android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkanthaમાં વિકાસના નામે ગૌચરનો વિનાશ, ઈડરના નેશનલ હાઈવે રોડના નિર્માણમાં લાખો ટન માટી ચોરીનું મોટું કૌભાંડ!
calendar_today September 9, 2026

Sabarkanthaમાં વિકાસના નામે ગૌચરનો વિનાશ, ઈડરના નેશનલ હાઈવે રોડના નિર્માણમાં લાખો ટન માટી ચોરીનું મોટું કૌભાંડ!

સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાંથી પસાર થતાં નેશનલ હાઇવે 168-G ના નિર્માણ કાર્ય દરમિયાન વિકાસના નામે ગૌચર અને સરકારી પડતર જમીનનો વિનાશ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. શામળાજીથી ભિલોડા, ઈડર અને ખેરાલુ સુધી બની રહેલા આ નેશનલ હાઇવે અંતર્ગત બડોલીથી મણિયોર સુધી બાયપાસ રોડનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં અનેક ખેડૂતોની જમીનો પણ સંપાદિત કરાઈ છે. જોકે આ કામગીરી દરમિયાન ઈડરના મણિયોર ગ્રામ પંચાયત વિસ્તારની કિંમતી ગૌચર જમીનમાંથી કોન્ટ્રાક્ટરો દ્વારા લાખો ટન માટીની ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.રોયલ્ટી ભર્યા વિના ખોદકામઆ સમગ્ર મામલે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ગૌચર અને સરકારી જમીનોમાંથી લાખો ટન માટી ઉઠાવી લેવાઈ હોવા છતાં સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સમગ્ર ઘટનાથી તદ્દન અજાણ હોવાનું રટણ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારી તિજોરીમાં એક પણ રૂપિયાની રોયલ્ટી ભર્યા વિના બેફામ રીતે માટી અને રેતીની ચોરી કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશો અને ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે ખાન-ખનીજ વિભાગ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને પ્રાંત અધિકારી સહિતના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ આ ચોરી રોકવામાં અને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ પુરવાર થયા છે.સ્થાનિકો અને ખેડૂતોમાં ભારે રોષ ગૌચર જમીનનો મોટાપાયે વિનાશ થતાં અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવતાં ઈડર પંથકના ખેડૂતો અને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ગ્રામજનોએ આળસુ અને નિષ્ક્રિય રહેનારા સરકારી અધિકારીઓ સામે પણ શિક્ષાત્મક કદમ ઉઠાવવાની માગણી કરી છે. સ્થાનિક લોકો હવે આ સમગ્ર માટી ચોરી કૌભાંડની ગાંધીનગર ખાતેથી ઉચ્ચ સ્તરીય અને તટસ્થ ટીમ દ્વારા તપાસ કરાવવાની કડક માગ કરી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે જો ગાંધીનગરથી નિષ્પક્ષ તપાસ હાથ ધરાય તો સ્થાનિક વહીવટી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની મોટી મિલીભગતની પોલ ખુલ્લી પડી શકે તેમ છે.આ પણ વાંચો : Suratમાં ‘શેરબજાર ફ્રોડ’નો મોટો શિકાર! 200 ટકા રિટર્નની લાલચમાં એન્જિનિયરે રૂ.37.15 લાખ ગુમાવ્યા

Read Full Story arrow_forward
Dwarkaમાં વરસાદના અભાવે 30 વીઘા મગફળી પર ફરી વળ્યું ટ્રેક્ટર! ખેડૂતે રોઈ-રોઈને સરકાર સમક્ષ માંગી તાત્કાલિક સહાય
calendar_today September 9, 2026

Dwarkaમાં વરસાદના અભાવે 30 વીઘા મગફળી પર ફરી વળ્યું ટ્રેક્ટર! ખેડૂતે રોઈ-રોઈને સરકાર સમક્ષ માંગી તાત્કાલિક સહાય

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન લાંબા સમયથી વરસાદ ખેંચાતાં ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે વરસાદના અભાવે મગફળીનો ઉભો પાક સંપૂર્ણપણે સુકાઈ જતાં લાચાર બનેલા ખેડૂતે પોતાના 30 વીઘા ખેતરમાં વાવેલી મગફળીના પાક પર ટ્રેક્ટર ફેરવીને તેને જમીનદોસ્ત કરી દેવાની ફરજ પડી છે. છેલ્લા બે મહિનાથી વરસાદ ન વરસતાં ખેતીનો મહામૂલો પાક નજર સામે નાશ પામતાં સમગ્ર પંથકના અન્નદાતાઓમાં ભારે આક્રોશ અને ઘેરી ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.30 વીઘામાં મગફળીનો પાક નિષ્ફળબનાવની પ્રાપ્ય વિગતો અનુસાર, પાનેલી ગામના રેણુકાવાડી વિસ્તારમાં રહેતા ખેડૂત દેવશીભાઈએ ચાલુ સિઝનમાં ભારે આર્થિક ખર્ચ કરીને 30 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. જોકે, છેલ્લા બે મહિનાથી મેઘરાજાએ ખેંચાણ કરતાં ઉભો પાક સુકાવા લાગ્યો હતો અને પાક બચવાની કોઈ આશા ન રહેતાં આખરે હજારો રૂપિયાનું નુકસાન વેઠીને પાક પર ટ્રેક્ટર ફેરવી દેવાયું હતું. ખેડૂત દેવશીભાઈએ પોતાના ખેતરમાં જમીનદોસ્ત થતા પાકનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે સાતમ-આઠમના તહેવારો પણ મીઠાઈ વગર અને આર્થિક તંગી વચ્ચે વિતાવવા પડ્યા હતા.દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગવરસાદના અભાવે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતો દ્વારા દ્વારકા જિલ્લાને તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જોરદાર માંગણી કરવામાં આવી છે. ખેડૂતોએ "ભગવાન તો રૂઠ્યા છે, હવે સરકાર અમારી વ્હારે આવે" તેવી આર્તહાદ સાથે સરકાર પાસે તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરાવી વિશેષ આર્થિક રાહત પેકેજ આપવા માટે હાકલ કરી છે, જેથી કરીને જગતનો તાત આવનારો દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ખુશીથી ઉજવી શકે.આ પણ વાંચો : Suratમાં ‘શેરબજાર ફ્રોડ’નો મોટો શિકાર! 200 ટકા રિટર્નની લાલચમાં એન્જિનિયરે રૂ.37.15 લાખ ગુમાવ્યા

Read Full Story arrow_forward
Gujarat Assembly session Live : રાજ્યમાં પાણીની સમસ્યાને લઈ ભાજપના જ ધારાસભ્યોએ વિધાનસભામાં સરકાર સમક્ષ સવાલો ઉઠાવ્યા
calendar_today September 9, 2026

Gujarat Assembly session Live : રાજ્યમાં પાણીની સમસ્યાને લઈ ભાજપના જ ધારાસભ્યોએ વિધાનસભામાં સરકાર સમક્ષ સવાલો ઉઠાવ્યા

ગુજરાતમાં માર્ચ મહિનામાં બજેટ સત્ર મળ્યા પછી દર વખતે સપ્ટેમ્બરમાં બેઠક મળતી હોય તેમ આજે બુધવારથી ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે.જેમાંથી પહેલા દિવસે શોક પ્રસ્તાવ પછી પરંપરા મુજબ ગૃહનું કામકાજ મુલતવી રખાશે.બાકીના બે દિવસમાં બે નવા કાયદા અને 11 કાયદાઓમાં સુધારા માટે એમ કુલ મળીને 8 વિધેયકો ચર્ચા માટે રજૂ થશે.બહુમતીને જોરે શાસકપક્ષ જેવો સુધારો સુચવશે તેવો પસાર પણ થઈ જશે!ચોમાસુ સત્રમાં અંદાજે 12 કલાક માટે ત્રણ તબક્કે વિધાનસભા મળશે.ત્રણેય દિવસ પ્રજાના પ્રશ્નો,સરકારી વ્યવસ્થાઓમાં ખામીઓ અને ગેરરીતિઓને ઉજાગર કરવા માટે ચૂંટાયેલા સભ્યોને એક એક કલાકનો પ્રશ્ન કાળ મળશે. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભામાં પહોંચ્યા છે. વિધાનસભાની કામગીરી શરૂ થઈ ગઈ છે. હવે પ્રશ્નોત્તરી કાળ શરૂ થશે.વિધાનસભા ગૃહ તેના નિયત સમય કરતાં થોડું મોડું શરૂ થયું હતું. જે 12 વાગ્યે શરૂ થવાનું હતું પરંતુ તે ચાર મિનિટ મોડુ શરૂ થયું હતુ.કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા વિધાનસભા ગૃહમાં સવાલકોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા વિધાનસભા ગૃહમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે સરકારે ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે, તો આ ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારનું શું આયોજન છે કે કેમ? જેના જવાબમાં સરકાર વતી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ૩૧ જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે, જ્યારે બઢતીના નિયમોમાં હજુ સુધારો કરવાનો બાકી હોવાથી તે પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.મહેસૂલ વિભાગની જમીન દફરત નિરીક્ષકની જગ્યા ખાલીમહેસૂલ વિભાગમાં જમીન દફતર નિરીક્ષકની જગ્યાઓ ખાલી હોવાનો સરકારે વિધાનસભા ગૃહમાં લેખિતમાં સ્વીકાર કર્યો છે.ભુજ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં જમીન દફતર નિરીક્ષકની મંજૂર થયેલી કુલ 326 જગ્યાઓ પૈકી 50% એટલે કે 165 જગ્યાઓ ખાલી પડી છે અને હાલ માત્ર 161 જગ્યાઓ જ ભરાયેલી છે.કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ચર્ચામાં વિધાનસભાના સત્રની શરૂઆતમાં વંદે માતરમ ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ચર્ચામાં આવ્યા હતા, કારણ કે તેઓ ચાલુ વંદે માતરમ ગાન દરમિયાન ઊભા થઈને ફરી બેસી ગયા હતા. જ્યારે કોંગ્રેસના બાકીના તમામ ધારાસભ્યો પોતાની જગ્યા પર અડગ ઊભા રહીને વંદે માતરમ ગાનમાં જોડાયા હતા, ત્યારે વંદે માતરમ પૂરું થતાં જ ભાજપના ધારાસભ્યો દ્વારા એવી કોમેન્ટ પણ કરવામાં આવી હતી કે ઇમરાન ખેડાવાળા વંદે માતરમમાં ઊભા નહોતા થયા.ભાજપના જ ધારાસભ્યોએ સરકાર સમક્ષ સવાલો ઉઠાવ્યા અનાવૃષ્ટિના કારણે રાજ્યમાં સર્જાયેલી પાણીની સમસ્યાને લઈને ભાજપના જ ધારાસભ્યોએ સરકાર સમક્ષ સવાલો ઉઠાવ્યા છે, જેમાં ગીર પંથકમાં ડેમ ખાલી થઈ જવાના કારણે વન્ય પ્રાણીઓને પડનારી મુશ્કેલીઓનો મુદ્દો સામે આવ્યો છે. ગીરના ડેમોમાં પાણી નહીં હોય તો મૂગા પ્રાણીઓને પીવાના પાણીની ભારે વિકટ સમસ્યા સર્જાશે તેવી ચિંતા વ્યક્ત કરીને ભાજપના ધારાસભ્ય ભગાભાઈ બારડ દ્વારા ગીરના ડેમોમાં સૌની યોજનાનું પાણી નાખવામાં આવે તેવી સખત માંગ કરવામાં આવી હતી. આ પ્રશ્નના ઉત્તરમાં પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે આ અંગે યોગ્ય સર્વે કરીને વત્વરિત ધોરણે જરૂરી કામગીરી કરવામાં આવશે.ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનો સવાલઅમરેલીમાં સૌની યોજનાની કામગીરી અને ચેકડેમ ભરવા અંગે ક્યારે કામગીરી થશે તેવો સવાલ ભાજપના જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પૂછવામાં આવ્યો હતો.જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે આ અંગે ઓગસ્ટ મહિનામાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને ગઈકાલે જ ટેન્ડર મંજૂર કરીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે, તેમજ આગામી ૧૩-૧૦-૨૦૨૬ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે જેથી ખાલી ચેકડેમ પાણીથી ભરી શકાશે.આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ નારા લગાવ્યાગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા વિધાનસભા પ્રવેશદ્વાર પર અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહિત ધારાસભ્યો ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા. આપના નેતાઓ અને ધારાસભ્યો ખેડૂતોને પૂરતું પાણી આપો અને ખેડૂતોને સહાય આપો ના નારા લગાવીને તથા વિરોધના પ્રતીકરૂપે હાથમાં ઘાસચારો લઈને વિધાનસભા પહોંચ્યા હતા અને સરકાર સમક્ષ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ઉગ્ર માંગ કરી હતી.સકારાત્મક ચર્ચાઓ થાય તેવી અપેક્ષાઃ મુખ્યમંત્રીઆજથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહ ખાતે પહોંચીને મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજથી શરૂ થઈ રહેલા આ સત્ર દરમિયાન ત્રણેય દિવસ સરકારી બિલોની સાથે-સાથે પ્રજાના મહત્વના પ્રશ્નો ઉપર સઘન ચર્ચા કરવામાં આવશે. સરકાર જનતાના તમામ પ્રશ્નોના ઉત્તર આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આ સત્ર દરેક ધારાસભ્ય માટે જનતાના પ્રશ્નો અને રજૂઆતો ગૃહમાં મૂકવા માટેનો એક ઉત્તમ અવસર પૂરો પાડે છે, જેથી ગૃહમાં ખૂબ સારી રીતે સકારાત્મક ચર્ચાઓ થાય તેવી અપેક્ષા છે.આ પણ વાંચોઃ Ambaji News : ભાદરવી પૂનમે 52 ગજની ધજા લઈને અંબાજી જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે

Read Full Story arrow_forward