android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
NTPC સાથે મળીને અમેરિકાની કંપની કરશે કામ, ન્યુક્લિયર એનર્જીને અપાશે નવી દિશા
calendar_today January 1, 2026

NTPC સાથે મળીને અમેરિકાની કંપની કરશે કામ, ન્યુક્લિયર એનર્જીને અપાશે નવી દિશા

ભારતની ઊર્જા જરૂરિયાતો સતત વધી રહી છે અને દેશ હવે એવા વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે જે લાંબા ગાળે સલામત, સસ્તું અને ટકાઉ હોય. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે યુએસ પરમાણુ ટેકનોલોજી કંપની અને ભારતની સૌથી મોટી પાવર કંપની, NTPC વચ્ચે ભાગીદારી ચાલી રહી છે. આ સહયોગનો હેતુ ભારતમાં થોરિયમ આધારિત પરમાણુ ઈંધણને આગળ વધારવાનો છે.ભારતનું ધ્યાન થોરિયમ પર કેમ છે? ભારત પાસે યુરેનિયમનો મર્યાદિત ભંડાર છે, જ્યારે તેની પાસે વિશ્વના સૌથી મોટા થોરિયમ ભંડારોમાંનો એક છે. આ જ કારણ છે કે દાયકાઓથી થોરિયમને દેશની ઉર્જા સુરક્ષાનું ભવિષ્ય માનવામાં આવે છે. થોરિયમ વીજ ઉત્પાદન લાંબા સમય સુધી વિશ્વસનીય નથી, પરંતુ તે પ્રમાણમાં ઓછો પરમાણુ કચરો પણ ઉત્પન્ન કરે છે. અમેરિકાની કંપની NTPC સાથે કરશે કામ અમેરિકામાં શિકાગો સ્થિત એક પરમાણુ બળતણ ટેકનોલોજી કંપની હવે ભારતમાં NTPC સાથે કામ કરવાની યોજના બનાવી રહી છે. આ ભાગીદારી હેઠળ, NTPC યુએસ કંપનીમાં મર્યાદિત હિસ્સો ખરીદી શકે છે. તેનો ઉદ્દેશ્ય નવી ટેકનોલોજીઓ સુધી પહોંચ મેળવવાનો અને ભવિષ્યમાં પરમાણુ બળતણની જરૂરિયાતો માટે તૈયારી કરવાનો છે. આ સહયોગનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે નવા થોરિયમ આધારિત બળતણનો ઉપયોગ ભારતના હાલના દબાણયુક્ત ભારે પાણીના રિએક્ટરમાં થઈ શકે છે. આનો અર્થ એ છે કે દેશને તેના સમગ્ર પરમાણુ માળખાને શરૂઆતથી ફરીથી બનાવવાની જરૂર રહેશે નહીં. આનાથી ખર્ચમાં ઘટાડો થશે અને ઊર્જા ઉત્પાદનમાં વધારો થશે. નવા પરમાણુ ઉર્જા કાયદાએ આવી ભાગીદારીને સરળ બનાવી તાજેતરમાં પસાર થયેલા નવા પરમાણુ ઉર્જા કાયદાએ આવી ભાગીદારીને સરળ બનાવી છે. પહેલી વાર, ખાનગી અને વિદેશી કંપનીઓને ભારતના પરમાણુ ક્ષેત્રમાં, ખાસ કરીને ઇંધણ અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં મર્યાદિત ભૂમિકા ભજવવાની મંજૂરી આપવામાં આવી છે. આનાથી ભારતને અદ્યતન ટેકનોલોજી અને રોકાણ બંનેની ઍક્સેસ મળી શકે છે. આ પણ વાંચો: UPI Transaction : ડિસેમ્બર 2025માં UPIનું શાનદાર પ્રદર્શન, 21.6 બિલિયનથી વધારે ટ્રાન્ઝેક્શન થયા

Read Full Story arrow_forward
Valsad News : ચૈતર વસાવા અને અનંત પટેલ માટે ભાજપના દરવાજા બંધ, બંને હિન્દુ વિરોધી છે: સાંસદ ધવલ પટેલ
calendar_today January 1, 2026

Valsad News : ચૈતર વસાવા અને અનંત પટેલ માટે ભાજપના દરવાજા બંધ, બંને હિન્દુ વિરોધી છે: સાંસદ ધવલ પટેલ

ભાજપના સાંસદ ધવલ પટેલે ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે વાપીમાં એક એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ભંગાણ કરીશું. ભાજપમાં તો કોઈ મોટું ભંગાણ થશે નહીં પણ તેઓ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પાડવાની વાત કરે છે. બીજી બાજુ ધારાસભ્ય ચૈતર વસાવાએ નાનાપૌઢામાં કોંગ્રેસના ચારસો કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડ્યા. અને વાંસદાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે વારંવાર પોગ્રામ કરે છે. તેમણે એક પણ વખત ચૈતર વસાવા વિરૂદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું. કોંગ્રેસ સો ટકા 2027ની વિધાનસભાની ચૂંટણી હારવાની છે સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે, વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને એવુ પણ નથી કહ્યું કે અમારી પાર્ટીના કાર્યકર્તાઓને તમે કેમ તોડો છો. આ સાબિત કરે છે કે ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્યની સાંઠગાંઠ છે. ભાજપનો દરવાજો તો એમની માટે બંધ જ છે કારણ કે ભાજપમાં આવા હિન્દુ વિરોધી, ભારત વિરોધી અને આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી. જેથી વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય માટે ભાજપના દરવાજા બંધ છે. કોંગ્રેસ સો ટકા 2027ની વિધાનસભાની ચૂંટણી હારવાની છે. આદિવાસી સમાજ ભાજપ સાથે જોડાયેલો છે. સાંસદ ધવલ પટેલે ઉમેર્યું હતું કે, તેઓ આમ આદમી પાર્ટીમાં કૂદવા માટે આ બધા ગતકડાં કરી રહ્યાં છે. તેઓ ક્યાંય પણ જાય તેનાથી અમને કશોય ફર્ક પડતો નથી. હું આ નિવેદન તેમની રાજનીતિને ખુલ્લી પાડવા માટે આ નિવેદન આપી રહ્યો છું. એમને આદિવાસી સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ પોતાનો અંગત સ્વાર્થ અને પોતાની રાજનીતિ બચાવવા માટે આવું કરી રહ્યાં છે. આદિવાસી સમાજ ભાજપ સાથે જોડાયેલો છે. આ પણ વાંચોઃ Panchmahal News : વર્ષ 2026ના પહેલા દિવસે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીનો કરાર આધારીત કોમ્પુયટર ઓપરેટર રૂ.2 હજારની લાંચ લેતા ઝડપાયો

Read Full Story arrow_forward
Surat News: પોલીસ દ્વારા બાળકો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
calendar_today January 1, 2026

Surat News: પોલીસ દ્વારા બાળકો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મહિલા અને બાળ સુરક્ષાને અગ્રતા આપીને સતત જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજરોજ માંડવી તાલુકાના બૌધાન ગામે આવેલા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શાળામાં એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પોલીસ સ્ટેશન, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU), અને PBSC (પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર) સાથે મળીને ‘શી-ટીમ’ (SHE-Team) દ્વારા બાળકોને વિવિધ સામાજિક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બાળકોને સમજાવ્યું ‘ગુડ ટચ-બેડ ટચ’નું મહત્વ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના બાળકોને સ્વ-રક્ષણ અને સુરક્ષા વિશે જાગૃત કરવાનો હતો. શી-ટીમના સભ્યોએ અત્યંત સરળ ભાષામાં બાળકોને ‘ગુડ ટચ અને બેડ ટચ’ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. આ સાથે કોઈ પણ અજ્ઞાત વ્યક્તિ દ્વારા કરવામાં આવતી અયોગ્ય ચેષ્ટા સામે કેવી રીતે અવાજ ઉઠાવવો તેનું માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, હ્યુમન ટ્રાફિકિંગ જેવી ગંભીર સમસ્યાઓથી બચવા માટે પણ બાળકોને સતર્ક કરવામાં આવ્યા હતા. સાયબર સુરક્ષા અને મહિલા અત્યાચાર સામે અવાજ વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને, શાળાના વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અને સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો બતાવવામાં આવ્યા હતા. આ સાથે જ મહિલાઓ સામે થતા અત્યાચાર અને ઘરેલુ હિંસાના કિસ્સામાં કાયદાકીય રક્ષણ કેવી રીતે મેળવવું તે અંગે પણ ઉપસ્થિત કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી. હેલ્પલાઇન નંબરોની આપી માહિતી આ કાર્યક્રમના અંતે પોલીસે કોઈ પણ કટોકટીની સ્થિતિમાં મદદ માટે 181 (અભયમ), 1098 (ચાઈલ્ડ હેલ્પલાઇન), 1930 (સાયબર ક્રાઈમ) અને 100 નંબરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. શાળાના શિક્ષકો અને સંચાલકોએ પોલીસની આ પ્રેરણાદાયી પહેલને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ સુરક્ષિત અનુભવે છે. આ પણ વાંચો - Surat પોલીસે15 ગ્રામ MD ડ્રગ્સ સાથે રીઢા ગુનેગારની કરી ધરપકડ

Read Full Story arrow_forward