android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand : માં રાવણ દહનનો નવો અંદાજ જોવા મળશે
calendar_today October 16, 2026

Anand : માં રાવણ દહનનો નવો અંદાજ જોવા મળશે

અધર્મ પર ધર્મ પર વિજયના પર્વ સમાન વિજયાદશમીના પર્વની આણંદ જિલ્લામાં આગામી તા. 20 ઓક્ટોબરને મંગળવારના રોજ ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આણંદમાં વસવાટ કરતા પંજાબી અરોરા સમાજ દ્ધારા આ વર્ષે 20 ઓક્ટોબરના રોજ 71માં દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણીમાં રાવણના પૂતળા દહનમાં 100 જેટલા કોલ્ડ ફાયર કરવાનો નજારો દર્શકો માટે એક નવું નજરાણું બનશે. પપ ફૂટ ઊંચા રાવણના પૂતળા દહન વખતે તેની નાભીમાં તીર મારતાની સાથે જ પૂતળાના મોં, ધડ, પગ સહિતના વિવિધ ભાગોમાંથી વિશિષ્ટ અગ્રિપ્રભાવ જોવા મળશે. પરંપરાગત ઉજવણીમાં આધુનિકતાનો રંગ ઉમેરાતા આ આયોજનની સાથે બપોરે ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે. જે દશેરા મહોત્સવનું વિશેષ આકર્ષણ બનશે. આણંદની જેમ પેટલાદખાતે પણ પંજાબી અરોરા સમાજ દ્ધારા મંગળવારે રાવણના પૂતળા દહન સાથે વિજયા દશમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આણંદમાં પંજાબી સમાજના આગેવાન રાકેશભાઈનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે, સમયની સાથે નવી પેઢીની પસંદગી અને અપેક્ષાઓ પણ બદલાઈ રહી છે. આથી નવી જનરેશનની ઈચ્છાનુસાર કોલ્ફ ફાયરનો પ્રયોગ કરવામાં આવનાર છે. જેથી લોકોને રાવણ દહનનો એક નવો અને અનોખો નજારો જોવા મળે તેમજ તેની સાથે મનોરંજનનો પણ અનુભવ થાય. આ વખતે આશરે પપ ફૂટના વિશાળ રાવણના પૂતળાના વિવિધ ભાગોમાં કોલ્ડ ફાયર મૂકવામાં આવશે. સમગ્ર દહન પ્રક્રિયા લગભગ પોણો કલાક ચાલવાની અપેક્ષા છે. અગાઉ આના કરતા ઓછા સમયમાં જ પૂતળાનું દહન કાર્ય પૂર્ણ થઈ જતું હતું. આ સમગ્ર વિધિ અગાઉ દશેરાના દિવસે આણંદમાં પંજાબી અરોરા સમાજની વાડીએથી વાજતે ગાજતે અને રાસ, ગરબાની રમઝટ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે શહેરના વેન્ડો ચોકડી, મેફેર રોડ અને રામજી મંદિર થઈ લોટીયા ભાગોળ પહોંચનારી આ શોભાયાત્રામાં રામ, લક્ષ્મણ અને હનુમાન સહિતના રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષામાં સમાજના યુવાનો તથા શ્રધ્ધાળુઓ જોડાશે. વાજતે ગાજતે નીકળનાર આ શોભાયાત્રા શહેરના માર્ગો પર આકર્ષણ જમાવશે. લોટીયા ભાગોળ પહોંચ્યા બાદ ત્યાંથી બસ અને બીજા વાહનો મારફતે આ શોભાયાત્રામાં જોડાયેલ સમૂહ નાવલીખાતે અંધારિયા ચોકડી નજીક રિસોર્ટની સામેના મેદાન પાસે પહોંચશે. અહીં સાંજે 6.30 વાગ્યાના સુમારે રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણીને લઈ આણંદ જિલ્લાના પંજાબી અરોરા સમાજમાંદ ભારે ઉત્સાહ પ્રવર્તે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana : સતલાસણાનું ઉમરેચા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ બન્યું
calendar_today October 16, 2026

Mahesana : સતલાસણાનું ઉમરેચા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ બન્યું

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પ્રધાન મંત્રી આદર્શ ગ્રામ યોજનાના બીજા તબક્કા અંતર્ગત રાજ્યના પસંદ થયેલા નવા 24 ગામોમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામનો સમાવેશ થવા પામ્યો છે. અનુસૂચિત જાતીની 40 ટકાથી વધુ વસ્તી ધરાવતા ગામની આ યોજના હેઠળ પસંદગી કરવામાં આવતી હોય છે.પસંદગી પામેલા ગામના અનુસૂચિત જાતી વિસ્તારના વિકાસ અર્થે રૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. આ અંગે મહેસાણા જિલ્લા અનુસૂચિત જાતી કલ્યાણ નાયબ નિયામક પ્રદીપ શ્રીમાળીના જણાવ્યા મુજબ ભારત સરકાર દ્વારા કાર્યરત કેન્દ્ર પુરસ્કૃત પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (પીએમએજીવાય) ફેઝ-2 અંતર્ગત વર્ષ 2025-2026 માટે રાજ્યના 12 જિલ્લાના અનુસૂચિત જાતીના 40 ટકાથી વધુ વસ્તી ધરાવતા 24 ગામોની દ્વિતીય તબક્કામાં પસંદગી થઇ છે. જેમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યોજના હેઠળ પસંદ કરવામાં આવેલ ગામનો સમગ્ર રીતે વિકાસ કરવાનો છે. ગામમાં બધીજ માળખાકીય સુવિધાઓ જે સમગ્ર રીતે વિકાસ માટે જરૂરી છે, તે પુરી પાડવામાં આવતી હોય છે, તો માળખાકીય સુવિધા પુરી પાડવા માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. સતલાસણાના ઉમરેચાની પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ તરીકે પસંદગી થતા કલેકટર દ્વારા ગામ માટે રૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : ઉત્તરવહીકાંડમાં એનરોલમેન્ટ રદ ન કરી નીરજા ગુપ્તાએ ફીંડલું વાળ્યાનો આક્ષેપ
calendar_today October 16, 2026

Ahmedabad : ઉત્તરવહીકાંડમાં એનરોલમેન્ટ રદ ન કરી નીરજા ગુપ્તાએ ફીંડલું વાળ્યાનો આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગના ચોથા વર્ષના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગાયબ થવાની અત્યંત શરમજનક ઘટના જુલાઈ-2023માં સર્જાઈ હતી. આ ઘટના નીરજા ગુપ્તાની નિમણૂકના અંદાજે 10 જ દિવસમાં સામે આવી હતી. યુનિવર્સિટીની વ્યવસ્થા માટે કલંકરૂપ આ ઘટનામાં તપાસ કમિટી દ્વારા 14 જેટલા વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ રદ કરી રિપોર્ટ યુજીસીને મોકલવાની ભલામણ કરવામાં આવી હતી. કમિટીએ રિપોર્ટ સુપ્રત કર્યાના બે વર્ષ સુધી નીરજા ગુપ્તાએ એનરોલમેન્ટ રદ કરવાની પ્રક્રિયામાં જ ફીંડલું વાળી દીધું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, જેમાં રાજકીય દબાણ કે સાંઠગાંઠની ચર્ચા ઊઠી છે. જેથી હાલની તપાસ કમિટી દ્વારા આ મુદ્દે પણ કાર્યવાહી કરવી જોઈએ તેવી માગ ઊઠી છે.ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા પર કાર્યકાળ દરમિયાન પીએમ-ઉષા ગ્રાન્ટ સહિતના ભંડોળમાં કરોડો રૂપિયાના નાણાકીય ગોટાળા, નિયમો વિરુદ્ધ જઈ મળતિયાઓની ગેરકાયદે ભરતીઓ કરવા, ભંડોળનો અંગત અને અનધિકૃત ઉપયોગ તથા સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો લાગ્યા છે. વિવાદ વકરતાં યુનિવર્સિટીએ 10 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા, નીરજા ગુપ્તાએ રૂપિયા 14 કરોડથી વધુની વણવપરાયેલી ગ્રાન્ટ પરત કરી હતી અને તેમની સામે હાઈકોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી રચાઈ છે.આ વિવાદો વચ્ચે નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીમાં એન્ટ્રી વખતે જ સર્જાયેલા ઉત્તરવહી કાંડની ફરી ચર્ચા ઊઠી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા બોટની વિભાગના ભોંયરામાં ઉત્તરવહીઓ માટેનો સ્ટ્રોંગરૂમ હતો. આ સ્ટ્રોંગરૂમમાંથી રાત્રે ઉત્તરવહીઓ બહાર કાઢવામાં આવતી હતી અને વિદ્યાર્થીઓ બહાર બેસીને લખી તે ઉત્તરવહીઓ પરત મૂકી દેતા હોવાનો એનએસયુઆઈ દ્વારા ઘટસ્ફેટ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે પોલીસ ફરિયાદ થતાં ધરપકડ પણ કરવામાં આવી હતી. બીજી તરફ્ યુનિવર્સિટી દ્વારા એક ઉચ્ચસ્તરીય તપાસ કમિટીની રચના કરાઈ હતી. આ કમિટીએ પોલીસ ચાર્જશીટ દાખલ થયાના થોડા સમય પછી યુનિવર્સિટીને રિપોર્ટ સુપ્રત કર્યો હતો. આ રિપોર્ટમાં સ્પષ્ટ ભલામણ કરાઈ હતી કે, આ ઘટના ખૂબ ગંભીર અને શિક્ષણજગત માટે કલંકરૂપ છે, જેથી સંડોવાયેલા તમામ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ રદ કરવામાં આવે અને તેઓને દેશની અન્ય કોઈ યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળે તે માટે યુજીસી તેમજ અન્ય યુનિવર્સિટીઓને આ રિપોર્ટ મોકલી આપવામાં આવે. કમિટીની આ આકરી ભલામણ પછી યુનિવર્સિટી પ્રશાસને આ મુદ્દો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સમક્ષ લઈ જઈ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ રદ કરવાની સત્તાવાર પ્રક્રિયા કરવાની હતી. પરંતુ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા સમગ્ર મામલા પર ફીંડલું વાળી દેવામાં આવ્યું અને આજદિન સુધી આ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ રદ કરવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ કુલપતિ સામેના આક્ષેપોના પગલે ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ખાસ્સી ઝાંખપ પહોંચી છે. કુલપતિના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા વધવી જોઈએ તેના બદલે ઘટતી જઈ રહી છે તે ચિંતાની બાબત હોવાનું શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward