android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dhandhuka : ડમ્પરની ટક્કરે ઈકો અગનગોળો બની, ચાલક ભડથું
calendar_today October 16, 2026

Dhandhuka : ડમ્પરની ટક્કરે ઈકો અગનગોળો બની, ચાલક ભડથું

અમદાવાદ જિલ્લાના ધંધૂકા પાસે ગુરુવારે રાત્રે સર્જાયેલી ગમખ્વાર માર્ગ દુર્ઘટનાએ હૃદય હચમચાવી દીધાં છે. ધંધૂકા-બરવાળા માર્ગ પર કોટન સેલ જીન નજીક પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરે ઈકો કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં કાર આશરે 30 ફૂટ સુધી રોડ પર ઢસડાઈ હતી. આ દરમિયાન ઈકો કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે ડમ્પરનું કેબિન પણ તેની લપેટમાં આવી ગયું હતું. દુર્ઘટનામાં ઈકો કારના ચાલક સંજય કાળુભાઈ કણઝરીયા (ઉંમર 34 વર્ષ, રહે. રાણપુર રોડ, ધંધૂકા)નું મોત નિપજ્યું હતું. સ્થાનિકો અને ધંધૂકા ફાયર ટીમ દ્વારા 40 મિનિટની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ધંધૂકા પોલીસે ડમ્પરના ચાલક પ્રદીપ વડદરિયા સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત કરી એક વ્યક્તિનું મોત નિપજાવી કાઢવા સબબ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ગમખ્વાર અકસ્માતના બનાવ અંગે ધંધૂકા પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને ઘટનાની અન્ય વિગતો અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ધંધૂકાના માર્ગ પરની કરુણ દુર્ઘટનાએ ફરી એકવાર ભારવાહક વાહનોના ચાલકોની ઝડપ અને બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : વિરમગામ પાસે દારૂ ભરેલા વાહન સાથે ચાલક ઝડપાયો
calendar_today October 16, 2026

Ahmedabad : વિરમગામ પાસે દારૂ ભરેલા વાહન સાથે ચાલક ઝડપાયો

વિરમગામ રૂરલ પોલીસ ટીમ બુધવારની આગલી રાત્રે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી.એક રાજસ્થાન પાર્સિંગ નંબર પ્લેટ ધરાવતા પીકઅપ વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે.જે અમદાવાદ તરફ્થી વિરમગામ તરફ્ આવે છે.જેથી હાંસલપુર તીરંગા સર્કલ પાસે હાઇવે રોડ ઉપર પોલીસે નાકાબંધી ગોઠવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ વાહન પસાર થતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી.વાહનમાં દારૂ ધબરાયેલો હતો.જેથી વાહન કબજે કરી ચાલકની અટક કરી તપાસ હાથ ધરી છે. કુલ બોટલ નંગ - 6,480, કુલ 1167 લીટર, કુલ 11,01,600 કિંમતનો જથ્થો સાથે પીકઅપ વાહન 6,00,000 તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ.5,000 તથા રોકડ રૂ. 530 મળી કુલ કિ.રૂ.17,07,130નો મુદામાલ કબજે કરાયો છે. વાહન ચાલક સુજારામ લાદાજી રબારી ઉ.વ.35 રહે. માવલગામ, હોલીચોક,તા.આબુરોડ, જી.શીરોહી, રાજસ્થાન અને અન્ય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પીઆઈ એસ. એસ. ચૌધરીએ વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal : ના બજારમાં તહેવારો ટાણે સુચારું ટ્રાફિક વ્યવસ્થાની માંગ
calendar_today October 16, 2026

Mandal : ના બજારમાં તહેવારો ટાણે સુચારું ટ્રાફિક વ્યવસ્થાની માંગ

હાલ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં દિવાળીનું મહાપર્વ પણ આવી રહ્યું છે ત્યારે માંડલની બજાર વિસ્તારની વર્ષો જુની ટ્રાફિકની સમસ્યા આ વખતે પણ યથાવત જોવા મળી રહી છે. અત્રે ખંભલાય માતાજી અને વાઘેશ્વરી માતાજીના પ્રસિદ્ધ બે મોટા મંદિરો આવેલ છે અને સવારના ચારથી પાંચેક કલાક સુધી બજારમાં શાકમાર્કેટ પણ ભરાય છે. પરિણામે તહેવારોની મોસમ હોય હાલ બજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની છે. બજાર વિસ્તારમાં હાલ નવરાત્રિ પર્વે ખરીદી કરનાર ગ્રાહકો, સવારે માર્કેટમાં શાક બકાલું લેતી ગૃહિણીઓ તેમજ મંદિરોમાં આવતાં યાત્રિકજનો અને રાહદારીઓ,વાહનચાલકોના કારણે બપોર સુધીના સમયમાં ફુલ ભીડભાડ જોવા મળતી હોય છે. હજુ આગળ દુર્ગાષ્ટમી અને દશેરા સહિતના પર્વ આવશે, ત્યારે પણ ટ્રાફિક હદ્દ વગરનો રહે છે, આગામી સમયમાં દિવાળી પણ છે જેથી આ ટ્રાફિક સમસ્યાને લઈ સ્થાનિકો,રહીશો અને દુકાનદારો ખાસ કરીને હાલાકી ભોગવી રહ્યાં છે. ટ્રાફિકને કારણે ખરીદી કરતાં આવતાં ગ્રાહકોને પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે, શાકમાર્કેટમાં શાકભાજીના રોજીંદા વેપારીઓને પણ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે બજાર વિસ્તારમાં હાલ તહેવાર ટાણે સુચારું ટ્રાફિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે. પોલીસ તંત્ર દ્વારા બેરીકેટ ગોઠવાય, મોટા વાહનો માટે સવારના સમયમાં નિયમોનુસાર આવનજાવન થાય તેવી કાર્યવાહી થવી જરૂરી છે. દેશના ચુંટણી કમિશનર સામે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. ત્યારે જામનગરમાં કોંગ્રેસે આ મુદ્દે બાઈક રેલી યોજી હતી. પરંતુ મંજુરી નહીં મળતાં બાઈકો સાથે કાર્યકરો લીમડાલાઈનની આડી ગલીઓમાં ઘુસી જતાં પોલીસ દોડધામમાં પડી ગઈ હતી.ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારના બેનરો સાથે બાઈક રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને મોડી રાત્રે 1:24 વાગ્યે પોલીસ દ્વારા નામંજુર કરવામાં આવી હોવાની જાણ કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજાને કરી હતી. તેમ છતાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, લીમડા લાઈન ખાતે ભેગા થયેલા કોંગ્રેસીઓએ ચારે બાજુ પોલીસ બંદોબસ્ત જોઈને કાર્યાલય સામેની ગલીમાં બાઈકો ઘુસાડીને સુત્રોચ્ચાર સાથે લીમડા લાઈનમાં ચક્કર મારતાં પોલીસ ચકરાવે ચડી ગઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward