વ્યકત કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: દેત્રોજ અને વિરમગામને વર્ષ 2026ના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રીના હસ્તે વિકાસકાર્યોની ભેટ મળી
calendar_today January 1, 2026

Mandal: દેત્રોજ અને વિરમગામને વર્ષ 2026ના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રીના હસ્તે વિકાસકાર્યોની ભેટ મળી

વર્ષ 2026ના પ્રથમ દિવસે જિલ્લા ગ્રામ્યના તાલુકા મથક ખાતેથી માંડલ ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં રૂ. 497 કરોડના વિવિધ વિકાસકાર્યોરૂપી પ્રકલ્પોના ખાતમુહુર્ત કરવામાં આવ્યાં હતાં. તા.1લી જાન્યુઆરીએ સવારે 10.30 કલાકે મુખ્યમંત્રી હવાઈ માર્ગે દસાડા રોડ ઉપર કોટન જીન ખાતેના હેલિપેડથી મુખ્યમંત્રીનો કાફલો માંડલ -રામપુરા રોડ પરના મેઘમણી સંસ્કારધામ ખાતેના સમારોહ સ્થળે પહોંચ્યો હતો. મુખ્યમંત્રીનું આગમન થતાં ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિતના અગ્રણીઓએ સ્વાગત સન્માન કર્યું હતું. તેમજ મંચ પર દીપ પ્રાગ્ટય બાદ મુખ્યમંત્રીએ રૂ. 497 કરોડના વિવિધ વિકાસકાર્યોના કામોની તક્તીનું અનાવરણ કર્યુ હતુ અને નૂતન તૈયાર થનાર વિવિધ પ્રકલ્પોની ફોટો ગેલેરી પણ નીહાળી હતી.માંડલ ખાતેના સમારોહમાં મુખ્યમંત્રીએ વિરમગામ-માંડલ-દસાડા-પાનવા સુધીના 285 કરોડના ખર્ચે તૈયાર થનાર 44 કિલોમીટર અંતરના ફોર લેઈન હાઈવે, વિરમગામ-ભુજ ડાયવર્ઝન, વરમોર-વિઠલાપુર-કડી રોડ, કરકથલ-હાંસલપુર રોડ, થોરી- મુબારક - વાંસવા સહિતના રોડ-રસ્તાઓના નવિનીકરણના કામો અને વિરમગામ-દેત્રોજ રેસ્ટહાઉસ, દેત્રોજ સબ.રજીસ્ટાર કચેરી સહિતની સરકારી ઈમારતો, ઓવરબ્રીજ તેમજ ગ્રામ્ય માર્ગો મળી કુલ 497 કરોડના પ્રકલ્પોના ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના પ્રાંસગિક સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાનનો કાર્યમંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ છે. આપણે સૌ એક થઈશું તો વિકાસની ગતિ વધારે દોડશે અને વડાપ્રધાનનો સંકલ્પ વધુ મજબુત બનશે. આજે દેશમાં ગુજરાત ગ્રોથ એLSન બન્યું છે. આ ઉપરાંત તેમણે વધુમાં માંડલ-દેત્રોજ અને વિરમગામની પ્રજાજનો માટે કહ્યું કે, નવા વર્ષની પ્રથમ પ્રભાતે આ વિસ્તાર માટે વિકાસનો ઉત્સવ આવ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં સ્પે. ઈન્ડસ્ટ્રીયલ રીઝન(સર) આવ્યું. જેનાથી હોન્ડા-સુઝુકી જેવી મોટી કંપનીઓ આવી અને સ્થાનિક યુવાનોને રોજગારીની તકો મળી છે. માંડલ ખાતેના સમારોહમાં સ્થાનિક ધારાસભ્ય, ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખ, એપીએમસીના ચેરમેન - વાઈસ ચેરમેન, જિલ્લા ભાજપના આગેવાનો, જિલ્લા પંચાયતના સભ્યો સહિત કાર્યકરો તેમજ પંથકના ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward