android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand : જિલ્લામાં રોગચાળા પર પ્રશાસનનો 'માસ્ટર સ્ટ્રોક', ડેન્ગ્યુના કેસોમાં 50 ટકા જેટલો ઘટાડો
calendar_today January 1, 2026

Anand : જિલ્લામાં રોગચાળા પર પ્રશાસનનો 'માસ્ટર સ્ટ્રોક', ડેન્ગ્યુના કેસોમાં 50 ટકા જેટલો ઘટાડો

આણંદ જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સઘન કામગીરીના પરિણામે વર્ષ 2024ની સરખામણીમાં વિદાય થયેલા વર્ષ 2025માં વાહકજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિના સ્પષ્ટ દિશાનિર્દેશ તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલ અને જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ. રાજેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે. આ કામગીરીનો મૂળ હેતુ જિલ્લાના દરેક નાગરિકના સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો હતો, જેના સંતોષકારક પરિણામો મળ્યા છે.2024 દરમિયાન ડેન્ગ્યુના 135 કેસ નોંધાયા હતા જિલ્લા આરોગ્ય વિભાગમાંથી વિગતો મુજબ આણંદ જિલ્લામાં 2024ના વર્ષ કરતાં 2025ના વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો થયો છે. વર્ષ 2024 દરમિયાન ડેન્ગ્યુના 135 કેસ નોંધાયા હતા, જે વર્ષ 2025માં ઘટીને માત્ર 70 કેસ થઈ ગયા છે. તેવી જ રીતે, મેલેરિયાના કેસો 17થી ઘટીને 6 ઉપર અને ચિકનગુનિયાના કેસો 7થી ઘટીને 6 ઉપર આવ્યા છે. આ ઘટાડો નાગરીકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લા વહીવટી તંત્રના સકારાત્મક પ્રયાસોનું પ્રતિબિંબ પાડે છે. 7,524 પાત્રોમાં પોરાનો નાશ કરવામાં આવ્યો આ કામગીરીની સફળતાના યશભાગી એવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડીસેમ્બર 2025 દરમિયાન કરવામાં આવેલ કામગીરી પણ નોંધપાત્ર રહી છે. આ માસ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના 4,16,116 ઘરોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં 13,71,964 પાત્રોની તપાસ કરીને 7,524 પાત્રોમાં પોરાનો નાશ કરવામાં આવ્યો. રોગના વાહકોને નાથવા માટે 23,552 જેટલા પાત્રોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. 2500થી વધુ સ્થળોએ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું માત્ર ઘરે-ઘર સર્વેક્ષણ જ નહીં, પરંતુ જનજાગૃતિ અભિયાન દ્વારા પણ લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો (GIDC/ફેક્ટરી), સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો અને બાંધકામ સાઇટો સહિત 2500થી વધુ સ્થળોએ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ મેલેરિયા દિવસ અને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ જેવા કાર્યક્રમો થકી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી, જેથી પ્રજા પણ પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે સક્રિય બની શકે. જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિના નેતૃત્વ હેઠળની આ ટીમના સહિયારા પ્રયાસોનું આ પરિણામ છે, જે તંદુરસ્ત આણંદના નિર્માણ તરફનું એક મહત્ત્વનું પગલું છે. આ પણ વાંચો: Mehsana: મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષની ઉજવણી, CMના હસ્તે જિલ્લાને રૂ. 836 કરોડના વિકાસકામોની ભેટ

Read Full Story arrow_forward
Junagadh News: ભેંસાણના ખજૂરી હડમતીયા VCE જયેશ ખંભાળીયાનો આપઘાતનો પ્રયાસ
calendar_today January 1, 2026

Junagadh News: ભેંસાણના ખજૂરી હડમતીયા VCE જયેશ ખંભાળીયાનો આપઘાતનો પ્રયાસ

ભારે કમોસમી વરસાદથી થયેલ નુકશાની અંગે સરકારે ખેડૂતોને રાહત પેકેજ જાહેર કર્યું હતું. જે સહાય મેળવવા માટે ખેડૂતોની અરજીઓ લેવામાં આવી હતી. જે અન્વયે ભેંસાણ તાલુકામાં ખજૂરી હડમતીયા ગામમાં મૃત ખેડૂતોના નામે ફોર્મ ભરીને સહાય મેળવવાના પ્રયાસનો ભાંડાફોડ થયો છે અને ગ્રામ પંચાયતના વીસીઈ સામે પોલીસમાં ગુનો નોધવામાં આવ્યો છે. આ કૌભાંડમાં આરોપી વીસીઈએ ફિનાઈટ ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ખોટા ફોર્મ ભરી સરકારને છેતરવાનો આરોપ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં તાલુકા પંચાયતના સીડીપી ગ્રામ સેવક કેયુરકુમાર પ્રવીણભાઈ કથીરીયાએ ખજૂરી હડમતીયા ગ્રામ પંચાયતના વીસીઈ તરીકે ફરજ બજાવતા જયેશ રામજી ખંભાળીયા સામે ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ વીસીઈ જયેશ ખંભાળીયાએ ફિનાઈલ ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની સામે ખોટા ફોર્મ ભરી સરકારને છેતરવાનો આરોપ લગાવાયો છે. ત્યારે તેના પરિવારજનોનો ભૂલથી ફોર્મ ભરાયા હોવાનો ખુલાસો પણ સામે આવ્યો છે. છેતરપીંડી આચરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ રાહત ફોર્મ ચકાસણી કરવાની જવાબદારી કેયુરભાઈની હતી અને ડીડીઓએ તેમને ભેંસાણના ખજૂરી હડમતીયા ગામમાં ભરાયેલ ફોર્મની ચકાસણી કરવાની હતી. જેમાં તપાસમાં અમુક ખેડૂતો મરણ ગયેલ અને અમુક ખેડૂતોની ડબલ નોધણી કરીને આધારકાર્ડ જે તે ખાતેદાર ખેડૂતનું નહી નાખી અન્યના નંબર નાખી ખાતેદાર ખેડૂતોની બનાવટી સહી કરી ખોટા રેકર્ડ ઉભા કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.જે લાભાર્થીના ફોર્મમાં 30 જેટલા ખેડૂતોના ફોર્મમાં અનેક વિસંગતતા જોવા મળી હતી, અને તેમાં છ ખેડૂતોના મરણ થયેલ હોવા છતાં તેમના નામે સહાય મેળવવા માટેના ફોર્મની અરજીઓ કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. અને વીસીઈ જયેશ રામજી ખંભાળીયા દ્વારા કૌભાંડ આચરીને કુલ રૂ.૯,૪૯,૩૭૦ ની રકમની છેતરપીંડી આચરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Junagadh News: ભેંસાણમાં મૃત ખેડૂતોના નામે રાહત સહાય મેળવવાનું કૌભાંડ, VCE સામે ગુનો નોધાયો

Read Full Story arrow_forward
Surat: બિલ્ડરની રિવોલ્વર અને ગોળીઓ ચોરી બિહાર ભાગી ગયેલો કિશોર ઝડપાયો, નોકરીમાંથી કાઢી મુકતા લીધો બદલો
calendar_today January 1, 2026

Surat: બિલ્ડરની રિવોલ્વર અને ગોળીઓ ચોરી બિહાર ભાગી ગયેલો કિશોર ઝડપાયો, નોકરીમાંથી કાઢી મુકતા લીધો બદલો

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એક જાણીતા બિલ્ડરના ઘરેથી રિવોલ્વર અને કારતૂસની ચોરી થવાની ઘટનામાં અલથાણ પોલીસે મોટી સફળતા મેળવી છે. બિલ્ડરના ઘરે જ કામ કરતા અને ચોરીના ગુનામાં પકડાયા બાદ નોકરીમાંથી કાઢી મુકાયેલા એક કિશોરની પોલીસે બિહારથી ધરપકડ કરી છે.રિવોલ્વર અને કારતૂસની ચોરી કરનારની ધરપકડ ઘટનાની વિગત મુજબ, વેસુના બિલ્ડરના ઘરે આ કિશોર નોકરી કરતો હતો. થોડા સમય પહેલા બિલ્ડરે આ કિશોરને ₹8000ની ચોરી કરતા રંગેહાથ પકડી પાડ્યો હતો. આ ઘટના બાદ બિલ્ડરે તેને ઠપકો આપી નોકરીમાંથી કાઢી મુક્યો હતો. નોકરીમાંથી કાઢી મુકાયેલા કિશોરે બિલ્ડર સામે બદલો લેવાનું નક્કી કર્યું અને જતી વખતે બિલ્ડરની લાયસન્સ વાળી રિવોલ્વર અને 16 રાઉન્ડ ગોળીઓની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.બિહારથી કિશોરની ધરપકડહથિયાર જેવી સંવેદનશીલ વસ્તુની ચોરી થતા અલથાણ પોલીસ હરકતમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને જાણવા મળ્યું કે કિશોર તેના વતન બિહાર ભાગી ગયો છે. અલથાણ પોલીસની એક ટીમ બિહાર પહોંચી હતી અને ત્યાંથી કિશોરને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં તેની પાસેથી રિવોલ્વર અને 8 નંગ જીવતી ગોળીઓ કબજે કરવામાં આવી છે, જ્યારે બાકીની ગોળીઓ અંગે પૂછપરછ ચાલુ છે.પોલીસ તપાસ અને કાર્યવાહીસગીર હોવાને કારણે પોલીસ આ મામલે ખૂબ જ સાવચેતીપૂર્વક તપાસ કરી રહી છે. તે આ હથિયારનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે કરવાનો હતો કે કેમ, અથવા કોઈને હથિયાર વેચવાનો પ્લાન હતો, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસે હથિયાર કબજે કરી કિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો:સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરનાર આરોપી જયદીપ ચાવડા ઝડપાયો, પ્રદ્યુમન નગર પોલીસની કાર્યવાહી

Read Full Story arrow_forward