android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gondal: ગણેશ જાડેજાના જન્મદિવસે રાજુ સોલંકીની હાજરી, તોડબાજ ગેંગને આપ્યો જડબાતોડ જવાબ
calendar_today January 1, 2026

Gondal: ગણેશ જાડેજાના જન્મદિવસે રાજુ સોલંકીની હાજરી, તોડબાજ ગેંગને આપ્યો જડબાતોડ જવાબ

ગોંડલના ગણેશ જાડેજાના જન્મદિવસે એક આશ્ચર્યજનક અને સુખદ વળાંક જોવા મળ્યો છે. ભૂતકાળમાં થયેલી ગેરસમજ અને વિવાદો બાદ, ગણેશ જાડેજા અને અનુસૂચિત સમાજના આગેવાન રાજુ સોલંકી વચ્ચે મડાગાંઠ ઉકલી ગઈ છે. ગણેશ જાડેજાના જન્મદિવસે રાજુ સોલંકીએ ખાસ ઉપસ્થિતિ આપીને તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે.સમગ્ર સમાજ ગણેશ અને જયરાજસિંહની સાથેરાજુ સોલંકીએ આ પ્રસંગે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, "સમગ્ર અનુસૂચિત સમાજ ગણેશભાઈ અને જયરાજસિંહ બાપુની સાથે છે." તેમણે વિરોધ કરનારા તત્વોને આડે હાથ લેતા કહ્યું કે, જે લોકો ગેરસમજ ઉભી કરી રહ્યા છે તેઓ વાસ્તવમાં સમાજનું ભલું નથી ઈચ્છતા. તેમણે અનુસૂચિત સમાજના યુવાનોને અપીલ કરી હતી કે 'તોડબાજ ગેંગ'ની વાતોમાં આવીને ગેરમાર્ગે ન દોરાય.વાયરલ ઓડિયો ક્લિપ અંગે મોટો ધડાકોસોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 10 કરોડની માંગણી વાળી ઓડિયો ક્લિપ અંગે સ્પષ્ટતા કરતા રાજુ સોલંકીએ જણાવ્યું કે, આ ઓડિયો ક્લિપ ૨-૩ મહિના જૂની છે. 10 કરોડની વાત માત્ર સમાધાન ન થાય તે માટેના હેતુથી કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો કે જૂનાગઢમાં જે આવેદનપત્રો અપાઈ રહ્યા છે તે માત્ર દબાણ લાવવા અને 'તોડ' કરવા માટેની રમત છે.'ટુકડે-ટુકડે ગેંગ' થી સાવધાન રહેવા અપીલરાજુ સોલંકીએ આકરા શબ્દોમાં પ્રહાર કરતા કહ્યું કે, "જ્યારે હું ૧૩ મહિના જેલમાં હતો ત્યારે આ આવેદનપત્ર આપનારા અને વિરોધ કરનારા ક્યાં હતા?" તેમણે અનુસૂચિત જાતિના યુવાનોને 'ટુકડે-ટુકડે ગેંગ' થી સાવધાન રહેવા અને જયરાજસિંહ બાપુ પર ખોટા દબાણ લાવતા તત્વોને ઓળખવા વિનંતી કરી છે.આ પણ વાંચો: મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકે કારને 50 ફૂટ સુધી ઢસડી, અકસ્માતના હચમચાવી દેતા CCTV વાયરલ

Read Full Story arrow_forward
Surendranagar News: ચોરાયેલા મોબાઈલ મુળ માલિકને પરત કરાયા
calendar_today January 1, 2026

Surendranagar News: ચોરાયેલા મોબાઈલ મુળ માલિકને પરત કરાયા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની અમાનત પરત સોંપવાનો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી, પોલીસે જિલ્લાના નાગરિકોના ખોવાયેલા કે ચોરાયેલા કુલ 10 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને તેને મૂળ માલિકોને પરત સોંપ્યા હતા.CEIR પોર્ટલ બન્યું આશીર્વાદરૂપ આજના ડિજિટલ યુગમાં મોબાઈલ એ માત્ર વાતચીતનું સાધન નહીં પણ વ્યક્તિગત ડેટાનો ખજાનો છે. જ્યારે કોઈનો કિંમતી મોબાઈલ ખોવાય છે, ત્યારે નાગરિકો ભારે પરેશાની અનુભવતા હોય છે. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ભારત સરકારના CEIR પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના આધારે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીના અંતે અંદાજીત રૂપિયા 197496ની કિંમતના 10 નંગ મોબાઈલ હેન્ડસેટ ટ્રેસ કરવામાં સફળતા મળી હતી. “તેરા તુજકો અર્પણ” અંતર્ગત ખુશીઓ પાછી આપી થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જે નાગરિકોના મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હતા, તેમને પોલીસ મથકે બોલાવીને સન્માનપૂર્વક તેમના ફોન પરત કરવામાં આવ્યા હતા. પોતાનો ખોવાયેલો ફોન પાછો મળતા જ નાગરિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે પોલીસની આ ત્વરિત અને પારદર્શક કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસની અપીલ થાનગઢ પોલીસે આ તકે નાગરિકોને અપીલ કરી છે કે, જો તમારો મોબાઈલ ખોવાય કે ચોરાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરો અથવા ભારત સરકારના CEIR પોર્ટલ પર તેની વિગતો નોંધાવો. ટેકનોલોજીના યોગ્ય ઉપયોગથી તમારા કિંમતી સાધનો પરત મળવાની શક્યતા વધી જાય છે. થાનગઢ પોલીસની આ કામગીરીએ પોલીસ અને પ્રજા વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે. આ પણ વાંચો - Surendranagar News : ED રેડ કેસમાં મોટી કાર્યવાહી, ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે જેલ હવાલે કરવાનો કર્યો આદેશ

Read Full Story arrow_forward
Rajkot News: ફરિયાદના બદલામાં રાજકોટના યુવાનને મળી ધમકી, યુવકે ઘટનાનો વીડિયો બનાવી કર્યો વાયરલ
calendar_today January 1, 2026

Rajkot News: ફરિયાદના બદલામાં રાજકોટના યુવાનને મળી ધમકી, યુવકે ઘટનાનો વીડિયો બનાવી કર્યો વાયરલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી સિટી બસ સેવા ઘણીવાર અનિયમિતતાને કારણે વિવાદોમાં રહે છે. તાજેતરમાં રાજકોટના અક્ષય કંસારા નામના એક મુસાફર સાથે બનેલી ઘટનાએ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ જગાવી છે. સિટી બસમાં મુસાફરી કરતા અક્ષય કંસારાએ કરેલી બસની અનિયમિતતાની ફરિયાદની સામે ધમકી ભર્યો ફોન આવવા લાગ્યો. મળતી વધુ વિગત પ્રમાણે અક્ષય કંસારાને પ્રજાપતિ ચોકથી મહિકા ગામ જવા માટે સિટી બસ પકડવાની હતી. જોકે, બસ નિર્ધારિત સમય કરતાં ઘણી મોડી પડી હતી. એક જાગૃત નાગરિક તરીકે રહેવાસી અક્ષયે બસની આ અનિયમિતતા અંગે તંત્રમાં ફરિયાદ નોંધાવી હતી. સામાન્ય રીતે ફરિયાદ બાદ કોઇ નિરાકરણને બદલે અહિયા ઉલટું જ જોવા મળ્યુ. અક્ષયને આ ફરિયાદની સામે ધમકી ભર્યા ફોન આવવા લાગ્યા.અક્ષયે પોતાની સાથે બનેલી ઘટનાનો વીડિયો પણ વાયરલ કર્યો છે. ઘટનાનો વીડિયો વાયરલ ફરિયાદ કર્યાના થોડા જ સમયમાં અક્ષયને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ બસ મોડી પડવાની ફરિયાદ કરવા બદલ અક્ષયને ગંભીર ધમકીઓ આપી હતી. આ ઘટનાથી ડરવાને બદલે અક્ષયે હિંમત બતાવી અને જે નંબર પરથી ધમકી મળી હતી તે નંબર જાહેર કર્યો હતો. સાથોસાથ પોતાની સાથે બનેલી આ સમગ્ર આપવીતીનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. તંત્ર સામે સવાલો આ ઘટનાએ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શું સામાન્ય જનતાને પ્રાથમિક સુવિધાઓ વિશે ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી? મુસાફરનો નંબર ધમકી આપનાર વ્યક્તિ પાસે કેવી રીતે પહોંચ્યો? શું મનપાના કર્મચારીઓ કે કોન્ટ્રાક્ટર સાથે ધમકી આપનાર વ્યક્તિના કોઈ તાર જોડાયેલા છે? હાલમાં આ વીડિયો વાઇરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર આ મામલે તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : 30 લાખ ફૂલો સાથે ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

Read Full Story arrow_forward