android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ SOUને જોડતા ધૂળિયા રસ્તાથી લોકો ત્રાહિમામ
calendar_today August 31, 2026

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ SOUને જોડતા ધૂળિયા રસ્તાથી લોકો ત્રાહિમામ

દેશનાવડાપ્રધાન નું ડ્રીમ પ્રોજેટ્ક એવા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ઝઘડિયાતાલુકાના જોડતા રસ્તાઓ ઉપર જવાબદારી તંત્ર નકરી ધૂળ ઉડાડી રહ્યું છે. સજર રસ્તા ઉપર વરસાદ હોય તો કિચડ અને વરસાદ ના હોય તો નકરી ધૂળનું સામ્રાજ્ય કાયમ છે. સતત જબરજસ્ત ઉડતી ધૂળથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગુમાનદેવથી ઉમલ્લા સુધીના સ્થાનિક લોકો આ બાબતે હેરાન પરેશાન થઇ રહ્યા છે.વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વરથી રાજપીપલા સુધીના ચાર માર્ગીય રસ્તાની કામગીરીને વર્ષો વીતી ગયા છતાં રસ્તા બાબતે કોઇ નક્કર કામગીરી નજરે પડતી નથી. સદર માર્ગ ઉપર ચાર માર્ગીય રસ્તાની કામગીરી તો વર્ષોથી અધૂરી રહી છે. અને તેની સામે હાલ આજ માર્ગને છ માર્ગિય રોડ બનાવવાની તજવીજ તેજ ધરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ચાર માર્ગીય રસ્તા ઉપર ઉડતી ધૂળને ડામવામાં નિષ્ફળ રહેલું તંત્ર હાલ પોતાની જવાબદારી છુપાવવા માટે સદર રસ્તા ઉપર લીપાપોતી કરી રહ્યું છે. પહેલા જ વરસાદમાં ધોવાય ગયેલા આ રસ્તા ઉપર મેટલ અને ક્વોરી ડસ્ટ પાથરી તંત્ર દ્વારા દેખાવો કરતા આ રસ્તા ઉપર વરસાદ હોય તો કિચડનું સામ્રાજ્ય અને વરસાદની ગેરહાજરીમાં જબરજસ્ત ઘૂળનું વાતાવરણ જામી રહ્યું છે. સતત ઉડતી ધૂળની ડમરીઓથી પંથકનું વાતાવરણ ધૂળીયું જોવા મળી રહ્યું છે. સતત ઉડતી ધૂળથી ઝીરો વિઝીબિલીટીથી અકસ્માતની સંભાવનાઓ પણ વધી રહી છે. સતત ઉડતી ધૂળના સંદર્ભે વાહન ચાલકો સહિત સદર રોડ ઉપર વેપાર કરનાર વેપારી વર્ગ પણ હેરાન પરેશાન થઇ રહ્યો છે. સતત ઉડતી ધૂળ સામે પાણી છાંટવાની નિતી સામે જવાબદાર અધિકારી મામલતદાર અને ગ્રામ પંતાચય પણ પોતાની જવાબદારી સામે ખોખો રમી હોવાનું જણાય રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સિંચાઈ પાણીના અભાવે ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ
calendar_today August 31, 2026

સિંચાઈ પાણીના અભાવે ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ

ચાલુ ચોમાસાની સીઝન ની શરૂઆત મોડી થયા બાદ જુલાઈ માસ દરમિયાન ભારે વરસાદ થયો હતો ,તે મુજબ સમગ્ર ભરૂચ જિલ્લા સહિત ઉમલ્લા વિસ્તારમાં વાવેતર કરેલ ખરીફ પાકને ફાયદો થયો હતો, પરંતુ ઑગસ્ટ માસમાં છેલ્લા 20 દિવસથી વરસાદે વિરામ લેતાં ઝઘડીયા તાલુકા સહિત ડુંગરાળ વિસ્તારના ખેડૂતોએ વાવેતર કરેલ ખરીફ્ પાકને વરસાદની ખાસ જરૂરિયાત છે.ડુંગરાળ વિસ્તારમાં તો ધાન્ય પાક ,તેલીબિયાં સહિત કઠોળ પાકો વરસાદ પર નિર્ભર હોય પાક કરમાઇ રહ્યા છે, જેથી ખેડૂત વર્ગ વરસાદની રાહ જોઇ રહ્યો છે. હાલ શેરડીનું નવું રોપાણ કરવાની કામગીરી ખેડૂતો કરી રહ્યા છે, જયારે ઑગસ્ટ માસના અંત સુધીની રોપાણ શેરડી ને પિયત કરવાની મથામણ કરી રહ્યા છે. ત્યારે વરસાદ થાય તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે. ઉલ્લેખનિય છે કે, કરજણ ડેમનું પાણી ઝઘડીયા તાલુકાને પૂરુ પાડવામાં આવે છે, પરંતુ કરજણ સિંચાઈ વિભાગ કેનાલોમાં પાણી છોડવા તત્પર નથી. કેનાલોમાં ઝાડી ઝાંખરાં સફાઈ કરવાની કામગીરી કરાવવાની હોઈ ખેડૂતોએ પાણી માટે રાહ જોવી પડશે તેમ જાણવા મળી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
શૂલપાણેશ્વર અભયારણ્યમાં ખીલી ઉઠયો ગોવલા ઘાટનો ધોધ
calendar_today August 31, 2026

શૂલપાણેશ્વર અભયારણ્યમાં ખીલી ઉઠયો ગોવલા ઘાટનો ધોધ

નર્મદા જિલ્લાના શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યની સગાઈ રેન્જમાં સામરઘાટ ગામ નજીક ગોવલી ઘાટ ધોધ ચોમાસામાં યુવાન સ્વરૂપે નિર્મળ સ્વચ્છ શ્વેતિમા ધારણ કરીને બગલા ખાડી પરથી પહાડોની વચ્ચેથી નીચે પડતું પાણી એક પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જે આસપાસની લીલીછમ ગાઢ વનરાજી વચ્ચે પ્રવાસી અને પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.સ્થાનિકોના જણાવ્યાં મુજબ, ગોવલી ઘાટ દેવમોગરા માતાના મંદિરથી અંદાજે 5થી 6 કિ.મી અને દેડિયાપાડાથી અંદાજે 18થી 19 કિ.મીના અંતરે, ગંગાપુર રાઉન્ડ અને મોરજરી રાઉન્ડની બોર્ડર નજીક આવેલ છે. ચોમાસામાં અહીં ધોધનો પાણીનો પ્રવાહ વધતાં કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઊઠયું છે. સ્થાનિક માન્યતા મુજબ, આ સ્થળનું નામ ગાયો સાથે જોડાયેલ હોવાને કારણે ગોવલી ઘાટ પડયું હોવાનું કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી ધાર્મિક લાગણી પણ આ સ્થળ સાથે સંકળાયેલી હોવાનું સ્થાનિકો જણાવે છે. તેથી આ સ્થળ કુદરતી સૌંદર્યની સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે. તાજેતરમાં ચોમાસામાં ડુંગરો વચ્ચેથી વહેતાં ધસમસતા પાણીનો નજારો અને ગાઢ લીલીછમ વનરાજી જમ્મુ અને કાશ્મીરની યાદ તાજી કરે છે. આસપાસના ગામોના લોકો ઉપરાંત પ્રકૃતિપ્રેમીઓ પણ ગોવલી ઘાટના સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે. ગોવાલી ધોધનું સૌંદર્ય આકર્ષક હોવા છતાં પાણીની ઊંડાઈ અને તેજ પ્રવાહને કારણે અહીં બેદરકારી જોખમી બની શકે છે. પ્રવાસીઓએ ધોધની નજીક તથા ઊંડા પાણીમાં જવાનું ટાળવું અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. ગોવલી ઘાટ ખાતે યોગ્ય ઇકો-ટુરિઝમ સુવિધા અને પ્રવાસીઓની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરાય તો નર્મદા જિલ્લામાં પ્રવાસન સ્થળ તરીકે મહત્વપૂર્ણ સાબિત થાય તેમ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward