android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
મણિનગર-ઘોડાસર રોડ પર 15 દિવસથી ગટર કામ પૂર્ણ થયું છતાં બેરિકેડ યથાવત
calendar_today August 31, 2026

મણિનગર-ઘોડાસર રોડ પર 15 દિવસથી ગટર કામ પૂર્ણ થયું છતાં બેરિકેડ યથાવત

મણિનગર રેલવે સ્ટેશનથી ઘોડાસર તરફ્ જતા મુખ્ય રસ્તા પરથી પસાર થવું હવે મુસાફરો માટે મોટી મુસીબત બની ગયું છે. સ્થાનિક લોકોની ફરિયાદ મુજબ, આ રસ્તા પર ગટરલાઇન નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં 15 દિવસથી બેરીકેટો હજુ પણ યથાવત છે. આ બેરીકેટોને કારણે અડધો રસ્તો બ્લોક થઈ ગયો છે, જે ટ્રાફ્કિ સમસ્યામાં નોંધપાત્ર વધારો કરે છે. મહત્વનું છે કે આ રસ્તો દિવસભર ગીચ હોય છે, કારણ કે તે મણિનગર સ્ટેશનને ઘોડાસર સાથે જોડે છે. અડધો રસ્તો અવરોધાઈ જવાથી, ખાસ કરીને પીક અવર્સભારે વાહનવ્યવહારના કારણે લાંબી લાઈનો લાગે છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં વધુ સમય લાગે છે. અને તેઓને મુસીબતનો સામનો કરવો પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે અમે 15 દિવસથી જોઈ રહ્યા છીએ કે અહીં બેરીકેટો મુકવામાં આવ્યા છે, પરંતુ કોઈ કામ ચાલુ નથી. ગટરલાઇનનું કામ પૂર્ણ થઈ ગયું હોવાનું દેખાઈ રહ્યું છે. આ બેરીકેટોને તાત્કાલિક હટાવવા જોઈએ જેથી કરીને રસ્તો ફરીથી ખુલ્લો થઈ શકે અને ટ્રાફ્કિ સરળતાથી ચાલી શકે. આ સમસ્યાની જાણ સત્તાવાળાઓને કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. મુસાફરોને અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે, જે લાંબા છે અને તેમાં વધુ સમય લાગે છે.મુસાફરોની માંગ છે કે સત્તાવાળાઓ આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવે અને બેરીકેટોને હટાવી રસ્તો ફરીથી ખુલ્લો કરે. તેઓને ટ્રાફ્કિ જામની સમસ્યામાંથી મુક્તિ મળે અને મુસાફરી સરળતાથી થઈ શકે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ભાઈપુરાના સોહમ તળાવમાં તંત્ર દ્વારા ઈરાદા પૂર્વક કચરો ઠાલવી તળાવ પૂરી દેવાનો કારસો
calendar_today August 31, 2026

ભાઈપુરાના સોહમ તળાવમાં તંત્ર દ્વારા ઈરાદા પૂર્વક કચરો ઠાલવી તળાવ પૂરી દેવાનો કારસો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએક તરફ્ ક્લીન અમદાવાદ અને જળાશયોના સંવર્ધનની મોટી-મોટી વાતો કરે છે, તો બીજી તરફ્ જમીની હકીકત કાંઈક ઓર જ છે. ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં આવેલા સોહમ તળાવને બચાવવાને બદલે, AMCના અધિકારીઓની મિલીભગતથી આ ઐતિહાસિક તળાવમાં ઈરાદાપૂર્વક કચરો અને મકાનનો કાટમાળ ઠાલવી તેને પૂરી દેવામાં આવી રહ્યું હોવાની ગંભીર ફરિયાદ સ્થાનિકો દ્વારા ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે સોહમ તળાવ કે જે આ વિસ્તારનું એકમાત્ર કુદરતી જળાશય હતું, તે છેલ્લા કેટલાક સમયથી કચરાપેટી બની ગયું છે. AMCની ગાડીઓ અને ખાનગી ટ્રેક્ટરો દ્વારા અહીં રોજેરોજ ગમે તેમકચરો, ગંદકી અને તોડેલા મકાનોનો કાટમાળઠાલવવામાં આવે છે. આ રીતે ધીમે-ધીમે તળાવના વિસ્તારમાં દબાણ ઊભું કરીને તેને પૂરવાનો કારસો ચાલી રહ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે આ અંગે AMCના કમિશનર અને હેલ્થ વિભાગ તાત્કાલિક દખલગીરી કરે અને આ ગેરકાયદે પુરાણકામને બંધ કરાવી તળાવનું સંવર્ધન કરે તેવી આક્રમક માંગણી છે. અહીં વાહનો કાટમાળ લાવીને અહીં ઠાલવી રહ્યા છે આખું મેદાન કચરાથી ખદબદી રહ્યું છે. આ કચરાના ઢગલા પર ગાયો અને પક્ષીઓ પ્લાસ્ટિક અને અન્ય ગંદકી ખાવા માટે મજબૂર બન્યા છે. તળાવના કિનારા પર કચરો, ઇંટોના ટુકડા અને ભંગારના ઢગલા ખડકાયેલા છે. આસપાસ ઉગેલા બિનજરૂરી ઝાડી-ઝાંખરાં પણ ગંદકીથી ભરેલા છે. આ જગ્યાને સાફ કરવામાં આવે અને દબાણ દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છેગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
હાટકેશ્વર મુક્તિધામનું નિર્માણ કાર્ય ગોકળગતિએ ચાલતું હોવાની ફરિયાદ
calendar_today August 31, 2026

હાટકેશ્વર મુક્તિધામનું નિર્માણ કાર્ય ગોકળગતિએ ચાલતું હોવાની ફરિયાદ

ખોખરા વિસ્તારમાં આવેલું હાટકેશ્વર મુક્તિધામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી તથા ઢીલી નીતિનું ઉદાહરણ બન્યું છે. છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા સ્મશાન ગૃહના રી-ડેવલપમેન્ટ અને સમારકામના કામમાં અતિશય ધીમી ગતિ જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.મહત્વનું છે કે લોખંડના સળિયાના પિલર ઉભા કરીને કામ અટકાવી દેવાયું હોય કે ખૂબ જ ધીમી ગતિએ ચાલતું હોય તેવી સ્થિતિ છે. ખુલ્લા મેદાનમાં લોખંડની જાળીઓ, કટાયેલા સળિયા અને બાંધકામની સામગ્રી રઝળતી હાલતમાં પડી છે, પરંતુ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પૂરતા કારીગરો કે મશીનરી નજરે પડતા નથી.સ્મશાન ગૃહ બંધ કે અધૂરું હોવાને કારણે ખોખરા, હાટકેશ્વર અને આસપાસના વિસ્તારોના રહીશોએ પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર અને અગ્નિદાહ માટે 5 થી 7 કિલોમીટર દૂર આવેલા અન્ય સ્મશાન ગૃહો સુધી ધક્કા ખાવા પડે છે. દુઃખના આ સમયે પરિવારજનોને દૂર સુધી શબવાહિનીઓ લઈને જવું પડે છે, જેનાથી આર્થિક અને માનસિક ત્રાસ વેઠવાનો વારો આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward