android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સાધલીમાં તળાવની પાળ અને દબાણના પંચક્યાસનો વિરોધ
calendar_today August 31, 2026

સાધલીમાં તળાવની પાળ અને દબાણના પંચક્યાસનો વિરોધ

શિનોર તાલુકાનાં સાધલી મુકામે તળાવની પાળ તોડી પાડવાનો તથા દબાણનો વિવાદ હોવાથી આજે પંચક્યાસ કરવાનો હતો. પરંતુ સક્ષમ અધિકારી ઉપસ્થિત ન હોવાથી અરજદારે વિરોધ નોંધાવ્યો હતો.સાધલી ગામે પંચાયત દ્વારા રૂા. 25 લાખના ખર્ચે બનાવેલ જૂની તળાવની પાળ તોડી નાખીને તળાવમાં આશરે 300 બાય 50 મીટર વિશાળ દબાણ કરાયાની અરજી જિલ્લા કલેકટરને કરાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી વડોદરા, તાલુકા વિકાસ અધિકારી શિનોર અને મામલતદાર શિનોરને પણ પુરાવા સાથે અરજી કરાઇ હતી. તળાવની પાળ તોડી પાડવી કે, તેમાં દબાણ કરવા માટે જિલ્લા કલેકટરની પરવાનગી લેવાની હોય છે. જે પંચાયતે લીધી નહોતી. જેથી આજે આ તળાવનો પંચક્યાસ કરવાનો હોવાથી તલાટી કમ મંત્રી દ્વારા અરજદાર ભાવેશ દરજીને લેખિત જાણ કરી હતી. તા. 31 ઓગસ્ટે બપોરે 1 વાગે તળાવની પાળે ભેગા થયા હતા. પરંતુ પંચક્યાસ માટે સક્ષમ અધિકારી આજે હાજર નહોતા અને માત્ર બે તલાટી, ઈન્ચાર્જ સરપંચ, સભ્યો અને મીડિયા હાજર હતું. તળાવનો સંપૂર્ણ પંચક્યાસ કરવાના બદલે માત્ર કાગળ પર પંચક્યાસ થયો હોવાનું માલુમ પડતાં અરજદાર ભાવેશ દરજી દ્વારા સક્ષમ અધિકારીની રૂબરૂમાં પંચક્યાસ કરવા જણાવતાં એક તબક્કે ઇન્ચાર્જ સરપંચ આક્રોશમાં આવ્યા હતા. તલાટી જીગ્નેશ કિશોરી તથા સ્ટાફ્ના માણસો માપણી કરવાની મેજર ટેપ લાવ્યા વગર આવ્યા હતા. અને માપણી કર્યા વગર બેઠો પંચક્યાસ કરવાની નીતિરીતિ જાહેર થતી હતી. જેનો અરજદારે વિરોધ કર્યો હતો. અને તટસ્થ સક્ષમ અધિકારીની હાજરીમાં પંચક્યાસ કરવા જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સંખેડા-બહાદરપુર વચ્ચે ઓરસંગ નદી કોરીકટ થતાં ખેડૂતો ચિંતિત
calendar_today August 31, 2026

સંખેડા-બહાદરપુર વચ્ચે ઓરસંગ નદી કોરીકટ થતાં ખેડૂતો ચિંતિત

સંખેડાસંખેડા - બહાદરપુર વચ્ચેથી પસાર થતી લોકમાતા ઓરસંગ નદી ખેંચાયેલા વરસાદને લઈ ચોમાસામાં પણ કોરીકટ રહેતા ખેડૂતો, પશુપાલકો સહિત આમ નાગરિક ભારે ચિંતિત બન્યા છે.ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરાના ડુંગરમાંથી નીકળી છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થઈ ચાંદોદ ખાતે નર્મદા નદીમાં ભળે છે. આ વર્ષે વરસાદની ખેંચને લઈ અત્યાર સુધી માત્ર એક જ વખત પાણીના પૂર આવ્યા બાદ હજુ સુધી પાણીના પુર આવ્યા ન હોવાથી જેને લઇ મૂંગા જાનવરો અત્યારથી જ પીવાના પાણી માટે આમતેમ ફંફં મારતા નજરે પડે છે. એટલું જ નહીં, ઓગસ્ટ માસ પૂર્ણ થયો છતાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન વરસતા ધરતીપુત્રો, પશુપાલકો સહિત આમ પ્રજામાં વરસાદે ભારે ચિંતા ફેલાવી દીધી છે. હાલના તબક્કે ઝાપટારૂપે વરસતા વરસાદથી નદીના પટ અને કિનારા પરના ખાડા ખાબોચિયામાં ભરાયેલા પાણી પણ હવે તો દુર્ગંધ મારવા લાગ્યા છે. જ્યારે એકત્રિત થયેલ કચરો ભીનો થવાને લઈ દુર્ગંધ ફેલાવી રહેલ હોય લીલથી છવાયેલા ખાડા-ખાબોચિયા, ઉગી નીકળેલ વનસ્પતિ સાથે નદી કોરીકટ ભાંસે છે. ચોમાસામાં નદીમાં પુર આવવાથી સ્ટોરેજ થયેલ પાણી શિયાળા, ઉનાળા દરમ્યાન સિંચાઈના કામમાં આવતું હોય છે. પરંતુ આ વખતે વરસાદની ખેંચને લઈ ખેડૂતોને આર્થિક નુકસાનના એંધાણ વર્તાઈ રહ્યા છે. ચોમાસા બાદ ખેડૂતો શિયાળા પાકની વાવણીમાં મશગુલ બનતાં હોય છે. પરંતુ આ વખતે બરાબર ચોમાસું ન જામતા નદી, તળાવો ખાલીખમ રહેતા રવિ પાકો ન કરી શકવાની ચિંતા પણ ખેડૂતોને અત્યારથી જ સતાવા લાગી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
બૈડી ફ્ળિયા, તેજાવાવ, ચાપરગોટા સહિતના વિસ્તારમાં દીપડાનો ડર
calendar_today September 1, 2026

બૈડી ફ્ળિયા, તેજાવાવ, ચાપરગોટા સહિતના વિસ્તારમાં દીપડાનો ડર

બોડેલી તાલુકાના ચાપરગોટા પંથકમાં પખવાડિયામાં ત્રણ દીપડા પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. જબુગામ નજીકના બૈડી ફ્ળિયા, તેજાવાવ, ચાપરગોટા સહિતના વિસ્તારમાં 4 દીપડા એકસાથે ફરતા હોવાના વીડિયો સામે આવ્યો હતો.તાલુકા વિસ્તારમા દીપડાની વધતી અવરજવરને પગલે વનવિભાગે અલગ-અલગ સ્થળે પાંજરા ગોઠવી કામગીરી શરૂ કરી હતી. જેમાં માત્ર 15 દિવસમાં ત્રણ દીપડા ઝડપાયા છે. જોકે, હજુ એક દીપડો આ વિસ્તારમાં હોવાની આશંકા હોવાથી વનવિભાગે તેની શોધખોળ શરૂ કરી વધુ એક પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. જંગલ નજીકના ગામોમાં જાગૃતિ શિબિરો યોજી ગ્રામજનોને દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરાઇ છે. અગાઉ મોટા વાજપુર ગામે દીપડાના હુમલામાં બાળકીના મોતની ઘટના બની હતી.પખવાડિયામાં ત્રણ દીપડા ઝડપાતા હાલ ચાપરગોટા સહિતના પંથકમાં રાહતનો માહોલ છે. પરંતુ બાકી રહેલા એક દીપડાને પાંજરે પૂરવા માટે વનવિભાગની કામગીરી યથાવત છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward